________________
૭૨૦ જૈન ધર્મ અને દર્શન
1
કે જમાલિના મતભેદની ઉપેક્ષા કરવામાં તેઓએ સંઘનું કાંઈ વધારે અહિત ધાર્યું હશે. એ અહિત તે શું ? – એ અત્યારે આપણે આપણી જ દૃષ્ટિએ વિચારી શકીએ. તે વિચાર કરવો એ જ પ્રસ્તુત લેખનું ધ્યેય હોવાથી નીચે તેનો વિચાર કરીએ. વાંધો લેવાનું રહસ્ય
ભગવાન મહાવીરનો સિદ્ધાંત અનેકાંતનો હતો. અનેકાંત એટલે કોઈપણ એક વસ્તુને પ્રામાણિકપણે અનેક દૃષ્ટિએ તપાસવી. અનેકાંત એ માત્ર વિચારનો જ વિષય નથી, પણ આચરણ સુધ્ધાંમાં તેનું સ્થાન છે. જોકે અનેકાંત પ્રામાણિક અનેક દૃષ્ટિઓનો (અપેક્ષાઓનો) સમુચ્ચય છે, છતાં સંક્ષેપમાં તે બધી દૃષ્ટિઓને બે ભાગમાં વહેંચી નાખવામાં આવી છે ઃ પહેલી વ્યવહારદૃષ્ટિ અને બીજી નિશ્ચયદૃષ્ટિ યા પારમાર્થિક દૃષ્ટિ.
વ્યવહારદૃષ્ટિ એટલે સ્થૂળ અનુભવ ઉપર ઘડાયેલી માન્યતા અને નિશ્ચયદૃષ્ટિ એટલે સૂક્ષ્મ અનુભવ ઉપર ઘડાયેલી માન્યતા. પહેલી દૃષ્ટિમાં સ્થૂળતાને લીધે અનુભવોની વિવિધતા હોય છે, જ્યારે બીજી બાજુમાં સૂક્ષ્મતાને લીધે અનુભવોની એકતા હોય છે. તેથી જ પહેલીમાં સાધ્ય અને સાધનનો ભેદ અને બીજીમાં સાધ્ય અને સાધનનો અભેદ મનાય છે. પહેલી દૃષ્ટિના અધિકારી સાધારણ અને ઘણા લોકો હોય છે; બીજીના અધિકારી બહુ થોડા હોય છે.
જ
મહાવીરનું કથન હતું કે વ્યવહાર અને નિશ્ચય એ બંને દૃષ્ટિને આધારે જ કોઈપણ માન્યતા સ્થિર કરવામાં આવે અગર કોઈ પ્રવૃત્તિ કરવામાં આવે તો જ સર્વત્ર સમાધાન અને વ્યવસ્થા રહી શકે. જો નિશ્ચય વિનાની કેવળ વ્યવહારસૃષ્ટિનું અનુસરણ કરવામાં આવે તો ભેદ તથા વિરુદ્ધબુદ્ધિ વધારે કેળવાય અને ટૂંકી દૃષ્ટિને લીધે ધૈર્ય જલદી ખૂટી જવાથી લક્ષ્ય સુધી ન જ પહોંચી શકાય. તેવી રીતે વ્યવહાર વિનાની કેવળ નિશ્ચયદૃષ્ટિને ખરા અર્થમાં અનુસરવામાં આવે તો, જોકે કાંઈ નુકસાન ન જ થાય, પણ તેવી નિશ્ચયદૃષ્ટિને અનુસરનાર મળે કોણ ? એકાદ વ્યક્તિ ભલે તેવી હોય, પણ તેથી સામુદાયિક હિતની સંભાવના ઘણી જ ઓછી રહે છે. મોટે ભાગે તેવી સૃષ્ટિના નામ નીચે દંભ જ ચાલવા માંડે છે. તેથી નિશ્ચયદૃષ્ટિને ધ્યાનમાં રાખી વ્યવહા૨દૃષ્ટિને અનુસરવામાં જ ક્રમિક વિકાસનો વધારે સંભવ છે.
મહાવીરના અનેકાંતવાદનું ઉપર્યુક્ત ધ્યેય સમજી લીધા પછી જમાલિના મતનો તેઓએ શા સારુ વિરોધ કર્યો એ વાત ધ્યાનમાં આવી શકશે.
ભગવાને અનુભવથી જોયું કે સાધારણ જનસ્વભાવ ધીરજ વિનાનો અગર ઓછી ધીરજવાળો હોય છે. તેથી દરેક માણસ કોઈપણ પ્રયત્ન શરૂ કરી તેનું ફળ તરત ઇચ્છે છે. તે માટે આપવો જોઈતો ભોગ આપવા તે તૈયાર નથી હોતો. ઘણી વાર તો ફલપ્રાપ્તિ નજીક આવ્યા છતાં અધીરજને લીધે એકાદ નાનીમોટી મુશ્કેલી આવતાં તે મોટે ભાગે સિદ્ધ થયેલ પ્રયત્નને પણ નિરાશ થઈ છોડી દે છે, અને નિષ્ફળતા મળતાં પોતાની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org