________________
ધર્મવીર મહાવીર અને કર્મવીર કૃષ્ણ • ૨૭ નરનારીઓ ક્ષમા, સંતોષ, તપ, ધ્યાન આદિ ગુણો કેળવવા જિંદગી અર્પે છે અને તે ગુણોની પરાકાષ્ઠાએ પહોંચેલ એવી પોતાની શ્રદ્ધાસ્પદ મહાવીર–બુદ્ધ જેવી મનુષ્યવ્યક્તિઓની ધ્યાન દ્વારા કે મૂર્તિ દ્વારા પૂજા કરે છે. આ રીતે માનવપૂજાનો ભાવ વધવાની સાથે જ દેવમૂર્તિનું સ્થાન મનુષ્યમૂર્તિ વિશેષ પ્રમાણમાં લે છે.
મહાવીર અને બુદ્ધ જેવા તપસ્વી, ત્યાગી અને જ્ઞાની પુરુષો દ્વારા સદ્ગુણોની ઉપાસનાને વેગ મળ્યો અને તેનું પરિણામ ક્રિયાકાણ્ડપ્રધાન બ્રાહ્મણસંસ્કૃતિ ઉપર સ્પષ્ટ આવ્યું. તે એ કે જે બ્રાહ્મણ સંસ્કૃતિ એક વાર દેવ, દાનવ અને દૈત્યોની ભાવનામાં તથા ઉપાસનામાં મુખ્યપણે મશગૂલ હતી, તેણે પણ મનુષ્યપૂજાને સ્થાન આપ્યું. લોકો હવે અદશ્ય દેવને બદલે કોઈ મહાન વિભૂતિરૂપ મનુષ્યને પૂજવા, માનવા અને તેનો આદર્શ જીવનમાં ઉતારવા તત્પર હતા. એ તત્પરતા શમાવવા બ્રાહ્મણ સંસ્કૃતિએ પણ રામ અને કૃષ્ણના માનવીય આદર્શો રજૂ કર્યા તેમજ તેમની મનુષ્ય તરીકેની પૂજા ચાલી. મહાવીરબુદ્ધયુગ પહેલાં રામ-કૃષ્ણની આદર્શ મનુષ્ય તરીકેની વિશિષ્ટ પૂજા કે પ્રતિષ્ઠાનાં ચિહ્નો ક્યાંય શાસ્ત્રમાં દેખાતાં નથી. તેથી ઊલટું મહાવીર–બુદ્ધયુગ પછી કે તે યુગની સાથે સાથે રામ અને કૃષ્ણની મનુષ્ય તરીકેની પૂજા પ્રતિષ્ઠાના પ્રમાણો આપણને સ્પષ્ટ મળી આવે છે. તેથી અને બીજાં સાધનોથી એમ માનવાને ચોક્કસ કારણ મળે છે કે માનવીય પૂજાપ્રતિષ્ઠાનો પાકો પાયો મહાવીર-બુદ્ધના યુગથી નંખાય છે અને દેવપૂજક વર્ગમાં પણ મનુષ્યપૂજાના વિવિધ પ્રકારો અને સંપ્રદાયો શરૂ થાય છે. મનુષ્યપૂજામાં દેવી ભાવનું મિશ્રણ
લાખો અને કરોડો માણસોના મનમાં જે સંસ્કારો સેંકડો અને હજારો વર્ષો થયાં રૂઢ થયેલા હોય છે તે કોઈ એકાદ પ્રયત્નથી કે થોડા વખતમાં બદલવા શક્ય નથી હોતા તેથી અલૌકિક દેવમહિમા, દેવી ચમત્કારો અને દેવપૂજાની ભાવનાના સંસ્કારો પ્રજામાનસમાંથી મૂળમાંથી ખસ્યા ન હતા. તેને લીધે બ્રાહ્મણ સંસ્કૃતિએ રામ અને કૃષ્ણ જેવા પુરુષોને આદર્શ તરીકે મૂકી તેમની પૂજાપ્રતિષ્ઠા શરૂ કરી; છતાં પ્રજામાનસ દેવી ભાવ સિવાય સંતુષ્ટ થાય એવી સ્થિતિમાં આવ્યું ન હતું. તેને લીધે તે વખતના બ્રાહ્મણ સંસ્કૃતિના આગેવાન વિદ્વાનોએ જોકે રામ અને કૃષ્ણને મનુષ્ય તરીકે આલેખ્યાવર્ણવ્યા, છતાં તેમના આન્તરિક અને બાહ્ય જીવન સાથે અદશ્ય દેવી અંશ અને અદશ્ય દેવી કાર્યનો સંબંધ પણ જોડી દીધો. એ જ રીતે મહાવીર અને બુદ્ધ આદિના ઉપાસકોએ એમને શુદ્ધ મનુષ્ય તરીકે જ આલેખ્યા, છતાં તેમના જીવનના કોઈ ને કોઈ ભાગ સાથે અલૌકિક દેવતાઈ સંબંધ પણ જોડી દીધો. બ્રાહ્મણ સંસ્કૃતિ એક અને અખંડ આત્મતત્ત્વને માનનારી હોવાથી તેણે પોતાના તત્ત્વજ્ઞાનને બંધબેસે તેમજ સ્થૂળ લોકોની દેવપૂજાની ભાવના સંતોષાય એ રીતે રામ અને કૃષ્ણના મનુષ્યજીવનને દેવી ચીતર્યું. એણે પરમાત્મા વિષ્ણુને જ રામ અને કૃષ્ણના માનવીય રૂપમાં અવતાર લીધાનું વર્ણવ્યું. જ્યારે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org