________________
સાધુસંસ્થા અને તીર્થસંસ્થા તથા તેનો ઉપયોગ • ૧૯૭ વપરાય છે એનો પૂરો અને સાચો ખ્યાલ આપવા જેટલા આંકડા અત્યારે પાસે નથી, છતાં અટકળથી ઓછામાં ઓછું કહેવું હોય તો એમ કહી શકાય કે એ સંસ્થાની પાછળ પાંચ હજારથી ઓછા કાયમી માણસો નહિ હોય, અને જુદી જુદી અનેક બાબતોમાં પચાસ લાખથી ઓછો ખર્ચ થતો નહિ હોય. એ સંસ્થાની પાછળ કેટલીક ગ્યાએ જમીનદારી છે, બીજી પણ સ્થાવર-જંગમ મિલકત છે અને રોકડ નાણું, સોનું, ચાંદી તેમજ ઝવેરાત પણ છે. ઘરમંદિરો અને તદ્દન ખાનગી માલિકીનાં મંદિરોને બાજુએ મૂકીએ તોપણ જેના ઉપર નાનામોટા સંઘની માલિકી હોય, દેખરેખ હોય એવાં સંઘમાલિકીનાં મંદિરોના નાનામોટા ભંડારો હોય છે. એ ભંડારોમાં નાણાનું ખારું ભંડોળ હોય છે, જે દેવદ્રવ્ય કહેવાય છે. ફક્ત શ્વેતાંબરસંઘની માલિકીનું દેવદ્રવ્ય અત્યારે ઓછામાં ઓછું, એક કરોડ જેટલું તો આખા હિંદુસ્તાનમાં ધારવામાં આવે છે. એમાં શંકા નથી કે આ દેવદ્રવ્ય એકઠું કરવામાં, તેની સારસંભાળ રાખવામાં અને તે ભરપાઈ ન જાય તે માટે ચાંપતા ઇલાજો લેવામાં જૈન સંઘે ખૂબ ચાતુરી અને ઈમાનદારી વાપરી છે. હિંદુસ્તાનમાંના બીજા ક્યાંય ખર્ચાય નહિ, વેડફાય નહિ અને કોઈ એને પચાવી ન જાય એ માટે પણ જૈન સંઘે એક નૈતિક અને વ્યાવહારિક સુંદર વાતાવરણ ઊભું કર્યું છે. જેન બચ્ચો દેવદ્રવ્યની એક પણ કોડી, પોતાનાથી બને ત્યાં સુધી, પોતાના અંગત ભોગમાં વાપરવા કદી રાજી કે તૈયાર હોતો નથી, એમ કરતાં એ, સંસ્કારથી જ, બહુ ડરે છે;
અને કાંઈક સામાજિક બંધારણ પણ એવું છે કે કોઈએ દેવદ્રવ્ય પચાવ્યું એમ જાણ. ' થતાં જ એની પાછળ સંઘ અથવા સાધુઓ પડે છે અને એ વ્યક્તિને જવાબ દેવો
ભારે થઈ પડે છે. દેવદ્રવ્ય હડપાઈ જવાના કિસ્સા મળી આવે ખરા, પણ તે ન છૂટકે ‘જ, અથવા જ્યારે હાથમાં બીજી કોઈપણ બાજી ન રહી હોય ત્યારે જ.
તીર્થસંસ્થા સાથે મૂર્તિનો, મંદિરનો, ભંડારનો અને સંઘ નીકળવાનો એમ ચાર ભારે મનોરંજક અને મહત્ત્વના ઇતિહાસો છે. લાકડા, ધાતુ અને પથ્થર મૂર્તિ અને મંદિરોમાં કેવી કેવી રીતે, કયા કયા જમાનામાં, કેવો કેવો ભાગ ભજવ્યો, એક પછી બીજી અવસ્થા કેવી કેવી રીતે આવતી ગઈ, ભંડારોમાં અવ્યવસ્થા અને ગરબડ કેવી રીતે આવ્યાં અને તેની જગ્યાએ પાછી વ્યવસ્થા અને નિયંત્રણ કેવી રીતે શરૂ થયાં, નજીકનાં અને દૂરનાં તીર્થોમાં હજારો અને લાખો માણસોના સંઘો યાત્રાએ કેવી રીતે જતા અને એની સાથે એ શું શું કામો કરતા – એ બધો ઇતિહાસ ભારે જાણવા જેવો હોવા છતાં આપણી આજની મર્યાદાની બહાર છે.
ત્યારે, શાંતિ અને વિવેક કેળવવાની પ્રેરણામાંથી જ આપણે તીર્થો ઊભાં કર્યાં છે અને ત્યાં જવાનો તથા તેની પાછળ શક્તિ, સંપત્તિ અને સમય ખર્ચવાનો આપણો ઉદેશ પણ એ જ છે. તેમ છતાં આજ આપણે તીર્થસંસ્થા દ્વારા એ ઉદેશ કેટલો સિદ્ધ કરીએ છીએ એ તમે જ વિચારો. શ્વેતાંબર, દિગંબર બંને ફિરકાઓને આજે પોતાનું
Jain Education International
•
For Private & Personal Use Only
www.jainelibrary.org