________________
૩૭. પુનઃ પંચાવન વર્ષે
-
પ્રસ્તુત વાર્તાસંગ્રહ સાંભળતો ગયો અને પંચાવન વર્ષ પહેલાંની સ્થિતિ તાદશ થવા લાગી. દર્શનશક્તિની સાથે દશ્ય જગત લોપ પામતાં જે નિરાલંબતા આવેલી તેમાં પહેલું અવલંબન મુખ્યપણે શાસ્ત્રોનું મળ્યું. એ શાસ્ત્રો એટલે સંસ્કૃત, પાલિ કે પ્રાકૃત નહિ, પણ મુખ્યપણે કાંઈક જૂની અને કાંઈક નવી એવી મિશ્રિત ગુજરાતી ભાષામાં લખાયેલ જૈન પરંપરાને લગતા કેટલાક વિષયોનાં શાસ્ત્રો. પહેલવહેલાં એ અવલંબન પ્રાપ્ત થયાનું વર્ષ વિ. સં. ૧૯૫૪ હતું, એમ યાદ આવે છે.
આજથી ૫૫ વર્ષ પહેલાં જે શાસ્ત્રીય વિષયોએ મનને એક નવી દિશા પૂરી પાડવાનું કામ કર્યું હતું તે વિષયોમાં એક ગેય વિષય હતો કે કથા કે ઉપદેશને લગતો. આવાં પરંપરાગત કથાઓ કે ઉપદેશો સજ્ઝાયને નામે જૈન પરંપરામાં પ્રસિદ્ધ છે. સાયનો સંસ્કૃત પર્યાય છે. સ્વાધ્યાય. આપણે જાણીએ છીએ કે સમગ્ર આર્ય પરંપરાઓમાં સ્વાધ્યાયનું કેટલું મહત્ત્વ છે. તૈત્તિરીય ઉપનિષદમાં જે કહેવામાં આવ્યું છે કે સ્વાધ્યાય અને પ્રવચન જ તપ છે, તે વસ્તુ એકેએક પરંપરામાં જીવતી રહી છે. જૈન પરંપરા, જે મુખ્યપણે તપસ્વી અગર તપઃપ્રધાન સંસ્થા હોઈ બાહ્યત્યાગલક્ષી મનાય છે, તેમાં પણ ખરેખરો ભાર તો સ્વાધ્યાય અને ધ્યાન જેવા અન્તસ્તપ ઉપર જ આપવામાં આવ્યો છે. એટલે સાધુ અગર ગૃહસ્થ, જેઓ વ્રત નિયમ આદિ તપના વિવિધ પ્રકારોમાં રસ લેતા હોય છે, તેઓ પણ સજ્ઝાયના પાઠ અને શ્રવણ પ્રત્યે ઊંડી શ્રદ્ધા સેવતા હોય છે ને તેમાં સીધો રસ અનુભવે છે. એટલે જ્યાં ગંભીર શાસ્ત્રાભ્યાસનું વાતાવરણ ન હોય કે તેવી સામગ્રી ન હોય ત્યાં પણ સજ્ઝાય નામે જાણીતા ગેય સાહિત્ય દ્વારા લોકો વિદ્યારસ અનુભવે છે અને પરંપરાગત ઉચ્ચ પ્રકારની સાત્ત્વિક ભાવનાઓના સંસ્કાર ઝીલતા રહે છે. આ સજ્ઝાય નામક સાહિત્યવિભાગ એટલો બધો સર્વપ્રિય છે કે ભાગ્યે જ એવો કોઈ જૈન હશે કે જેને કોઈ ને કોઈ સજ્ઝાય કંઠસ્થ ન હોય, અગર બીજા કોઈ સજ્ઝાય ગાય ત્યારે તેને તેમાં આકર્ષણ ન થાય. સજ્ઝાય કે ચસાઓનું પંથભેદ ભુલાવવાનું સામર્થ્ય
Jain Education International
સાયો વિવિધ ઢાળોમાં હોય છે અને એ ઢાળો પણ સુગેય હોઈ ગમે તેને ગાવામાં રસ પડે છે. જેઓ સામાન્ય રીતે પણ ગાઈ ન શકતા હોય તેઓ બીજાઓનું
For Private & Personal Use Only
www.jainelibrary.org