________________
૨૧૬૦ જૈન ધર્મ અને દર્શન
ઇચ્છાપૂર્વક સહનાર તે શ્રમણ. ભગવાન બુદ્ધે ભિક્ષુકો માટે તપ બતાવ્યું છે, પણ તે સખત નથી. એમણે જીવનના નિયમોમાં સખતાઈ કરી છે, પણ તે બાહ્ય નિયમોમાં નહિ; મુખ્યપણે તેમની સખતાઈ ચિત્ત શુદ્ધ રાખવાના આંતરિક નિયમોમાં છે.
પરંતુ ભગવાન મહાવીરની સખતાઈ તો બાહ્ય અને આંતરિક બંને પ્રકારના નિયમોમાં છે. બૌદ્ધ ગ્રંથોમાં જે કાયક્લેશ અને દેહદમનનો પરિહાસ કરવામાં આવ્યો છે તે કાયકલેશ અને દેહદમનની જૈન આગમો પૂરી હિમાયત કરે છે, પરંતુ આ હિમાયતની પાછળ ભગવાન મહાવીરની જે મુખ્ય શરત છે તે શરત ત૨ફ જાણે કે અજાણે ધ્યાન ન અપાયાથી જ બૌદ્ધ ગ્રંથોમાં જૈન તપનો પરિહાસ થયેલો દેખાય છે. જે તપનો બુદ્ધે પરિહાસ કર્યો છે અને જે તપને તેમણે નિરર્થક બતાવ્યું છે, તે તપને તો મહાવીરે પણ માત્ર કાયક્લેશ, મિથ્યા તપ કે અકામ નિર્જરા કહી તેની નિરર્થકતા બતાવી છે. તામલી તાપસ અને પૂરણ જેવા તાપસોનાં અતિ ઉગ્ર અને અતિ લાંબા વખતનાં તપોને ભગવાને મિથ્યા તપ કહેલ છે. આનું શું કારણ ? જે ઉગ્ર તપ, જે ઉગ્ર કાયક્લેશ અને જે ઉગ્ર દેહદમન ભગવાન આચરે તે જ તપ, તે જ કાયક્લેશ અને તે જ દેહદમન જો બીજો આચરે તો એનો વિરોધ ભગવાન શા માટે કરે? શું એમને બીજાની અદેખાઈ હતી ? કે બીજાના તપને સમજવાનું અજ્ઞાન હતું ? આ બેમાંથી એકે ભગવાન મહાવીરમાં હોય એમ કલ્પવું એ એમને ન સમજ્વા બરાબર છે. ભગવાનનો વિરોધ એ તાપસોના દેહદમન પરત્વે ન હતો, કારણ કે એવાં દેહદમનો તો તેમણે પોતે આચરેલાં છે, અને તેમની સામે વર્તમાન ધના અણગાર જેવા તેમના અનેક શિષ્યોએ એવાં જ દેહદમનો સેવેલાં છે; જેના પુરાવાઓ જૈન આગમોમાં મોજૂદ છે. ત્યારે જૂની ચાલી આવતી તાપસ સંસ્થાઓ અને તેનાં વિવિધ તપો સામે ભગવાનનો વિરોધ કઈ બાબતમાં હતો ? એમને એમાં શી ઊણપ લાગેલી એ સવાલ છે. એનો ? ઉત્તર ભગવાનના પોતાના જીવનમાંથી અને જૈન પરંપરામાં ચાલ્યા આવતા એ જીવનની ભાવનાના વારસામાંથી મળી આવે છે. ભગવાને તપની શોધ કાંઈ નવી કરી ન હતી; તપ તો એમને કુળ અને સમાજના વારસામાંથી જ સાંપડ્યું હતું. એમની શોધ જો હોય તો તે એટલી જ કે એમણે તપને – કઠોરમાં કઠોર તપને દેહદમનને અને કાયક્લેશને આચરતા રહી તેમાં આંતરદૃષ્ટિ ઉમેરી, એટલે કે બાહ્ય તપને અંતર્મુખ બનાવ્યું. પ્રસિદ્ધ દિગંબર તાર્કિક સમંતભદ્રની ભાષામાં કહીએ તો ભગવાન મહાવીરે કઠોરતમ તપ પણ આચર્યું; પરંતુ તે એવા ઉદ્દેશથી કે તે દ્વારા જીવનમાં વધારે ડોકિયું કરી શકાય, વધારે ઊંડા ઊતરાય અને જીવનનો અંતર્મળ ફેંકી દઈ શકાય. આ જ કારણથી જૈન તપ બે ભાગમાં વહેંચાઈ જાય છે ઃ એક બાહ્ય અને બીજું આત્યંતર. બાહ્ય તપમાં દેહને લગતાં બધાં જ દેખી શકાય તેવાં નિયમનો આવી જાય છે, જ્યારે આત્યંત૨ તપમાં જીવનશુદ્ધિનાં બધા જ આવશ્યક નિયમો આવી જાય છે. ભગવાન
Jain Education International
For Private & Personal Use Only
—
www.jainelibrary.org