SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧. જ્ઞાનસંસ્થા અને સંઘસંસ્થા તથા તેનો ઉપયોગ જ્યાં માનવજાત છે ત્યાં જ્ઞાનનો આદર સહજ હોય જ છે, અને જરા ઓછો હોય તો એને જમાવવો પણ સહેલ છે. હિંદુસ્તાનમાં તો જ્ઞાનની પ્રતિષ્ઠા હજારો વર્ષથી ચાલી આવે છે. બ્રાહ્મણ અને શ્રમણ સંપ્રદાયની ગંગા-યમુનાની ધારાઓ માત્ર વિશાળ જ્ઞાનના ૫ટ ઉ૫૨ જ વહેતી આવી છે, અને વહે જાય છે. ભગવાન મહાવીરનું તપ એટલે બીજું કાંઈ જ નહિ, પણ જ્ઞાનની ઊંડી શોધ. જે શોધ માટે એમણે તન તોડ્યું, રાતદિવસ ન ગણ્યાં અને તેમની જે ઊંડી શોધ જાણવા-સાંભળવા હજારો માણસોની મેદની તેમની સામે ઊભરાતી, તે શોધ એ જ જ્ઞાન, અને એના ઉપર જ ભગવાનના પંથનું મંડાણ છે. ભગવાનના નિર્વાણ પછી એમના અનુભવજ્ઞાનનો આસ્વાદ લેવા એકત્ર થયેલ અથવા એકત્ર થનાર હજારો માણસો એ જ્ઞાન પાછળ પ્રાણ પાથરતા. એ જ્ઞાને શ્રુત અને આગમ નામ ધારણ કર્યું. એમાં ઉમેરો પણ થયો અને સ્પષ્ટતાઓ પણ થતી ચાલી. જેમ જેમ એ શ્રુત અને આગમના માનસરોવરને કિનારે જિજ્ઞાસુ હંસો વધારે અને વધારે આવતા ગયા તેમ તેમ એ જ્ઞાનનો મહિમા વધતો ચાલ્યો. એ મહિમાની સાથે જ એ જ્ઞાનને મૂર્ત કરનાર એનાં સ્થૂળ સાધનોનો પણ મહિમા વધતો ચાલ્યો. સીધી રીતે જ્ઞાન સાચવવામાં મદદ કરનાર પુસ્તક-પાનાં જ નહિ, પણ તેના કામમાં આવનાર તાડપત્ર, લેખણ, શાહીનો પણ જ્ઞાનના જેટલો જ આદર થવા લાગ્યો. એટલું જ નહિ, પણ એ પોથી–પાનાનાં બંધનો, તેને રાખવા મૂકવા અને બાંધવાનાં ઉપકરણો પણ બહુ જ સત્કારાવા લાગ્યાં. જ્ઞાન આપવા અને મેળવવામાં જેટલું પુણ્યકાર્ય, તેટલું જ જ્ઞાનનાં સ્થૂળ ઉપકરણોને આપવા અને લેવામાં પુણ્યકાર્ય મનાવા લાગ્યું. જ્ઞાનપ્રાપ્તિ માટે અનેક તપો યોજાયાં હતાં. એવાં તપો જાહેરમાં વધારે આવે અને ચોમેર જ્ઞાનનું આકર્ષણ વધે એટલા માટે મોટાં મોટાં જ્ઞાનતપનાં ઉત્સવો અને ઉષ્મણાંઓ યોજાયાં, તેની અનેક જાતની પૂજાઓ રચાઈ, ગવાઈ અને તેને લીધે એવું વાતાવરણ બની ગયું કે જૈનનો એકેએક બચ્ચો વગર ભણે એમ સમજવા મંડી ગયો કે કરોડો ભવનાં પાપ એક જ પદના કે એક જ અક્ષરના જ્ઞાનથી બળી શકે છે.’ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001071
Book TitleJain Dharma ane Darshan
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages349
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy