________________
ભગવાન ઋષભદેવ અને તેમનો પરિવાર ૦ ૯ ઉપાસના જરાયે ઓછી ન હતી. કદાચ જૈનપરંપરામાં તો પાર્શ્વનાથ ને મહાવીરનું સ્થાન તે વખતે પણ આસન્ન ઉપકારક હોવાથી વધારે આકર્ષક હતું. તેમ છતાં ભાગવતકાર માત્ર ઋષભનું જ ચરિત્ર લે ને વર્ણવે; નેમિનાથ, પાર્શ્વનાથ ને મહાવીરના ચરિત્રને અન્ય પુરાણકારની પેઠે ભાગવતકાર ન સ્પર્શે, એનું કાંઈક કારણ હોવું જોઈએ. તે કા૨ણ મારી દૃષ્ટિએ એ છે કે ઋષભદેવની માન્યતા, પૂજા, ઉપાસના ને યશોગાથા જૈનપરંપરાની પેઠે જૈનેતર પરંપરામાં પણ પ્રથમથી ઓછેવત્તે અંશે એક અથવા બીજી રીતે અવશ્ય ચાલુ હતી અને તેથી જ એવો પણ સંભવ છે કે જે સંસ્કૃત કે પ્રાકૃત બ્રાહ્મણ પુરાણો ઉપરથી ભાગવતની નવેસર રચના થવાનો ઐતિહાસિક મત છે તે પ્રાચીન સંસ્કૃતપ્રાકૃત પુરાણોમાં ઋષભદેવ વિશે થોડું પણ કાંઈક લખાયેલું હોવું જોઈએ, જે વર્તમાન ભાગવતમાં પણ લેવાયું છે. આખી આર્યજાતિમાં એકસરખી રીતે ઋષભદેવની ઓછીવત્તી માન્યતા બહુ જ જૂના વખતથી ચાલી આવતી હોવી જોઈએ. બૌદ્ધ પરંપરામાં બુદ્ધનું સ્થાન અને બ્રાહ્મણ પરંપરામાં રામ, કૃષ્ણ વાસુદેવ તેમજ મહાદેવનાં સ્થાનો એટલી હદ સુધી પ્રતિષ્ઠા પામતાં ગયાં કે તેને જ પરિણામે બૌદ્ધ પરંપરાના સાહિત્યમાં તો ઋષભનું નામ આવવા ન જ પામ્યું અને બ્રાહ્મણ પરંપરાના ભાગવત જેવા ગ્રંથમાં ઋષભનું ચિત્ર જૂના રૂપમાં સચવાતું, પણ તે ભાગવતના વાસુદેવ અવતારમાં ગૌણ થઈ તેના તળમાં દબાઈ ગયું, જ્યારે જૈન સાહિત્યમાં અને જૈન પરંપરામાં એમ ન બન્યું. પાર્શ્વનાથ અને મહાવીરની જાહોજલાલીવાળા પ્રાચીન, મધ્ય તેમજ વર્તમાન યુગમાં પણ એ પુરાણપુરુષ ઋષભની પ્રતિષ્ઠા તેમજ ઉપાસના એકસરખી અખંડિત રહી. એ જ કારણને લીધે જૈન અને જૈનેતર વર્ગમાં ઋષભની માત્ર જૈન દેવ તરીકેની માન્યતાનો ભ્રમ પોષાતો આવ્યો. ખરું જોતાં એ પુરાણપુરુષ ચિરકાળથી ચાલી આવતી આખી આર્યપ્રજાનો સામાન્ય દેવ જ છે એ વિશે મને લેશ પણ શંકા નથી. મારી આ ધારણાની પુષ્ટિ નીચેની બે બાબતોથી થાય છે.
ઋષિપંચમી એ ઋષભપંચમી હોવી જોઈએ
પહેલી બાબત ઋષિપંચમીના પર્વની અને બીજી બાબત ક્યાંક પણ જૈનેતર વર્ગમાં ઋષભની ઉપાસના લગતી છે. ભાદરવા સુદ પાંચમ ઋષિપંચમી તરીકે જૈનેતર વર્ગમાં સર્વત્ર જાણીતી છે, જે પંચમી જૈન પરંપરા પ્રમાણે સાંવત્સરિક પર્વ મનાય છે. જૈન પરંપરામાં સાંવત્સરિક પર્વ એ બીજાં બધાંય પર્વો કરતાં ચઢિયાતું અને આધ્યાત્મિક હોઈ પર્વાધિરાજ મનાય છે. તે જ પર્વ વૈદિક અને બ્રાહ્મણ પરંપરામાં ઋષિપંચમીના પર્વ તરીકે ઊજવાય છે. આ પંચમી કોઈપણ એક કે અનેક વૈદિક પરંપરાના ઋષિઓના સ્મરણ તરીકે ઊજવાતી હોય એ જાણમાં નથી. બીજી બાજુ જૈનો તે જ પંચમ . સાંવત્સરિક પર્વ લેખી તેને મહાન પર્વનું નામ આપે છે ને તે દિવસે સર્વોત્તમ આધ્યાત્મિક જીવન અનુભવવા યત્નશીલ રહે છે. મને લાગે છે કે જૈન અને વૈદિક પરંપરાનાં જુદાં
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org