________________
૪. ધર્મવીર મહાવીર અને કર્મવીર કૃષ્ણ
દૈવીપૂજામાંથી મનુષ્યપૂજાનો ક્રમિક વિકાસ
જેમ બીજા દેશો અને બીજી પ્રજામાં તેમ આ દેશ અને આર્ય પ્રજામાં પણ જૂના વખતથી ક્રિયાકાષ્ઠ અને વહેમનાં રાજ્યોની સાથે સાથે થોડો પણ આધ્યાત્મિક ભાવ હતો. વૈદિક મંત્રયુગ અને બ્રાહ્મણયુગના વિસ્તૃત અને જટિલ ક્રિયાકાડો જ્યારે થતાં ત્યારે પણ આધ્યાત્મિક ચિંતન, તપનું અનુષ્ઠાન અને ભૂતદયાની ભાવના એ તત્ત્વો. પ્રજામાં ઓછા પ્રમાણમાં પણ પ્રવર્તતાં હતાં. ધીમે ધીમે સગુણોનો મહિમા વધવા લાગ્યો. અને ક્રિયાકલાપ તથા વહેમોનું રાજ્ય ઘટતું ચાલ્યું. જેમ જેમ પ્રજાના માનસમાં સગુણોની પ્રતિષ્ઠાએ સ્થાન મેળવ્યું તેમ તેમ તેના માનસમાંથી ક્રિયાકલાપ અને વહેમોની પ્રતિષ્ઠાએ સ્થાન ગુમાવ્યું. ક્રિયાકલાપ અને વહેમોની પ્રતિષ્ઠા સાથે હંમેશાં અદશ્ય શક્તિનો સંબંધ જોડાયેલો હોય છે. જ્યાં સુધી કોઈ અદશ્ય શક્તિ પછી તે દેવ, દાનવ, દૈત્ય, ભૂત, પિશાચ કે એવા બીજા કોઈ ગમે તે નામથી ઓળખવામાં આવે) માનવામાં કે મનાવવામાં ન આવે ત્યાં સુધી ક્રિયાકાષ્ઠો કે વહેમો ચાલી કે જીવી શકે જ નહિ; એટલે ક્રિયાકામ્યો અને વહેમોના રાજ્ય વખતે તેની સાથે દેવપૂજા અનિવાર્યરૂપે સંકળાયેલી હોય એ તદ્દન સ્વાભાવિક છે. એથી ઊલટું સદ્ગણોની ઉપાસના અને પ્રતિષ્ઠા સાથે કોઈ અદશ્ય દેવશક્તિનો નહિ, પણ પ્રત્યક્ષ દેખી શકાય એવી મનુષ્યવ્યક્તિનો સંબંધ હોય છે. સદ્દગુણોની ઉપાસના કરનાર કે બીજા પાસે તે આદર્શ રજૂ કરનાર વ્યક્તિ કોઈ વિશિષ્ટ મનુષ્યને જ પોતાનો આદર્શ માની તેનું અનુકરણ કરવા પ્રયત્ન કરે છે. એટલે સદ્ગણોની પ્રતિષ્ઠા વધવાની સાથે સાથે અદશ્ય એવા દેવની પૂજાનું સ્થાન દૃશ્ય મનુષ્યની પૂજા લે છે. મનુષ્યપૂજાની પ્રતિષ્ઠા
જોકે સદ્દગુણોની ઉપાસના અને મનુષ્યપૂજા પ્રથમથી વિકસિત થતાં આવતાં હતાં, છતાં ભગવાન મહાવીર અને બુદ્ધ એ બે મહાન પુરુષોના સમયમાં એ વિકાસ અસાધારણ વિશેષતા પ્રાપ્ત કરી, જેને લીધે ક્રિયાકાંડ અને વહેમોના કિલ્લાની સાથે. સાથે તેના અધિષ્ઠાયક અદશ્ય દેવોની પૂજાને ભારે આઘાત પહોંચ્યો. ભગવાન મહાવીર અને બુદ્ધનો યુગ એટલે ખરેખર મનુષ્યપૂજાનો યુગ. આ યુગમાં સેંકડો અને હજારો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org