________________
૧૮. આપણે ક્યાં છીએ ?
પજુસણ પર્વ આવે છે ત્યારે આવતી જાનની પેઠે એની રાહ જોવાય છે અને એ પર્વ પૂરું થઈ જાય છે ત્યારે તેનો રસ વાસી થઈ જાય છે, એ આપણા રોજના અનુભવની વાત છે. છાપાંની, તેમાં લખનારની અને તેને વાંચનારની પણ લગભગ આ જ સ્થિતિ છે. આનું કારણ વિચારતાં મને એમ લાગે છે કે આપણે જે કાંઈ વિચારીએ છીએ અને તેમાં જે સર્વસંમતિએ માન્ય કરવા જેવું હોય છે તેને પણ અમલમાં મૂકતા નથી, માત્ર નિષ્ક્રિયતાને જ સેવતા રહીએ છીએ, અને તેમાં જ પજુસણપર્વની ઇતિશ્રી અને પારણા બંને માની લઈએ છીએ, એ છે. મથાળામાં સૂચિત પ્રશ્રનો ટૂંકમાં ઉત્તર તો એ જ છે કે આપણે જ્યાં હતા ત્યાં જ છીએ.
પણ ઉત્તર ગમે તે હોય, છતાં આ સ્થિતિ નભાવવા જેવી તો નથી જ. એમાં પરિવર્તન કરવું હોય તો આપણે પજુસણપર્વ નિમિત્તે એ વિશે વિચાર પણ કરવો ઘટે છે. પ્રત્યેક સમજદાર જેન પજુસણ પર્વમાં એક અથવા બીજી રીતે કાંઈ ને કાંઈ આત્મનિરીક્ષણ તો કરે જ છે, પણ તે નિરીક્ષણ મોટેભાગે વ્યક્તિગત જ હોય છે. તેના આઘાત-પ્રત્યાઘાતો પણ વ્યક્તિગત જ રહે છે, અને આત્મનિરીક્ષણને પરિણામે જીવનમાં જોઈતું પરિવર્તન કરી શકે એવા તો ગણ્યાગાંઠ્યા વિરલા જ હોય છે. એટલે આવું વ્યક્તિગત આત્મનિરીક્ષણ નિંદામિ ગરિરામિથી આગળ વધતું નથી. જે વાતની ભારોભાર નિંદા કે ગહ કરી હોય તેનો જ પ્રવાહ તેટલા વેગથી, અને ઘણી વાર તો બમણા વેગથી, પાછો શરૂ થાય છે. નિંદેલી કે ગહેલી બાબત “વોસિરામિ સુધી પહોંચતી જ નથી. પરિણામે ટાળવાના દોષો અને નિવારવાની ત્રુટિઓ જેમની તેમ કાયમ રહેવાથી જીવનમાં સગુણોનું વિધાયક બળ પ્રતિષ્ઠા પામતું જ નથી; અને સુપર્વનું ધર્મચક્ર ઘાણીની પેઠે સદા ગતિશીલ રહેવા છતાં તેમાંથી કોઈ પ્રગતિ સિદ્ધ થતી નથી. એટલે એવા આત્મનિરીક્ષણ વિશે આ સ્થળે જ લખતાં હું સામાજિક દૃષ્ટિએ એ વિશે લખવા ઇચ્છું છું.
સામાજિક બળ એ જ મુખ્ય બળ છે. જેવું સમાજનું વાતાવરણ તેવો જ તેની વ્યક્તિ ઉપર પ્રતિભાવ પડે છે. સામાજિક દૃષ્ટિએ વિચાર કરીએ એટલે પ્રત્યેક વ્યક્તિનો વિચાર એમાં આવી જ જાય છે. જૈન સમાજનું ધર્મની દૃષ્ટિએ પ્રથમ અંગ છે સાધુસંસ્થા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org