________________
૨૮. તપ અને પરીષહ
અહિંસાના પંથો જેટલા જૂના છે, તેટલું જ તપ પણ જૂનું છે. ભગવાન મહાવીર અને બુદ્ધ પહેલાં આપણા દેશમાં તપનો કેટલો મહિમા હતો, તપ કેટલું આચરવામાં આવતું અને તાપૂજા કેટલી હતી એના પુરાવાઓ આપણને માત્ર જૈન આગમો અને બૌદ્ધ પિટકોમાંથી જ નહિ, પણ વૈદિક મંત્રો, બ્રાહ્મણો અને ઉપનિષદો સુધ્ધાંમાંથી મળે છે. કોઈપણ કાર્યની સિદ્ધિ માટે તપનું અનુષ્ઠાન આવશ્યક મનાતું. તપથી ઈન્દ્રનું આસન કાંપતું. તેને ભય લાગતો કે તપસ્વી મારું પદ લઈ લેશે, એટલે તે મેનકા કે તિલોત્તમાં જેવી અપ્સરાઓને, તપસ્વીને ચલિત કરવા, મોકલતો. માત્ર મોક્ષ કે સ્વર્ગના રાજ્ય માટે જ નહિ, પણ ઐહિક વિભૂતિ માટે પણ તપ આચરતું. વિશ્વામિત્રનું ઉગ્ર તપ પુરાણોમાં પ્રસિદ્ધ છે. મહાભારત અને રામાયણ ફેંદો તો પાને પાને તાપસીના મઠો, તપસ્વી ઋષિઓ તેમજ તપસ્વિની માતાઓ નજરે પડશે. સ્મૃતિઓમાં જેમ રાજદંડના નિયમો છે તેમ અનેક પ્રકારના તપના પણ નિયમો છે. સૂત્રગ્રંથોમાં વર્ણાશ્રમની વ્યવસ્થા વાંચો, એટલે જણાશે કે ચારે આશ્રમો માટે અધિકાર પ્રમાણે તપ બતાવવામાં આવ્યું છે; અને ત્રીજો તથા ચોથો આશ્રમ તો ઉત્તરોત્તર વધારે અને વધારે તપનાં વિધાનોથી જ વ્યાપેલો છે. આ ઉપરાંત એકાદશીવ્રત, શિવરાત્રિનું વ્રત, જન્માષ્ટમી અને રામનવમીનું વ્રત વગેરે અનેક વ્રતોના મહિમાના ખાસ જુદા ગ્રંથો લખાયા છે. સ્ત્રીઓનાં કેટલાંક તપો જુદાં છે, કેટલાંક સ્ત્રીપુરુષ બંનેનાં સાધારણ છે; જ્યારે કેટલાંક તપો તો માત્ર કન્યાઓનાં છે. આ તો બ્રાહ્મણ સંપ્રદાયની વાત થઈ.
પણ બૌદ્ધ અને જૈન સંપ્રદાયનાં શાસ્ત્રોમાં પણ એની એ જ વાત છે. મજિઝમનિકાય જેવા જૂના બૌદ્ધ ગ્રંથમાં અને ભગવતી જેવા પ્રસિદ્ધ જૈન આગમમાં અનેક પ્રકારના તાપસોના, તેમના મઠોના અને તેમના તપની વિવિધ પ્રણાલીઓનાં આકર્ષક વર્ણનો છે, જે એટલું જાણવા માટે બસ છે કે આપણા દેશમાં અઢી હજારે વર્ષ પહેલાં પણ તપ-અનુષ્ઠાન ઉપર નભતી ખાસ સંસ્થાઓ હતી અને લોકો ઉપર તે સંસ્થાઓનો ભારે પ્રભાવ હતો. બ્રાહ્મણ, ભુક્ષુ અને શ્રમણ એ ત્રણે નામોનું મૂળ તપમાં જ છે. બ્રહ્મ તરફ ઝૂકનાર અને તે માટે બધું ત્યાગનાર તે બ્રાહ્મણ. માત્ર ભિક્ષા ઉપર નભનાર અને કશો જ સંચય ન કરનાર તે ભિક્ષુ. કલ્યાણ માટે બધો જે શ્રમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org