________________
૨૦ • જૈન ધર્મ અને દર્શન
સેવા કરી શકે છે; જ્યારે મનુષ્ય સિવાયનું કોઈ પ્રાણી તેમ કરવા અસમર્થ છે. (૨) મનુષ્ય એ બીજા કોઈપણ જીવધારી કરતાં વધારે વિચાર અને વર્તનવાળો હોવાથી, તેમજ પોતાની શક્તિઓનો ઉપયોગ કરવાની સ્વતંત્રતા એનામાં સૌ કરતાં વધારે હોવાથી તે જેમ વધારેમાં વધારે બીજાઓને હેરાનકર્તા થઈ શકે છે તેમ બીજા કોઈ પણ જીવધારી કરતાં બીજાઓને માટે તે વધારે કલ્યાણકારક પણ નીવડે છે. એટલો વિકાસશીલ હોવાથી જ મનુષ્ય સૌથી પહેલાં દયા અને સેવા મેળવવાનો અધિકારી છે. મનુષ્યના જેટલો પોતાના જીવનનો વ્યાપક અને સરસ ઉપયોગ બીજું કોઈપણ પ્રાણી કરી શકતું નથી. (૩) મનુષ્યની સંખ્યા બીજા કોઈપણ જીવધારીઓ ક૨તાં ઓછી જ હોય છે, કારણ કે હંમેશાં વિકાસશીલ વર્ગ નાનો જ હોય છે. આટલો નાનકડો વર્ગ જો સુખી અને સમાધાનવાળો ન હોય તો ગમે તેટલી રાહત અને મદદ આપ્યા છતાં પણ બીજા જીવધારીઓ કદી સ્વસ્થ અને સુખી રહી ન શકે; એટલે કે મનુષ્યજાતિની સુખશાંતિ ઉપર જ બીજા જીવોની સુખશાંતિનો આધાર છે.
આ કારણોથી આપણે આપણી દયાનો ઝરો દરેક જંતુ ઉપર ભલે ચાલુ રાખીએ, તેમ છતાં વધારેમાં વધારે અને સૌથી પહેલાં માનવભાઈઓ ત૨ફ જ એ વહેતો રાખવો જોઈએ અને માનવભાઈઓમાં પણ જે આપણી પડોશમાં હોય, જે આપણા જાતભાઈઓ કે દેશવાસીઓ હોય તેમના તરફ આપણો દયાસ્ત્રોત પહેલો વહેવડાવવો જોઈએ. જો આ વિચારસરણી સ્વીકારવામાં અડચણ ન હોય તો, કહેવું જોઈએ કે, આપણી અહિંસા ને દયા એ બંનેનો ઉપયોગ અત્યારે આપણા દેશવાસીઓ માટે જ થવો ઘટે. આનું એક ખાસ કારણ એ છે કે આપણે રાજકીય પરતંત્રતામાં છીએ, અને પરતંત્ર પ્રજામાં સ્વતંત્ર ધર્મ કદી પોષાઈ શકતો જ નથી. જ્યારે મન, વચન અને શરીર એ ત્રણે ગુલામીમાં રંગામાં હોય, નિર્ભયપણે મન વિચા૨ ક૨વા ના પાડતું હોય, કરેલ નિર્ભય વિચાર ઉચ્ચારવામાં અર્થાત્ બીજાઓને કહેવામાં વચન ઉપર અંકુશ મુકાતો હોય અને અપવિત્રમાં અપવિત્ર તેમજ એકાંત અહિતકારક કેફી પીણાંનો ત્યાગ કરાવવા જેવી વાચિક અને શારીરિક પ્રવૃત્તિ ઉપર રાજદંડ પોતાનું બિહામણું મોઢું ફાડી ઊભો હોય, સ્વતંત્ર આત્માનાં બધાં જ વહેણો રાજભયથી અને શંકાના વાતાવરણથી થંભી ગયાં હોય, ત્યાં શુદ્ધ ધર્મ જેવી વસ્તુનો સંભવ જ રહેતો નથી. તેથી શુદ્ધ ધર્મની દૃષ્ટિએ પણ રાજકીય ગુલામી દૂર કરવા ખાતર સૌથી પહેલાં આપણા દેશવાસી ભાઈઓને જોઈતી મદદ આપવા તરફ જ સર્વપ્રથમ લક્ષ અપાવું જોઈએ અને આપણ બધાની મદદ આપવાની સર્વશક્તિ દેશની ગુલામી દૂર કરવામાં વપરાવી જોઈએ. એ જ અત્યારની આપણી અમારિ (અહિંસા) છે. જો આપણે રાજકીય ગુલામીમાં ન હોઈએ તો આપણા દેશમાં દિન ઊગે લાખો દુધાળ અને ખેતી ઉપયોગી પ્રાણીઓનો નાશ થાય છે તે થાય જ નહિ. આપણે આપણી ઇચ્છા પ્રમાણે દેશની વ્યવસ્થા કરી શકીએ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org