________________
૬ • જૈન ધર્મ અને દર્શન ચર્ચાઓ પણ થાય છે. એ દિવસોમાં જાણે એવું વાતાવરણ સર્જાય છે કે સરસ્વતીની બધી શાખાઓ કે બધી ધારાઓ દશ્યમાન થતી ન હોય ! ગુજરાત માટે આ એક ખાસ આકર્ષણ છે. અમદાવાદ એક રીતે જૈન નગર છે. એમાં ગૃહસ્થો અને ત્યાગીઓ ઘણા છે. તેઓ જો આ વાતાવરણ જોશે તો તેમને ઉપર કરેલી ચર્ચાનું હાર્દ સમજાશે. પણ અહીં તો એક બીજી વાત પણ સૂચવવી યોગ્ય લાગે છે. તે એ કે, એ જ દિવસોમાં જૈન સાહિત્યના ઇતિહાસની રૂપરેખા વિચારવા અને એ અંગેના બીજા ઘણા પ્રશ્રો ઉપર ચર્ચા કરવા એક બેઠક ભરવામાં આવનાર છે.
એ બેઠક કૉન્ફરન્સના દિવસોથી સ્વતંત્ર હશે. તે માટે બે કે ત્રણ દિવસ ખાસ રાખવા ધાર્યા છે. આ અંગે જૈન સાહિત્યના ઇતિહાસમાં રસ ધરાવનાર અને તજજ્ઞ એવા કેટલાક વિશિષ્ટ વિદ્વાનોને પણ આમંત્રણ અપાશે. એટલે જેઓને કેવળ આ વિષયમાં રસ હોય તેને માટે પણ પૂરતી સામગ્રી છે જ. ડૉ. વાસુદેવશરણ અગ્રવાલ, જેમનો નિર્દેશ ઉપર કરવામાં આવ્યો છે, તેઓને ન જાણતા હોય તેમને માટે આ સ્થાને સૂચવવાનું એટલું જ છે કે “શ્રમણ' માસિકના આ વખતના અંકમાં પ્રગટ થયેલ તેમનો "Vાવીને મથુરા મેં નૈન ધર્મા વૈભવ' લેખ વાંચે; અને તેમનું હમણાં જ પ્રસિદ્ધ થયેલ
ઈશ્વરિત સંસ્કૃતિ અધ્યયન એ હિન્દી પુસ્તક વાંચી લે. એમ તો એમણે અનેક પુસ્તકો અને લેખો લખ્યાં છે, પણ આ સ્થળે તો માત્ર હું એ બે લખાણો તરફ જ ધ્યાન ખેચું છું. શ્રી. અગ્રવાલજીની પેઠે બીજા પણ સમર્થ વિદ્વાનો, જેઓ જૈન સાહિત્યના ઇતિહાસમાં સહકાર આપે તેવા છે અને આપવા ઇચ્છે છે, તેઓ પણ અમદાવાદમાં આવવાના. એટલે જેઓની ચેતના મૂચ્છિત થઈ ન હોય અને જેઓની જ્ઞાનનાડી ધબકતી હોય તેઓ આ આવતી તકનો પૂરતો ઉપયોગ કરી લેશે એમ હું માનું છું.
– જનશ્રાવણ ૨૦૦૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org