________________
૨૫૮૦ જૈન ધર્મ અને દર્શન
અસ્પૃશ્યતા
અસ્પૃશ્યતાની બાબતમાં બુદ્ધ અને મહાવીરે વૈદિક પરંપરા વિરુદ્ધ ભારે સાહસપૂર્વક આંદોલન શરૂ કરેલું. એ આંદોલનનાં મૂળો એટલે સુધી ઊંડા ગયાં કે તે બંને મહાત્માઓની પછી પણ એ દિશામાં અનેક સંતોએ અનેકવિધ પ્રયત્ન કર્યા. મહાવીરે પછી લગભગ ૧૫૦૦ વર્ષે દક્ષિણ હિંદુસ્તાનના વૈષ્ણવ સંત આવનારોએ અસ્પૃશ્યતાનું કલંક રાખવા પુરુષાર્થ કર્યો. ત્યારબાદ રામનંદ, કબીર અને નાનક વગેરેએ પણ પ્રયત્ન કર્યા, પરંતુ સૌથી છેલ્લો અને સર્વદેશીય પ્રયત્ન મહાત્માજીનો અને તેને લીધે કૉંગ્રેસનો છે. અહિંસા જૈન પરંપરાનો મુખ્ય સિદ્ધાંત છે. ગાંધીજીએ નાનાંમોટાં તમામ ક્ષેત્રોમાં અહિંસાનો પ્રયોગ સૌથી પહેલાં જ શરૂ કર્યો છે. અહિંસાતત્ત્વ માત્ર ધાર્મિક ક્ષેત્ર પૂરતું જ ન રહેતાં તે સમાજ, અર્થકારણ અને રાજકારણના પ્રદેશ સુધી વિસ્તર્યું છે. એની સમજ, વ્યાખ્યા અને પ્રયોગના પ્રકારો ભૂતકાળના સંસ્કારોમાંથી વિકાસ પામ્યા હોવા છતાં સાવ અપૂર્વ છે. જૈન પરંપરાને તો અનાયાસે પોતાના પ્રાણભૂત સિદ્ધાંતને વિસ્તારનાર, વિશદ કરનાર અને તેની વિશ્વભરમાં પ્રતિષ્ઠા કરનાર એવા સંત મળી આવ્યા છે, તે કાંઈ જેવો તેવો લાભ ન કહેવાય. આપણે પોતે અહિંસાને બહલાવી લોકપ્રિય કરી ન શકીએ અને કોઈ બીજો જીવને જોખમે તે કામ કરે તો તેનો પોતાનો ન કરતાં પાછા પડીએ તો તેનાથી વધારે વિનિપાત બીજો કયો હોઈ શકે ? મહાવીરે તે અહિંસાના વિચારમાંથી જ અસ્પૃશ્યતાનો ધર્મપ્રદેશ પૂરતો વિરોધ કરેલો. ગાંધીજીએ તે જ અહિંસાના આધારે અસ્પૃશ્યતાનો સર્વ ક્ષેત્રમાં વિરોધ કર્યો છે અને તે ખૂબ સફળ પણ થઈ રહ્યો છે. સનાતન ધર્મના બહુમત અને બીજાં બળો સામે જૈનો અસ્પૃશ્યતાના વિરોધની બાબતમાં ટક્કર ઝીલી શક્યા ન હતા. તેમને એ સાચા સિદ્ધાંતની બાબતમાં પણ વ્યવહારદૃષ્ટિએ વૈદિક પરંપરા સામે હાર ખાવી પડી હતી. પરંતુ સત્ય લાંબો વખત દબાવ્યું દબાતું નથી, એટલે અસ્પૃશ્યાતાના પાપનિવારણનું પરમ સત્ય આજે પૂરી પ્રતિષ્ઠા પામી રહ્યું છે. ગાંધીજી અને કૉંગ્રેસ જ નહિ, પણ પ્રાચીન કાળના કટ્ટર વૈદિકોના અનેક બ્રાહ્મણ વંશજો પણ આ સત્યની પડખે છે. એટલે બીજી રીતે વિચારીએ તો બુદ્ધ અને મહાવીરનાં વાવેલાં બીજ આજે ફાલ્યાંફૂલ્યાં છે. તેવી દૃષ્ટિ પામેલા સંખ્યાબંધ જૈનો અસ્પૃશ્યતાનિવારણમાં સીધો સાથ આપી પ્રતિક્રમણને સફળ કરી રહ્યાં છે. પાછી પાની કરતા હોય તો તે માત્ર અહિંસાધ્વજધારી ગુરુઓ અને એમને પગલે ચાલતા રૂઢિચુસ્તો. હવે તેમણે વખત ઓળખવો જોઈએ. એક બાજુ તેમને કયારેકના પોતાના વિરોધી કટ્ટર વૈદિકોનો સાથ છે અને બીજી બાજુ તેમની પોતાની નવી પેઢી તેમની પડખે છે. એટલે અત્યારે અસ્પૃશ્યતાનું કલંક ધોઈ નાખવાની જે સોનેરી તક જૈનોને સાંપડી છે તેનો રૂઢ દૃષ્ટિવાળા નિર્ભયપણે સત્કાર નહિ કરે તો પુનઃ પુનઃ પ્રાયશ્ચિત્તનું
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org