SearchBrowseAboutContactDonate
Page Preview
Page 244
Loading...
Download File
Download File
Page Text
________________ અહિંસા અને અમારિ • ૨૩૫ ખર્ચાય એ ભારે વસમું લાગશે અને એ આપમેળે જ દેશદ્રોહી કામમાં સાથ આપવો છોડી દઈ દેશકાર્યમાં જ સાથ આપશે. એટલે એક બાજુ અમારિધર્મ અત્યારના ગરીબોને સશક્ત બનાવશે અને બીજી બાજુ એ બુદ્ધિજીવી મધ્યમવર્ગને દેશઘાતક રાજતંત્રમાંથી ભાગ લેતાં રોકી સ્વતંત્ર બનાવશે. છેલ્લો અને ચોથો મુદ્દો ખાસ વિચારણીય છે. એના પરત્વે અમારિધર્મનો વિચાર લાગુ પાડતાં જ જ્વાળામુખી ફાટવાનો કે ધરતીકંપ થવાનો ભય છે. જે રાજાઓ પોતાને વારસામાં મળેલ રાજ્યને પોતાની અંગત આવકનું સાધન માનતા હશે અને જેમના જીવનમાં મોજશોખ સિવાય બીજું તત્ત્વ જ નહિ હોય, પ્રજામાત્રનું પૂરું પેટ ભરાયા સિવાય પોતાને ખાવાનો હક્ક નથી, પોતાની પ્રજાનો એક પણ માણસ દુઃખી કે નિરાધાર હોય ત્યાં સુધી સુખ કે ચેનમાં રહેવાનો તેનો ધર્મ નથી, એવું જે રાજાઓને ભાન ન હોય તેઓને એવું ભાન કરાવવા માટે અમારિ ધર્મની કડવી ગોળી આપતાં જ તેઓની આંખ લાલચોળ થવાની અને તેઓનાં હથિયારો આપણી વિરુદ્ધ ખણખણવાનાં. અમારિધર્મ એ કાંઈ દાન કે સખાવતનું નામ નથી, પણ એ તો મરતા અને કચરાતાને બચાવનાર ધર્મનું નામ છે. જેમ ઘણી વાર કોઈને કાંઈ આપીને બચાવી શકાય છે, તેમ ઘણીવાર કોઈને કાંઈ અપાતું હોય તે બંધ કરીને પણ તેને અને બીજા ઘણાને બચાવી શકાય છે. રાજા બળજબરીથી પોતાની પ્રજાને પીડતો હોય, પ્રજાનાં સુખદુ:ખથી છૂટો પડી ગયો હોય, ત્યારે તેજસ્વી અને બુદ્ધિમાન માણસોનું કામ તે રાજાની સત્તા બૂઠી કરી નાખવાનું હોય છે. તેની સત્તા બૂઠી કરવી એટલે તેને કરવેરો ન ભરવો, તેના ખજાનામાં ભરણું ન ભરવું એ છે. એમ કરીને એ રાજની સુધબુધ ઠેકાણે આણી એટલે તેનું પોતાનું કલ્યાણ થવાનું. એક જગ્યાએ બધું ધન એકઠું થઈ એક માણસના તરંગ પ્રમાણે ખર્ચાતું અટકે અને બધાના જ લાભમાં સરખી રીતે ખર્ચાય એવી સ્થિતિ લાવવામાં દેખીતી રીતે કાંઈ આપવાપણું ન હોવા છતાં, ખરી રીતે એમાં પણ તેજસ્વી અમારિધર્મ આવી જાય છે. એટલે અમારિધર્મનું તાત્ત્વિક સ્વરૂપ એવું છે કે તેમાંથી જેમ ગરીબો અને અશક્તોને સખાવતો દ્વારા પોષણ મળે, જેમ મજૂરો અને આશ્રિતોને સમાન વહેંચણી દ્વારા પોષણ મળે, તેમજ રાજા પાસે અર્થસૂચકનીતિ બંધ કરાવવા દ્વારા તેની બધી જ પ્રજાનું પોષણ પણ થાય અને સાથે સાથે એ રાજાને પોતાની ફરજનું ભાન થઈ તેનું જીવન એશઆરામમાં એળે જતું અટકે. જેમ અન્યાયી રાજા પ્રત્યે તેમજ પંડિત-પુરોહિતો, બાવા-ફકીરો અને ધર્મગુરુઓ પ્રત્યે પણ આપણો અમારિધર્મ એ જ વસ્તુ શીખવે છે. તે કહે છે કે જો પંડિત-પુરોહિત અને બાવા-ફકીરોનો વર્ગ પ્રજા સામાન્ય ઉપર નભતો હોય તો તેની ફરજ પ્રજાની સેવામાં પોતાનું લોહી નિચોવી નાખવાની છે. એ વર્ગ એક ટંક ભૂખે ન રહી શકે અને તેના પોષક અનુગામી વર્ગમાં કરોડો માણસોને એક વાર પૂરું ખાવાનું પણ ન મળે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001071
Book TitleJain Dharma ane Darshan
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages349
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy