SearchBrowseAboutContactDonate
Page Preview
Page 317
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૮ • જૈન ધર્મ અને દર્શન માટે લડાઈ લડવાની અને એકબીજાનાં માથાં કાપવાની કથા દેશના કથાસાહિત્યમાં અને ઇતિહાસમાં સુવિદિત છે, છતાં એવા પણ અનેક દાખલાઓ છે કે જેમાં રાજ્યલોભ ભાઈભાઈ વચ્ચે અંતર ઊભું કરી શકતો નથી. શાલ રાજ્ય ત્યજી મહાશાલને ગાદી લેવા કહે છે, તો મહાશાલ એથી ન લલચાતાં મોટા ભાઈને પગલે જ જાય છે. જેમ લક્ષ્મણ અને ભરત રામને પગલે ગયા તેમ મહાશાલ શાલને પગલે ગયો, અને જન્મગત સહોદરપણું ધર્મગત સિદ્ધ કર્યું. પણ શાલ–મહાશાલને એટલા માત્રથી સંતોષ ન થયો. તેમને થયું કે ભાણેજને ગાદી સોંપી છે, તો તે રાજ્યપ્રપંચના કીચડમાં ખેંચી જન્મારો ન બગાડે એ પણ જોવું જોઈએ. છેવટે શાલ-મહાશાલના અંતસ્વાગે ભાણેજ ગાંગીલને આકર્મો અને આખું કુટુંબ ત્યાગને માર્ગે ગયું. જે ઘટના આજે જરા નવાઈ ઉપજાવે તે જ ઘટના બીજે કાળે ન બને એમ તો ન કહી શકાય. તે કાળમાં ત્યાગનાં એવા મોજાં આવેલા કે જેને લીધે અનેક તરુણતરણીઓ, કુટુંબીજનો ત્યાગ લેવા લલચાતા. બૌદ્ધ, જૈન અને વૈદિક ત્રણે પરંપરાના સંન્યાસ કે પરિવ્રાજક જીવનમાં જે પ્રાચીન વર્ગનો છે તે અત્યારે કલ્પિત જેવાં લાગે, પણ તેમાં ઘણું સત્ય સમાયેલું છે. એ વસ્તુની પ્રતીતિ આવી પ્રાચીન કથાઓ કરાવે છે. વળી, મહાત્મા ગાંધીજીએ રાષ્ટ્રીય ઉદ્ધારની અહિંસક કાર્યપદ્ધતિ લોક સમક્ષ રજૂ કરી, ને પોતે એના પથિક બન્યા ત્યારે શરૂઆતમાં જે ત્યાગ અને અર્પણનું ચિત્ર અસંભવિત જેવું દેખાતું તે જ ૧૯૨૧, ૧૯૩૦ અને ૧૯૪રમાં વાસ્તવિક બનેલું આપણે સહુએ જોયું છે. સૌને તે કાળે એક જ લગની હતી કે અમે કુટુંબસહ પણ ગાંધીજીની હાકલને ઝીલીએ. પચીસસો વર્ષ પહેલાં સ્વલક્ષી વીરવૃત્તિ જુદા રૂપમાં આવિર્ભાવ પામેલી. આ ભાવ લેખકે શાલ-મહાશાલની વાર્તા દ્વારા સૂચવ્યો છે ને વાચકને પ્રાચીનકાળના વાતાવરણનો સુરેખ પરિચય કરાવ્યો છે. આઠમીઃ “રાજમાતા' નામની વાર્તામાં મુખ્ય પાત્ર છે મૃગાવતી. એ સાહિત્યમાં પ્રસિદ્ધ ઉદયન-વત્સરાજની માતા અને ભગવાન મહાવીરના મામા ચેટકરાજની પુત્રી થાય. જ્યારે એના રૂપથી લોભાઈ એનો બનેવી ઉજ્જયિનીરાજ ચંડપ્રદ્યોત કૌશાંબી ઉપર ચડી આવે છે ત્યારે, એ લડાઈ દરમ્યાન જ પતિ સ્વર્ગવાસી થતાં, વિધવા મૃગાવતી ઉપર રાજ્યની અને પોતાનું પાવિત્ર્ય સાચવવાની એમ બેવડી જવાબદારી આવી પડે છે. મૃગાવતી કુનેહથી બને જવાબદારીઓ સરસ રીતે પાર પાડે છે અને છેવટે તો પુત્ર ઉદયનને ગાદીએ બેસાડી અંતિમ જીવન ત્યાગમાર્ગે વિતાવે છે. આ વાર્તા દ્વારા લેખકેને દર્શાવવું એ છે કે સ્ત્રી માત્ર ભીરુ, લાચાર કે પાંગળી નથી; એનામાં એવું ખમીર રહેલું છે કે તે ધારે તો ઐતિહાસિક વિરમૂર્તિ લક્ષ્મીબાઈ અને ધર્મમૂર્તિ અહલ્યાબાઈની પેઠે ભારેમાં ભારે સંકટો વચ્ચે પણ રસ્તો કાઢી શકે. આ તથ્ય તો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001071
Book TitleJain Dharma ane Darshan
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages349
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy