________________
જૈન દષ્ટિએ બ્રહ્મચર્ય-વિચાર • ૨૭૩ સ્વદારસંતોષ વ્રતને નામે પ્રસિદ્ધ છે. પરંતુ અપૂર્ણ બ્રહ્મચર્ય વ્રતની ઉમેદવાર સ્ત્રી હોય તો તે પોતાના વિવાહિત એક પતિ સિવાય અન્ય પુરુષના ભોગનો ત્યાગ કરતી. એનો એ ત્યાગ “સ્વપતિસંતોષ' નામે જૈન સમાજમાં જાણીતો છે. પુરુષનું સ્વદારસંતોષવ્રત અને સ્ત્રીનું સ્વપતિસંતોષવ્રત એવા બે ભેદો સામાન્ય રીતે અપૂર્ણ બ્રહ્મચર્યવ્રતના પડે છે. અંતઃકરણમાં રહેલી સારી ધર્મનિષ્ઠા જો માણસને સંયમની દિશામાં પ્રેરે છે તો તેની સાથે રહેવા પામેલી ઓછીવત્તી વાસનાઓ તેને કાં તો અસંયમની દિશામાં અગર સ્વીકારેલ નિયમમાં બારીઓ અને છૂટ શોધવા પ્રેરે છે. સાહસવૃત્તિ, તર્કવૃત્તિ અને નિરંકુશતાનો જોગ જો ધર્મનિષ્ઠા સાથે થાય તો તેમાંથી સંયમનાં ફળો જન્મે છે. અને જો તેમનો જોગ વાસના અને ખાસ કરી કામવાસના સાથે થાય તો તેમાંથી અસંયમ જ નહિ પણ સ્વીકારેલ સંયમમર્યાદા સુધ્ધાંમાં અનેક છૂટોની શોધને પરિણામે ભયંકર અધ:પાત પણ જન્મે છે. જોકે પુરુષના સ્વાદારસંતોષ વ્રતમાં બે, પાંચ કે દશ જ નહિ પણ સેંકડો અને હજારો સ્વવિવાહિત સ્ત્રીઓના ભોગનો સમાવેશ થવા જેટલો અવકાશ આર્યાવર્તની લગ્નપ્રથાને લીધે હતો જ, છતાં સાહસ, તર્ક અને નિરંકુશતાએ પુરુષને પ્રશ્ન કરાવ્યો કે વેશ્યા જેવી સર્વસાધારણ સ્ત્રી, જે અન્ય દ્વારા વિવાહિત નથી, તેને પૈસા કે બીજી લાલચથી થોડા વખત સુધી પોતાની સ્ત્રી જ માની ભોગવવામાં સ્વદારસંતોષવ્રતનો ભંગ શા માટે ગણવો જોઈએ? કારણ કે સ્વદારસંતોષવ્રતનો ધ્વનિ પરસ્ત્રીત્યાગ તરફ છે, અને વેશ્યા એ કાંઈ પરસ્ત્રી તો નથી જ. એ તો સાધારણ સ્ત્રી હોવાથી જો બીજાની હોય તો પોતાની પણ છે જ. માટે સ્વદારસંતોષવ્રતની મર્યાદામાં વેશ્યાસેવન બાધક શાને ગણવું જોઈએ ? પુરુષના આ એક કટિલ પ્રશ્નને લીધે સ્વદારસંતોષવ્રતમાંથી પરદારત્યાગનો જન્મ થયો અને સ્વદારસંતોષવ્રત તેમજ પરદારત્યાગવ્રત એ બેના અર્થમાં આપોઆપ ભેદ નિશ્ચિત થયો.
- જ્યારે અપૂર્ણ બ્રહ્મચર્ય લેનાર પુરુષ માટે સ્વદારસંતોષ અને પરદારત્યાગ એ બે વ્રતો જુદાં કલ્પાયાં ત્યારે અર્થભેદની કલ્પના આ રીતે કરી ઃ જે પોતાની વિવાહિત સ્ત્રીમાં જ સંતુષ્ટ રહેવા ઈચ્છે તે સ્વદારસંતોષવ્રત લે. એ વ્રત લેનાર જેમ પરસ્ત્રી ન સેવી શકે તેમ વેશ્યાસેવન પણ ન કરી શકે, પરંતુ જે વિવાહિત સ્ત્રી ઉપરાંત વેશ્યાસેવન તજવા ન ઇચ્છે, માત્ર અન્ય પુરષોએ પરણેલી એવી સ્ત્રીઓનો જ ત્યાગ કરવા ઇચ્છે તે પરદારત્યાગવત લે. એ વ્રત લેનારને સ્વવિવાહિત સ્ત્રી અને સાધારણ વેશ્યા એ બંનેનો ભોગ બાધક નથી ગણાયો. તેને ફક્ત પરવિવાહિત સ્ત્રીનો ભોગ જ બાધક ગણાયેલો છે. આ રીતે એક જ કાયદામાંથી અનેક અર્થો નીકળે છે તેમ પુરુષના એક જ ગંભીર સ્વરદારસંતોષવ્રતમાંથી બે અર્થવાળા બે વ્રતો જમ્યાં. પણ પુરુષનું પૌરુષ કાંઈ એટલેથી જ અટકે? તેથી વળી તેને શંકા થઈ કે પરસ્ત્રી એટલે જેનો વિવાહિત પતિ હોય અને જે પર–પતિનું રક્ષણ મેળવતી હોય તે. પરસ્ત્રીની આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org