________________
ર૭૪ • જૈન ધર્મ અને દર્શન વ્યાખ્યામાં કુમારી સ્ત્રીનો, વિધવાનો કે જેનો પતિ ક્યાંય ચાલ્યો ગયો હોય પ્રોષિતભર્તકા) તેવી સ્ત્રીનો સમાવેશ થઈ ન શકે અને તેથી પરદારત્યાગનું વ્રત લેનારને તેવી કુમારી કન્યા, વિધવા કે પ્રોષિતભર્તૃકા સ્ત્રીનો ભોગ બાધક શા માટે ગણાવો જોઈએ ? પુરુષની આ શંકા પરંપરાએ પરદાવ્રતમાંથી બીજાં અનેક વ્રતો જન્મવવાની પરિસ્થિતિ ઉત્પન્ન કરી, પણ દીર્ઘદૃષ્ટિ આચાર્યોએ અનવસ્થાદોષના ભયથી બીજાં નવાં વતોની કલ્પના અટકાવી અને એ શંકાનું નિવારણ બીજી જ રીતે કર્યું.
પરંતુ આર્યાવર્તની સ્ત્રીને શંકાજનક તત્ત્વોનો પુરુષ જેટલો વારસો નથી મળ્યો, એટલે તેના સ્વપતિસંતોષવ્રતનો અર્થ ચોક્કસ અને એકસરખો રહ્યો છે. તેને લીધે ભારતવર્ષની સાધ્વી સ્ત્રીઓને પુરુષની પૂર્વોક્ત કલ્પનાની પેઠે એવી કલ્પના ન જ ઊગી કે પરપતિત્યાગ એટલે જે કોઈ પુરુષ કોઈ સ્ત્રીનો પંચસાક્ષિક પતિ છે તેનો જ માત્ર ત્યાગ અને જે કુમાર છે, વિધુર છે અથવા કોઈ સ્ત્રીનો નિયત પતિ નથી પણ ગણિકા જેવો અનિયત છે એ બધા પુરુષોનો ત્યાગ નહિ. એથી એ વ્રત લેનાર સ્ત્રીને પોતાના વિવાહિત પતિ સિવાય કોઈપણ પુરુષનું સેવન બાધક જ લેખાયું છે, પછી ભલે તે અન્ય પુરુષ કોઈ બીજી સ્ત્રીનો વિવાહિત પતિ હોય કે વિધુર કે અવિવાહીત કુમાર હોય. સંયમશીલ સ્ત્રીના સભાગ્યે તેના પરપતિત્યાગવ્રતના અર્થમાં જરાયે છૂટ થવાને બદલે ઊલટી તેમાં વધારે નિયમિતતા નક્કી કરવામાં આવી છે. તે જેમ જાણવા જેવી છે તેમ સરખામણીમાં આશ્ચર્યજનક પણ છે. સ્વપતિસંતોષવ્રત લેનાર સ્ત્રીને જો સપત્ની (શોક) હોય તો સપત્નીના વારાને દિવસે પોતાના વિવાહિત પતિ સુધ્ધાંનો ત્યાગ સૂચવવામાં આવ્યો છે અને તેનો ભોગ વ્રતને બાધક માનવામાં આવ્યો છે. જ્યારે સ્વદારસંતોષવ્રત લેનાર પુરુષ જો અનેક પત્નીઓનો સ્વામી હોય અને એક સ્ત્રીના વારાને દિવસે બીજી સ્ત્રીનો ભોગ પસંદ કરે તો તેને માટે કાંઈ વિધિનિષેધ સૂચવાયો નથી. આ રીતે પુરુષના અપૂર્ણ બ્રહ્મચર્યવ્રતમાંથી અનેક ફાંટાઓ પડ્યાનો ટૂંકો ઈતિહાસ છે.
સર્વબ્રહ્મચર્ય તે નવ પ્રકારનું બ્રહ્મચર્ય અને દેશબ્રહ્મચર્ય તે આંશિક બ્રહ્મચર્ય. તેનું વધારે સ્વરૂપ આ પ્રમાણે છે : મન, વચન અને શરીર એ પ્રત્યેક દ્વારા સેવવું, સેવરાવવું અને સેવનની અનુમતિ આપવી એ નવે કોટીથી સર્વબ્રહ્મચારીને કામાચારનો ત્યાગ હોય છે. સાધુ કે સાધ્વી તો સંસારનો ત્યાગ કરતાં જ એ નવે કોટીના પૂર્ણ બ્રહ્મચર્યનો નિયમ લે છે અને ગૃહસ્થ પણ તેનો અધિકારી થઈ શકે છે. પૂર્ણ બ્રહ્મચર્યની એ નવે કોટી ઉપરાંત એ પ્રત્યેક કોટીને દ્રવ્ય ક્ષેત્ર, કાળ અને ભાવની મર્યાદા પણ છે. એ દરેક મર્યાદા ક્રમશઃ આ પ્રમાણે છે : કોઈપણ સજીવ કે નિર્જીવ આકૃતિઓ સાથે નવે કોટીથી કામાચારનો નિષેધ એ દ્રવ્યમર્યાદા. ઉપરનો લોક, નીચેનો લોક અને તિરછો લોક એ ત્રણેમાં નવે કોટીએ કામાચારનો ત્યાગ એ ક્ષેત્રમર્યાદા. દિવસે, રાત્રિએ કે એ સમયના કોઈ ભાગમાં એ જ નવે કોટીથી કામાચારનો નિષેધ એ કાળમર્યાદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org