________________
૧૬૨ • જૈન ધર્મ અને દર્શન જાતની ઉપયોગી કાર્યશાખાઓ ચાલે, જેના દ્વારા ભણેલા કે અભણ સમગ્ર જનતામાં એ જ્ઞાનગંગાના છાંટા અને પ્રવાહો પહોંચે.
આટલું આપણા ત્યાગી ગુરુઓ ન કરે તો તેઓ ઇચ્છશે છતાં તેમનામાંથી આલસ્ય, ક્લેશ અને બિનજવાબદારીનું જીવન કદી જ જવાનાં નથી. તેથી સાધુતાને જીવતી કરવા આ ભંડારોના જીવંત ઉપયોગમાં જ વ્યવસ્થિત રીતે સાધુવર્ગે નિયંત્રણપૂર્વક અને ઇચ્છાપૂર્વક, એક પણ ક્ષણનો વિલંબ કર્યા સિવાય, ગોઠવાઈ જવું જોઈએ. જેમના પૂર્વજોએ ખંભે જ્ઞાનની કાવડનો ભારેમાં ભારે બોજો લાકડીને ટેકે ઉપાડી, પગપાળા ચાલી, કેડ વળી જાય ત્યાં સુધી અને ધોળાં આવે ત્યાં સુધી જહેમત ઉઠાવી છે અને એકેએક જણને તાજું જ્ઞાનામૃત પાવાની કોશિશ કરી છે તે સાધુવર્ગને મારા જેવા ક્ષુદ્ર જ્ઞાનપિપાસુ સેવકે એમને વારસાગત કાર્ય જમાનાની રીતે બનાવવા માટે વિનવણી કરવી, એમાં તો વિનવણી કરનાર અને વિનવાતા વર્ગ બંનેનું અપમાન છે. હું મારું પોતાનું અપમાન ગળી જાઉં તોપણ એ જ્ઞાનગંગાવાહીઓનું અપમાન સહી શકાય નહિ. તેથી તેઓ આપોઆપ સમજી જઈ વિનવણીને નિરર્થક સાબિત કરે.
સંઘસંસ્થા હવે આપણે વિષયના બીજા ભાગ તરફ વળીએ. બૌદ્ધો અને બીજા આજીવક જેવા શ્રમણ પંથોની પેઠે જૈનો વર્ણવ્યવસ્થામાં નથી માનતા, એટલે એમને વર્ણોનાં નામ સામે કે વિભાગ સામે વાંધો નથી, પણ એ વર્ણવિભાગને તેઓ વ્યાવહારિક કે આધ્યાત્મિક વિકાસમાં બંધનરૂપ માનવાની ના પાડે છે. બ્રાહ્મણ સંપ્રદાય વર્ણવિભાગમાં વહેંચાયેલો અને બંધાયેલો છે. એમાં જ્યારે વર્ણવિભાગે વ્યાવહારિક અને આધ્યાત્મિક વિકાસ સાધવામાં બંધન ઊભું કર્યું અને આર્ય માનવોના માનસિક વિકાસમાં આડ ઊભી કરી ત્યારે ભગવાન મહાવીરે એ આડ ફેંકી દેવા અને સામ્યવાદ સ્થાપવા બુદ્ધના જેટલો જ પ્રયત્ન કર્યો.
જેઓ જેઓ ભગવાન મહાવીરના અનુગામી થતા ગયા તેઓ વર્ણનું બંધન ફેંકતા કે ઢીલું તો કરતા જ ગયા, છતાં પોતાના પૂર્વજોના અને પોતાના જમાનાના બ્રાહ્મણપંથી પડોશીઓના કડક વર્ણબંધનોના સંસ્કારોથી છેક જ અલિપ્ત રહી ન શક્યા. એટલે વળી બ્રાહ્મણપંથે જ્યારે જ્યારે જોર પકડયું, ત્યારે ત્યારે જૈનો એ પંથના વર્ણબંધનના સંસ્કારોથી કાંઈક અને કાંઈક રીતે લેપાયા. એક તરફ વર્ણબંધન સામેના જૈનવિરોધ બ્રાહ્મણપંથ ઉપર સીધી અસર કરી અને તે પંથના વર્ણબંધન સંસ્કારો કાંઈક મોળા પડ્યા, તો બીજી તરફ બ્રાહ્મણપંથના વર્ણબંધન વિશેના દઢ આગ્રહે જૈનપંથ ઉપર અસર પાડી. જેને લીધે ઇચ્છાએ કે અનિચ્છાએ, એક અથવા બીજે રૂપે, જેને લોકોમાં વર્ણસંસ્કારોનું કાંઈક વાતાવરણ આવ્યું. આ રીતે વર્ણબંધનના વિરોધી અને અવિરોધી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org