________________
જૈન દષ્ટિએ બ્રહ્મચર્ય-વિચાર • ૨૭૧ સૂત્રકાર કહે છે કે પૂર્વોક્ત નિષિદ્ધ પ્રવૃત્તિમાંની કોઈપણ પ્રવૃત્તિ કરનાર બ્રહ્મચારી પોતાનું બ્રહ્મચર્ય તો ખોશે જ, તદુપરાંત એને કામજન્ય માનસિક કે શારીરિક રોગો પણ થવાનો સંભવ છે.
બ્રહ્મચારી પણ રહે છે તો જનસમાજમાં જ, એટલે એની આંખે રૂપો અને કાને શબ્દો વગેરે ન આવે એ તો ન જ બને; તો હવે શું એણે જનસમાજમાં ન રહેવું ? રૂપો, શબ્દો વગેરેને ન આવવા દેવા? કે આંખ અને કાને પડદા રાખવા ? સૂત્રકારે આનો ઉત્તર ટૂંકો પણ સચોટ રીતે આપેલો છે, જે આ રીતે છે : આંખે આવતાં રૂપોનો અને કાને પડતા ધ્વનિ વગેરેનો પરિહાર શક્ય જ નથી, પણ તેને પ્રસંગે એ રૂપો કે શબ્દો વગેરેને લીધે પોતાની પ્રવૃત્તિમાં રાગને કે દ્વેષને ન થવા દેવો, અર્થાતુ એવે વખતે બ્રહ્મચારીએ વસ્તુસ્વભાવનું ચિંતન કરવું યા તો સર્વથા ઉદાસીન રહેવું સ્પ, ગંધો અને રસો માટે એ ન્યાય ઘટાવી લેવો. ઉપર્યુક્ત સમાધિસ્થાનો ઉપરાંત બ્રહ્મચારી ભિક્ષુભિક્ષુણીઓ માટે બીજાં પણ કેટલાંક વિધાનો કરવામાં આવ્યાં છે, જેમકે પથારી કઠણ રાખવી, પથારી ઉપરનો ઓછાડ સુંવાળા કપડાંનો ન રાખવો. સુંવાળાં વસ્ત્રો ન પહેરવાં, ભિક્ષુણીએ હાથાવાળાં આસનો પર ન બેસવું અને આખું કેળું ન લેવું, ભિક્ષુએ સાંકડા મોંનાં પાત્રો ન રાખવાં, વગેરે વગેરે. ૫ બ્રહ્મચર્યના સ્વરૂપની વિવિધતા અને તેની વ્યાપ્તિ
ઉપર આપેલી બીજી વ્યાખ્યા પ્રમાણે કામસંગના ત્યાગરૂપ બ્રહ્મચર્યનો જે ભાવ સાધારણ લોકો સમજે છે તે કરતાં ઘણો સૂક્ષ્મ અને વ્યાપક ભાવ જૈન શાસ્ત્રોમાં લેવાયો છે. જ્યારે કોઈ વ્યક્તિ જૈન ધર્મની મુનિદીક્ષા લે છે ત્યારે તે વ્યક્તિ વડે લેવાતી પાંચ પ્રતિજ્ઞાઓમાં ચોથી પ્રતિજ્ઞા રૂપે એવા ભાવના બ્રહ્મચર્યનો સ્વીકાર કરવામાં આવે છે. એ પ્રતિજ્ઞા આ પ્રમાણે છે: હે પૂજ્ય ગુરો ! હું સર્વ મૈથુનનો પરિત્યાગ કરું છું; અર્થાત્ દૈવી, માનુષી કે તૈર્યચી પશુપક્ષી સંબંધી) કોઈપણ જાતના મૈથુનને હું મનથી, વાણીથી અને શરીરથી, જીવનપર્યત નહિ એવું, તેમજ મનથી, વચનથી અને શરીરથી ત્રણ પ્રકારે બીજા પાસે જીવનપર્યત સેવરાવીશ નહિ અને બીજો કોઈ મૈથુન સેવતો હશે તો તેમાં હું એ જ ત્રણ પ્રકારે જીવનપર્યત અનુમતિ પણ નહિ આપું.
૧૩. “ન સર્વી, સોરું સદ્દા (2) સોવિયHITયા |
रागदोषा उ ले तत्थं तं भिक्ख परिवज्जए । ण सक्का ख्मद्दट्टुं चक्खुविसयमागयं । रागदोषा उ जे तत्थ तं भिक्खू परिवज्जए ।'
ઈત્યાદિ, આચારાંગસૂત્ર વિમુક્તિ-અધ્યયન છેલ્લું. ૧૪. જુઓ કલ્પસૂત્ર પંચમ ઉદ્દેશ, સૂ. ૧૫-૪૭.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org