________________
જ્ઞાનસંસ્થા અને સંઘ સંસ્થા તથા તેનો ઉપયોગ - ૧૬૩ બંને પક્ષો એકબીજા સાથે લડતા અફળાતા છેવટે એકબીજાની થોડીઘણી અસર લઈ, સમાધાનીપૂર્વક આ દેશમાં વસે છે.
- આ તો ટૂંકમાં ઐતિહાસિક અવલોકન થયું, પણ ભગવાન મહાવીરે જ્યારે વર્ણબંધનનો છેદ ઉડાડી મૂક્યો ત્યારે ત્યાગના દૃષ્ટિબિંદુ ઉપર પોતાની સંસ્થાના વર્ગો પાડ્યા. મુખ્ય બે વર્ગઃ એક ઘરબાર અને કુટુંબકબીલા વિનાનો ફરતો અનગાર વર્ગ, અને બીજો કુટુંબકબીલામાં રાચનાર સ્થાનબદ્ધ અગારી વર્ગ. પહેલો વર્ગ પૂર્ણ ત્યાગી. એમાં સ્ત્રી અને પુરુષો બંને આવે, અને તે સાધુ-સાધ્વી કહેવાય. બીજો વર્ગ પૂર્ણ ત્યાગનો ઉમેદવાર. એમાં પણ સ્ત્રી અને પુરુષો બંને આવે અને તે શ્રાવક-શ્રાવિકા કહેવાયા. આ રીતે ચતુર્વિધ સંઘવ્યવસ્થા, અથવા બ્રાહ્મણપંથના પ્રાચીન શબ્દનો નવેસર ઉપયોગ કરીએ તો ચતુર્વિધ વર્ણવ્યવસ્થા, શરૂ થઈ. સાધુસંઘની વ્યવસ્થા સાધુઓ કરે. એના નિયમો એ સંઘમાં અત્યારે પણ છે, અને શાસ્ત્રમાં પણ બહુ સુંદર અને વ્યવસ્થિત રીતે મુકાયેલા છે. સાધુસંઘ ઉપર શ્રાવકસંઘનો અંકુશ નથી એમ કોઈ ન સમજે. પ્રત્યેક નિવિર્વાદ સારું કાર્ય કરવા સાધુસંઘ સ્વતંત્ર જ છે, પણ ક્યાંય ભૂલ દેખાય અથવા તો મતભેદ હોય અથવા તો સારા કાર્યમાં પણ ખાસ મદદની અપેક્ષા હોય ત્યાં સાધુસંઘે પોતે જાતે જ શ્રાવકસંઘનો અંકુશ પોતાની ઇચ્છાથી જ સ્વીકાર્યો છે. એ જ રીતે શ્રાવકસંઘનું બંધારણ ઘણી રીતે જુદું હોવા છતાં તે સાધુસંઘનો અંકુશ સ્વીકારતો જ આવ્યો છે. આ રીતે પરસ્પરના સહકારથી એ બંને સંઘો એકંદર હિતકાર્ય જ કરતા આવ્યા છે.
મૂળમાં તો સંઘના બે જ ભાગ અને ધર્મની દષ્ટિએ મહાવીરનો એક જ સંઘ, છતાં ગામ અને શહેર તેમજ પ્રદેશોના ભેદ પ્રમાણે એ સંઘ લાખો નાના નાના ભાગોમાં વહેંચાઈ ગયો; અને વળી દુર્દેવથી પડેલા શ્વેતાંબર, દિગંબર, સ્થાનકવાસી જેવા ત્રણ ફાંટાઓને એ લાખો નાનકડા સંઘો સાથે ગુણીએ તો એ અનેક લાખો નાનકડા ટુકડા થઈ જાય. દુર્દેવ ત્યાંથી જ ન અટક્યું, પણ ગચ્છ વગેરેના ભેદો પાડી તેણે એ નાના ટુકડાઓના, આજના હિંદુસ્તાનના ખેડૂતોની ખેડવાની જમીનના નાના ટુકડાની પેઠે, વધારે અને વધારે ભાગલા પાડી દીધા. આ બધું છતાં જન સમાજમાં કેટલાંક એવાં સામાન્ય તત્ત્વો સુરક્ષિત છે અને ચાલ્યાં આવે છે કે જેને લીધે આખો જૈન સંઘ એકત્ર થઈ શકે અને એક સાંકળમાં બંધાઈ પ્રગતિ કર્યે જાય.
એ સામાન્ય તત્ત્વોમાં ભગવાન મહાવીરે વારસામાં આપેલી અનેક વસ્તુઓમાંની શ્રેષ્ઠ, શાશ્વત અને સદા ઉપયોગી બ વસ્તુઓ આવે છે : એક, અહિંસાનો આચાર અને બીજી, અનેકાંતનો વિચાર.
ભગવાન મહાવીરનો સંઘ એટલે પ્રચારક સંઘ. પ્રચાર શેનો ? તો ઉપલી બે વસ્તુઓનો, અને એ બે વસ્તુઓની સાથે અથવા એ બે વસ્તુઓના વાહનરૂપે નાનીમોટી
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org