________________
ભગવાન મહાવીર અને જમાલિના મતભેદનું રહસ્ય - ૬૯ જામતારૂપે વર્ણન ન હોય તે સ્વાભાવિક છે; કારણ કે, દિગંબરો મહાવીરને અવિવાહિત જ માને છે, પણ મહાવીરના ભાણેજ અને શિષ્યરૂપે પણ જમાલિનું વર્ણન દિગંબરીય સાહિત્યમાં નથી, એ વાત શ્વેતાંબર અને દિગંબર સાહિત્યના મૌલિક અભ્યાસ માટે ખાસ અર્થસૂચક છે. જીવનસંબંધી સાહિત્ય
શ્વેતાંબર સાહિત્યમાં અંગ અને ઉપાંગ એ બંને પ્રકારનાં શાસ્ત્રો પ્રાચીન ગણાય છે. તે બંનેમાં જમાલિનો ઉલ્લેખ છે. સ્થાનાંગ નામના ત્રીજા અંગના સાતમા સ્થાનકમાં પૃ. ૪૧૧, સૂત્ર ૫૮૭) નિલવો (એટલે મહાવીરની આજ્ઞાના ઉત્થાપકો)ના ઉલ્લેખમાં જાતિનું નામ પ્રથમ આવે છે. ઔપપાતિક નામના ઉપાંગમાં પણ જમાલિનો નિર્તવ તરીકે ઉલ્લેખ છે. આવશ્યકનિર્યુક્તિ, વિશેષાવશ્યકભાષ્ય વગેરે પાછળના ગ્રંથોમાં તેનું વર્ણન નિલવ તરીકે જ આવે છે, પણ વધારે વિસ્તૃત અને વધારે માહિતી આપનારું વર્ણન તો ભગવતી' નામના પાંચમા અંગના નવમા શતકમાં ને ત્રીસમા ઉદ્દેશકમાં છે. તે સમગ્ર વર્ણન આપવાનું આ સ્થળ નથી. માત્ર પ્રસ્તુત લેખના મૂળ વિષયમાં ઉપયોગી થાય તેવી દૃષ્ટિથી અને તે વખતની સામાજિક મર્યાદા, ધાર્મિક જીવન અને તત્ત્વજ્ઞાનની માન્યતા જાણવામાં ઉપયોગી થાય તે દૃષ્ટિથી જમાલિના જીવનવૃત્તનો કેટલોક ભાગ અહીં આપવો આવશ્યક છે. જીવનવૃત્ત
ક્ષત્રિયકુમાર જમાલિ એ મહાવીરના જન્મસ્થાન ક્ષત્રિયકુંડનો નિવાસી હતો. તે મહાવીરની બહેન પ્રિયદર્શનાનો પુત્ર અને મહાવીરની પુત્રી સુદર્શનાનો પતિ હોઈ મહાવીરનો બેવડો સગો હતો. એ મોટો રાજા ન હતો, છતાં વૈભવશાળી તો હતો જ. એક વખતે શ્રમણ ભગવાન મહાવીર ક્ષત્રિયકુંડની બહાર ચૈત્યમાં ઉદ્યાનમાં) પધાર્યા. તેઓને વંદન કરવા અનેક લોકોની જેમ મોટા ઠાઠમાઠ સાથે તે ઉદ્યાનમાં આવ્યો. ભગવાન પાસે ધર્મોપદેશ સાંભળ્યો અને તેથી આકર્ષાયો. પહેલાં તો તેણે ભગવાનને કહ્યું કે હું નિર્ઝન્ય પ્રવચન એટલે આપનું શાસન સ્વીકારું છું; કારણ કે, તે મને રુચે છે. પછી તેણે ભિક્ષ થવાની ઇચ્છા પણ પ્રગટ કરી. શ્રમણ ભગવાને તે માટે જરાયે ઢીલ ન કરવા કહ્યું કે તરત જ ભિક્ષપદ માટે અનુમતિ મેળવવા જમલિ ઢીલ ન કરવા કહ્યું કે તરત જ ભિક્ષપદ માટે અનુમતિ મેળવવા જમાલિ ઘેર આવ્યો, અને માતાપિતાને તે માટે બહુ વીનવ્યા. પુત્રના તીવ્ર વૈરાગ્યની ખાતરી છતાં છેવટે માતાપિતાને તે માટે પોતાની ન છૂટકે અનુમતિ આપી. મોટી ધામધૂમપૂર્વક જમાલિએ બીજા પાંચસો પુરુષો સાથે શ્રમણ ભગવાન પાસે દીક્ષા લીધી અને અધ્યયન શરૂ કર્યું. ટૂંક વખતમાં
૧. આ માટે જુઓ પં. બેચરદાસના અનુવાદવાળું “ભગવતીસૂત્ર', પૃ. ૪૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org