SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ ભગવાન ઋષભદેવ અને તેમનો પરિવાર • ૨૧ આન્તજ્ઞતીય લગ્ન, અંતર્વર્ણલગ્ન તેમજ આન્તરરાષ્ટ્રીય લગ્ન ઈત્યાદિ અનેક સામાજિક સંબંધોનાં વિવિધ પાસાંઓ વિશે ઘટતો પદાર્થપાઠ અને જોઈતું બળ મેળવી શકીએ. ભરત સુંદરીને પરણવા ઇચ્છતો. સુંદરી ભરતને અપાત્ર ગણતી એમ તો નહિ, પણ તે લગ્ન કરવા જ ઈચ્છતી ન હતી. તે બ્રાહ્મીને પગલે જ ચાલી સંન્યાસધર્મ સ્વીકારવા ઈચ્છતી. એ તે વખતની સમાજરચના પ્રમાણે તેમજ પોતાના કુટુંબની મર્યાદા પ્રમાણે ઊછરેલી તદ્દન સ્વતંત્રપણે, તેમ છતાં ભારતની ઈચ્છાનો સ્પષ્ટ ઈનકાર ન કરતાં તેણે ઉગ્ર તપ આચરી સૌંદર્ય કરમાવી ભારતનું આકર્ષણ નાબૂદ કરવાનો માર્ગ સ્વીકાર્યો. શું સુંદરીનું આ વલણ ઋષભની પુત્રી અને બાહુબળીની બહેનને શોભે એવું છે કે મધ્યયુગની કોઈ અબળાને લાગુ પડે તેવું છે ? વિચારકને સુંદરીના એ તપોનુષ્ઠાનમાં ઐકાન્તિક નિવૃત્તિધર્મના યુગની છાપ જણાયા વિના ભાગ્યે જ રહી શકે. ગમે તેમ હો, પણ આ સ્થળે સુંદરી અને ભારતના યુગલની ઝર્વેદના મીયમ યુગલ સાથે સરખામણી ખાસ કરવા જેવી છે. ઋગ્વદમાં યમી સગા ભાઈ યમને પોતાને વરવા પ્રાર્થે છે. જ્યારે ભાઈ યમ તેને કોઈ બીજા પુરુષની પસંદગી કરવા ને પોતાને ન પજવવા કહે છે ત્યારે યમી ચંડી બની ભાઈ યમને હીજડો સુધ્ધાં કહી તિરસ્કારે છે. સુંદરીના કિસ્સામાં તેથી છેક જ ઊલટું છે. ભરત સુંદરીને વરવા માગે છે, જ્યારે સુંદરી ભાઈ ભરતની માગણીને પસંદ નથી કરતી. માગણીનો અસ્વીકાર કરતાં સુંદરી નથી રોષે ભરાતી, કે સુંદરીનું ઊલટું વલણ જોવા છતાં નથી ભરત રોષે ભરાતો. ઊલટું બંનેમાં આંતરિક સૌમનસ્ય જામે છે અને વધે છે. યમીયમનો તેમજ સુંદરી-ભરતનો પ્રસંગ એ ભાઈબહેન વચ્ચેના લગ્નવહેવારની નીતિના અંતના પ્રસંગો હોય તેમ લાગે છે. પણ ઋગ્વદના વમ-યમી સૂક્તમાં નોંધાયેલ પ્રસંગ કરતાં જૈન પરંપરામાં નોંધાયેલ સુંદરી-ભરતનો પ્રસંગ ઉભયપક્ષે સાત્ત્વિક છે; કારણ કે, પહેલા પ્રસંગમાં યમી સાત્ત્વિકતા ગુમાવે છે, જ્યારે બીજા પ્રસંગમાં સુંદરી અને ભરત બંને સાત્ત્વિકતામાં સ્નાન કરી તરબોળ થાય છે. બાહુબળીને પ્રતિબોધ કરવાનો મુદ્દો અનેક દૃષ્ટિએ મહત્ત્વનો છે. પહેલી વાત તો એ કે મહાન બલી તેમજ અભિમાની પુરુષકેસરી સાધુ પ્રતિબોધનું લક્ષ્ય છે અને પ્રતિબોધ કરનાર બે અબળાઓ તેમજ દરજ્જામાં ઊતરતી સાધ્વીઓ છે. છતાં પ્રતિબોધનું પરિણામ અતિ આશ્ચર્યજનક આવે છે. બહેનોની નમ્ર પણ નિર્ભય ટકોર ભાઈને સીધી રીતે હાડોહાડ સ્પર્શે છે, ને તે ક્ષણમાત્રમાં પોતાની ભૂલ કોઈ બીજી જ ક્ષણે તેનું સંશોધન કરી નાખે છે. શું આજકાલના તુમુલ ધાર્મિક યુદ્ધમાં સપડાયેલ ગૃહસ્થ કે સાધુ પુરુષવર્ગને તેમની ભૂલ સમજાવે ને સાચેસાચી આંખ ઉઘાડે એવી કોઈ, વધારે નહિ તો કોઈ એકાદ બહેન, બ્રાહ્મી–સુંદરીનું સદા પ્રાતઃસમરણ કરનાર જૈન સમાજમાં છે? શું બ્રાહ્મી–સુંદરીનું મહત્ત્વ ગાનાર અત્યારનો આખો જૈન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001071
Book TitleJain Dharma ane Darshan
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages349
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy