SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૦ • જૈન ધર્મ અને દર્શન એક જમાનો એવો હતો કે જ્યારે જાતિપરત્વે જૈનોમાં દીક્ષાની તકરાર હતી, અને તે તકરાર કાંઈ જેવીતેવી નહિ પણ ભારેમાં ભારે હતી. એના બંને પક્ષકારો સામસામા મહાભારતના કૌરવ-પાંડવ સૈનિકોની પેઠે ભૂતબદ્ધ ગોઠવાયા હતા. એની પાછળ સેંકડો પંડિતો અને ત્યાગી વિદ્વાનો રોકાતા, શક્તિ ખર્ચતા અને પોતપોતાના પક્ષની સત્યતા સ્થાપવા ખાતર રાજસભામાં જતા અને રાજ્યાશ્રય તેમજ તેવો બીજો આશ્રય, બીજી કોઈ રીતે નહિ તો, છેવટે મંત્ર, યંત્ર, તંત્ર, વશીકરણ, જ્યોતિષ અને વૈદકની ભ્રમણા દ્વારા પણ, મેળવતા. વળી સ્ત્રી દીક્ષા ન જ લઈ શકે અને એ પુરુષની પેઠે જ સંપૂર્ણપણે લઈ શકે એટલો જ દીક્ષાપરત્વે આ ઝઘડો ન હતો, પણ બીજા અનેક ઝઘડા હતા. દીક્ષિત વ્યક્તિ મોરપીંછ રાખે, ગૃધ્રપીંછ રાખે, બલાકપીંછ રાખે કે ઊનનું તેવું કાંઈ સાધન રાખે; વળી દીક્ષિત વ્યક્તિ કપડાં ન પહેરે અગર પહેરે, અને પહેરે તો ધોળાં પહેરે કે પીળાં; વળી એ કપડાં કદી ધૂવે જ નહિ કે ધૂવે પણ ખરાં, વળી એ કપડાં કેટલાં અને કેવડાં રાખે – આ વિશે પણ મતભેદો હતા, તકરારો હતી, પક્ષાપક્ષી હતી અને વિદ્વાનો પોતપોતાનો પક્ષ સ્થાપવા શાસ્ત્રાર્થો કરતા અને ગ્રંથો લખતા. ત્યારે છાપાં તો ન હતાં, પણ તાડપત્રો અને કાગળો ઉપર લખાતું ખૂબ. ફક્ત એ તકરારોનાં શાસ્ત્રો જુદાં તારવીએ તો એક મોટો ઢગલો થાય. આજે કૉલેજોમાં અને ખાનગી વિદ્યાલયોમાં એ ગ્રંથો શીખવવામાં આવે છે, પણ એ શીખનારને એમાં ભૂતકાળમાં તર્કો અને દલીલોનાં મડદાં ચીરવામાં વિશેષ રસ નથી આવતો, તેઓ જો તર્કરસિક અને ભાષાલાલિત્યના રસિક હોય તો પોતપોતાના વડવાઓની પ્રશંસા કરી ફુલાઈ જાય છે, અને જો ઇતિહાસરસિક હોય તો ભૂતકાળના પોતાના પૂર્વજોએ આવી આવી મુદ્ર બાબતોમાં ખર્ચેલ અસાધારણ બુદ્ધિ અને કીમતી જીવનનું સ્મરણ કરી ભૂતકાળની પામરતા ઉપર માત્ર હસે છે. પણ પોથા ઉપર ચડેલા અને સંસ્કૃત–પ્રાકૃત ભાષાનો વેશ પહેરેલા તેમજ શાસ્ત્રનું સુંદર નામ ધારણ કરેલા આ ક્ષુદ્ર કલહોને નિઃસાર જોનાર આજનો તરુણવર્ગ અથવા તો કેટલોક બૂઢો વર્ગ વળી દીક્ષાની એક બીજી મોહનીમાં પડ્યો છે. એ મોહની એટલે ઉંમરની અને સંમતિપૂર્વક દીક્ષા લેવા ન લેવાની. અત્યારનાં છાપાંઓને અને તેના વાંચનારાઓને ભૂતકાળના દીક્ષાપરત્વે સ્ત્રીનો અધિકાર હોવા ન હોવાના, અમુક ચિલ રાખવા ન રાખવાના જૂના ઝઘડાઓ નીરસ લાગે છે ખરા, પણ એમની પરાપૂર્વથી ઝઘડા માટે ટેવાયેલી ધૂળ વૃત્તિ પાછી નવો ઝઘડો માગી જ લે છે. તેથી જ તો આ ઉંમર પરત્વેનો અને સંમતિ પરત્વેનો મઝેદાર ઝઘડો ઊભો થયો છે અને તે વિકસે જ જાય છે. માત્ર છાપાંઓમાં આ ઝઘડો મર્યાદિત ન રહેતાં રાજદરબારે સુધ્ધાં પહોંચ્યો છે. જૂના વખતમાં રાજદરબાર માત્ર બંને પક્ષોને ચર્ચા કરવાનું સ્થાન હતું, અને હારજીતનો નિકાલ વાદીની કુશળતા ઉપરથી આવી જતો; પણ આજનો રાજદરબાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001071
Book TitleJain Dharma ane Darshan
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages349
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy