________________
૨૯૬ • જૈન ધર્મ અને દર્શન સક્ઝાયગાન સાંભળી તલ્લીન થતા હોય છે. ચોરે અને ઠાકુરદ્વારે શ્રાવણ-ભાદરવામાં રામાયણ કે મહાભારતની કથાઓ વંચાતી. ગામના લોકો બપોરે કથા સાંભળવા મળે. કથાકાર મહારાજ કોઈ અનેરી છટાથી કથા કરે અને અર્થ સમજાવે. રસ એટલો બધો જામે કે તેને સાંભળવા જનાર પંથભેદ ભૂલી જાય. જેમ રામાયણ, મહાભારત અને ભાગવતની કથાઓમાં પંથભેદ ભુલાવવાનું સામર્થ્ય અનુભવ્યું છે, તેમજ સઝાય કે રાસ નામના જૈન ગેય સાહિત્યના લલકાર અને સમજાવટ વખતે પણ પંથભેદ ભૂલી શ્રોતાઓ એકત્ર થયાનું ચિત્ર આજે પણ મન સામે ઉપસ્થિત થાય છે. કોઈ સુકંઠ સાધુ કે સાધ્વી અગર ગૃહસ્થ-શ્રાવક જુદી જુદી સઝાયો ગાય, રાસની ઢાળો ગાય ત્યારે મોટી મેદની જામતી, અને આ જ ધાર્મિક કે સાંસ્કૃતિક જીવનનું તે વખતે ગામડાંઓમાં અને શહેરોમાં પણ એક મહાન પર્વ બની રહેતું.
આ પર્વરસે મને અલંબન પૂરું પાડ્યું ત્યારે કેટલાંક સુપાત્ર સાધ્વીઓની દ્વારા મોઢેથી અને લખેલ તેમજ છાપેલ પુસ્તક ઉપરથી પણ મેં કેટલીક સઝાયો કંઠસ્થ કરી. છંદ, સ્તવન આદિ અન્ય ગેય પ્રકારોની સાથે સાથે સઝાયોની ઢાળો યાદ કરવાનો. એનો ભંડોળ વધારવાનો અને એને ગાઈ પુનરાવૃત્તિ કરવાનો એક નિત્યક્રમ બની ગયો. જેને હું મારા વિદ્યાવ્યવસાયનું પ્રથમ પગથિયું અને નવી દિશા ઉઘાડવાનું એક દ્વાર કહું છું. સક્ઝાયોના બે પ્રકાર
તે વખતે મેં જે સઝાયો કંઠસ્થ કરેલી તેનો મોટો ભાગ તે વખતે મુદ્રિત અને ઉપલબ્ધ “સઝાયમાળા ભાગ પહેલા બીજામાંનો હતો. સઝાયો બે પ્રકારની હોય છે: એક અસવૃત્તિઓના દોષો વર્ણવી સદ્વ્રત્તિઓના ગુણો ગાનારી અને બીજી કોઈ જાણીતી સુચરિતવ્યક્તિનો ટૂંકમાં જીવનપ્રસંગ પૂરો પાડી તે દ્વારા ત્યાગ કે સંયમનું વાતવરણ સર્જનારી. જેમાં ક્રોધ અને લોભ જેવી વૃત્તિઓના અવગુણોના દૃષ્ટાંત દ્વારા બતાવવામાં આવ્યા હોય ને ક્ષમા તેમજ સંતોષના લાભો વર્ણવવામાં આવ્યા હોય તે પહેલો પ્રકાર. જેમાં ભગવાન મહાવીર કે ગૌતમ જેવા માન્ય પુરુષોના જીવનનો કોઈ ને કોઈ પ્રસંગ ગવાયો હોય તે બીજો પ્રકાર. રાસાઓની પ્રાચીનતા
ઉપર જે રાસનો નિર્દેશ કર્યો છે તેનો થોડો ખુલાસો અને આવશ્યક છે. આચાર્ય હેમચંદ્ર સાહિત્યના વિવિધ પ્રકારોમાં “રાસક પણ એક પ્રકાર ગણાવ્યો છે. ભાગવતમાં રાસપંચાધ્યાયી જાણીતી છે. એ જ રાસકપ્રકાર મધ્યકાળથી અપભ્રંશ, જૂની ગુજરાતી અને છેક નવા યુગની ગુજરાતીમાં ખેડાતો આવ્યો છે, અને તે રાસુ, કે “રાસ તરીકે જાણીતો છે. કથાપ્રધાન સઝાય એ આ યુગની વાર્તા કે નવલસાહિત્યનું સ્થાન લેતો. એક ગેયપ્રકાર છે, જ્યારે રાસ એ આ યુગના નવલસાહિત્યનું સ્થાન લેતો તત્કાલીન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org