________________
વીરપરંપરાનું અખંડ પ્રતિનિધિત્વ ૦ ૮૫ વિચારમાં કે, વ્યવહારમાં નગ્ન મૂર્તિનો ઉપાસનામાંથી બહિષ્કાર કર્યો જ નથી. તેથી ઘણા જૂના વખતથી અત્યાર લગીના શ્વેતાંબરીય પંથની માલિકીનાં મંદિરો કે તીર્થોમાં નગ્ન મૂર્તિનું અસ્તિત્વ, તેનું પૂજન-અર્ચન નિર્વિરોધપણે ચાલતું આપણે જોઈએ છીએ. અલબત્ત, શ્વેતાંબર પરંપરામાં સવસ્ત્ર અને સાલંકાર મૂર્તિનું સ્થાન છે, અને જેમ જેમ બંને ફિરકાઓ વચ્ચે અથડામણ વધતી ગઈ તેમ તેમ શ્વેતાંબર પરંપરામાં ઉત્તરોત્તર સવસ્ત્ર અને સાલંકાર મૂર્તિની જ પ્રતિષ્ઠા વધતી ચાલી છે; પણ મથુરામાંથી નીકળેલી શ્વેતાંબરીય આચાર્યના નામોથી અંકિત નગ્ન મૂર્તિઓ અને ત્યાર પછીના અનેક સૈકાઓ દરમિયાન પણ ચાલુ રહેલી નગ્ન મૂર્તિની શ્વેતાંબરીય પ્રતિષ્ઠાનો વિચાર કરતાં એ ચોખ્ખું લાગે છે કે શ્વેતાંબર પરંપરા આધ્યાત્મિક ઉપાસનામાં નગ્ન મૂર્તિનું મૂલ્ય યથાવત્ આંકતી આવી છે. આથી ઊલટું, દિગંબર પંથની માલિકીનું કોઈપણ મંદિર કે તીર્થ લો, તો તેમાં નગ્ન મૂર્તિ સિવાય સાદાં અને દિગંબરત્વની વધારે નજીક હોય એવાં નિરાડંબર વસ્ત્રાંશ ધા૨ણની મૂર્તિનો પણ સૈકાન્તિક બહિષ્કાર જ હશે. એ પરંપરાનાં શાસ્ત્રો પણ ઐકાન્તિકપણે નગ્ન મૂર્તિના જ સમર્થક હોઈ આખી દિગંબર પરંપરાનું માનસ પ્રથમથી અત્યાર લગી એક જ રીતે ઘડાયેલું છે કે જે મૂર્તિ નગ્ન ન હોય તે માનવી કે પૂજવી યોગ્ય નથી, જ્યારે પ્રથમથી જ શ્વેતાંબર ૫રં૫રાનો આ વિશેનો વારસો ઉદાર રહેલો હોય એમ લાગે છે. તેથી એ જિનમૂર્તિની ઉપાસનાનો અનૈકાન્તિક આગ્રહ દિગંબર પરંપરા જેટલો જ રાખવા છતાં મૂર્તિના સ્વરૂપ વિશે દિગંબર પરંપરાની પેઠે ઐકાન્તિક બની નથી. (અલબત્ત, છેલ્લી શતાબ્દી કે શતાબ્દીઓમાં શ્વેતાંબર માનસ અને વ્યવહાર પણ પ્રત્યાઘાતી વૃત્તિ ધરાવતાં, છેક જ દિગંબર મંતવ્ય કરતાં સામી બાજુએ જતાં અને પોતાની પૂર્વપરંપરા ભૂલી જતાં દેખાય છે, એ કબૂલ કરવું જોઈએ.) બુદ્ધિ અને તર્કથી કસતાં પણ એમ લાગે છે કે તદ્દન નગ્ન અને નગ્નપ્રાય બંને પ્રકા૨ની મૂર્તિઓ ઉપાસનાને અનુકૂળ છે, નહિ કે કોઈ એક જ પ્રકારની. તેથી મૂર્તિસ્વરૂપ વિશેની પરાપૂર્વથી ચાલી આવતી કલ્પનાનો વિચાર કરતાં અને તેનો ઉપાસનાગત અનેકાંતદૃષ્ટિ સાથે મેળ બેસાડતાં એમ સ્પષ્ટ લાગે છે કે એકાન્ત નગ્ન મૂર્તિનો આગ્રહ રાખવામાં વી૨૫રં૫રાનું પ્રતિનિધિત્વ ખંડિત થઈ જાય છે; કારણ કે, તે આગ્રહમાં શ્વેતાંબરીય કલ્પનાનો સમુચિત પણ સમાવેશ થતો નથી; તેથી ઊલટું, શ્વેતાંબરીય નગ્ન અને નગ્નપ્રાય મૂર્તિની કલ્પનામાં દિગંબર પરંપરાની એકપક્ષીય માન્યતાનો પણ રુચિ અને અધિકારભેદે પૂર્ણ સમાવેશ થઈ જાય છે.
(૩) પ્રસ્તુત પ્રશ્ન પરત્વે છેલ્લી બાબત શાસ્ત્રની છે અને તે જ સૌથી વધારે અગત્યની છે. ત્રણે ફિકાઓ પાસે પોતપોતાનું શાસ્ત્ર-સાહિત્ય છે. સ્થાનકવાસી અને શ્વેતાંબર – એ બે ફિરકાઓને કેટલુંક આગમિક સાહિત્ય તો સાધારણ છે, જ્યારે એ ઉભય ફિકામાન્ય સાધારણ આગમિક સાહિત્યને દિગંબર ફિકો માનતો જ નથી. તે
Jain Education International
For Private & Personal Use Only
1
www.jainelibrary.org