SearchBrowseAboutContactDonate
Page Preview
Page 316
Loading...
Download File
Download File
Page Text
________________ પુનઃ પંચાવન વર્ષે – • ૩૦૦ અગિયારમી વાર્તાનો નાયક છે રાજપિતામહ આમભટ. તે ચૌલુક્યરાજ કુમારપાળનો એક મુખ્ય મંત્રી અને આચાર્ય હેમચંદ્રનો અનન્ય ગુણજ્ઞ હતો. જ્યારે એણે જોયું કે કુમારપાળના ઉત્તરાધિકાર અજયપાળે ગુર્જરરાજ્યલક્ષ્મીને હીણપત લાગે એવી પ્રવૃત્તિ માંડી છે, ને પાટણના અભ્યદયને વણસાડવા માંડ્યો છે, ત્યારે તેણે પ્રાણની પણ પરવા કર્યા સિવાય સામી છાતીએ જઈ તુમાખી અજયપાળને લલકાર્યો અને એની સાન ઠેકાણે લાવવા પ્રાણાર્પણનું જોખમ ખડ્યું. એ એક અસાધારણ બહાદુરી અને ક્ષાત્રવટની ઐતિહાસિક વાર્તા છે. ઉપરની ત્રણે વાર્તાઓને લેખકે અત્યારની ઢબે એવી રીતે વિકસાવી છે કે વાંચનારની સુષુપ્ત વીરવૃત્તિ જાગે અને સાથેસાથે પ્રાચીન કાળનું તાદશ ચિત્ર તેની સમક્ષ રજૂ થાય. આ વાર્તાઓ આપણને કહી જાય છે કે ક્ષાત્રવટ એ કોઈ એક જાતિનો જ વારસો નથી; તે વિદ્યાજીવી લેખાતા બ્રાહ્મણમાં પણ પ્રગટે અને ગણતરીબાજ લેખાતા વૈશયમાં પણ પ્રગટે. પાંચમી વાત: ભીક્ષા નામની વાર્તાનું મુખ્ય પાત્ર શાલિભદ્ર છે. જૈન કથાઓમાં શાલિભદ્ર સાથે ધન્નાનું નામ સંકળાયેલ હોઈ ધન્નાશાલિભદ્ર એમ જોડકું સાથે જ ખવાય–ગવાય છે. ધaો એ શાલિભદ્રનો બનેવી થાય છે. બંને શ્રેષ્ઠીપુત્રો છે ને સાથે ત્યાગી બને છે. ધર્માચાર કે કર્માચારને નિરૂપતી કોઈપણ ભારતીય કથા એવી ભાગ્યે જ હશે, જેમાં પુનર્જન્મનો સિદ્ધાંત સ્વીકાર્યા સિવાય કથની થતી હોય. ખરી રીતે ભારતીય બધી જીવિત પરંપરાઓનો આચાર-વિચાર પુનર્જન્મની ભૂમિકા ઉપર ઘડાય છે. જ્યાં બીજી કોઈ રીતે ઘટનાને ખુલાસો ન થાય ત્યાં પુનર્જન્મ અને કર્મના સિદ્ધાંતથી ખુલાસાઓ મેળવાય છે. પ્રસ્તુત વાર્તામાં એ ભાવનું પ્રતિપાદન છે. ભગવાન મહાવીર શાલિભદ્ર મુનિને કહે છે કે આજે તું માતાને હાથે ભિક્ષા પામીશ. શાલિભદ્ર વર્તમાન જન્મની માતા સમીપ જાય છે તો ખાલી હાથે પાછા ફરે છે. અચાનક વનમાં એક મહિયારી મળે છે. તે મુનિને જોઈ કોઈ અંદરની અકળ સ્નેહલાગણીથી પુલકિત બને છે ને પોતાની પાસેનું દહીં એ મુનિને ભિક્ષામાં આપે છે. મુનિ ગુરુ મહાવીરના વચન વિશે સંદેહશીલ બને છે, પણ જ્યારે તે ખુલાસો મેળવે છે કે મહિયારણ એના પૂર્વજન્મની માતા છે ત્યારે તેનું સમાધાન થાય છે. આ વાર્તામાં જન્માંતરની સ્નેહશૃંખલા કેવી અકળ રીતે કામ કરે છે તે દર્શાવાયું છે. અને લેખકે વાર્તા દ્વારા માધ કવિની “સતીવ યોજિત્ કૃતિ: સુનિશના પુમાંસમગ્રેતિ ભવન્તવૃપિ' એ ઉક્તિમાંની કર્મપ્રકૃતિને જન્માંતરમાં પણ કામ કરતી દર્શાવી છે. સાતમી વાતઃ શાલ – મહાશાલની છે. મહાવીરે અને બુદ્ધના સમયમાં અંગ, વિદેહ અને મગધમાં ત્યાગવૃત્તિનું મોજું કેટલું જોરથી આવ્યું હતું તેનું પ્રતિબિંબ આ વાર્તામાં પડે છે. ભાઈભાઈ વચ્ચે અને બાપ-દીકરા જેવા નિકટના સંબંધીઓ વચ્ચે રાજ્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001071
Book TitleJain Dharma ane Darshan
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages349
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy