________________
ધર્મવીર મહાવીર અને કર્મવીર કૃષ્ણ - ૨૯ અને બુદ્ધનાં જીવનવૃત્તાંતો એથી તદ્દન જુદા પ્રકારનાં છે. એમાં નથી ભોગ માટેની ધમાલ કે નથી યુદ્ધની તૈયારીઓ. એમાં તો સૌથી પહેલાં તેમના પોતાના જીવનશોધનનો જ પ્રશ્ન આવે છે અને તેમના પોતાના જીવનશોધન પછી જ તેના પરિણામરૂપે પ્રજાજનને ઉપયોગી થવાની વાત છે. રામ અને કૃષ્ણના જીવનમાં સત્ત્વસંશુદ્ધિ છતાં રજોગુણ મુખ્યપણે કામ કરે છે, જ્યારે મહાવીર તેમજ બુદ્ધના જીવનમાં રાજસ્ અંશ છતાં મુખ્યપણે સત્ત્વસંશુદ્ધિ કામ કરે છે. તેથી પહેલા આદર્શમાં અંતર્મુખતા છતાં મુખ્યપણે બહિર્મુખતા ભાસે છે અને બીજામાં બહિર્મુખતા છતાં મુખ્યપણે અન્તર્મુખતા ભાસે છે. આ જ વસ્તુને બીજા શબ્દોમાં કહેવી હોય તો એમ કહી શકાય કે એકનો આદર્શ કર્મચક્રનો અને બીજાનો ધર્મચક્રનો છે. આ બંને જુદા જુદા આદર્શો પ્રમાણે જ તે મહાન પુરુષોના સંપ્રદાયો સ્થપાયા છે; તેમનું સાહિત્ય તે જ રીતે સર્જાયું છે, પોષાયું છે અને પ્રચાર પામ્યું છે. તેમના અનુયાયીવર્ગની ભાવનાઓ પણ એ આદર્શો પ્રમાણે જ ઘડાયેલી છે અને તેમના પોતાના તત્ત્વજ્ઞાનમાં કે તેમને નામે ચડેલા તત્ત્વજ્ઞાનમાં એ જ પ્રવૃત્તિ અને નિવૃત્તિના ચક્રને લક્ષી બધું તંત્ર ગોઠવાયેલું છે. ઉક્ત ચારેય મહાન પુરુષોની મૂર્તિઓ નિહાળો કે તેના પૂજા પ્રકારો જુઓ, અગર તેમનાં મંદિરોની રચના અને સ્થાપત્ય જુઓ તોપણ તેમાં એ પ્રવૃત્તિ અને નિવૃત્તિચક્રના આદર્શની ભિન્નતા સ્પષ્ટ જોઈ શકાશે. ઉક્ત ચાર મહાન પુરુષોમાં એક બુદ્ધને બાદ કરીએ તો સામાન્ય રીતે એમ કહી શકાય કે બાકીના ત્રણેય પુરુષોની પૂજા, તેમના સંપ્રદાયો અને તેમનો અનુયાયી વર્ગ હિન્દુસ્તાનમાં જ અસ્તિત્વ ધરાવે છે, જ્યારે બુદ્ધની પૂજા, સંપ્રદાય તથા તેમનો અનુયાયીવર્ગ એશિયાવ્યાપી છે. રામ અને કૃષ્ણના આદર્શોનો પ્રચારવર્ગ મુખ્યપણે પુરોહિત હોઈ તે ગૃહસ્થ છે, જ્યારે મહાવીર અને બુદ્ધના આદર્શોનો પ્રચારવર્ગ ત્યાગી હોઈ તે ગૃહસ્થ નથી. રામ અને કૃષ્ણના ઉપાસકોમાં હજારો સંન્યાસીઓ હોવા છતાં તે સંસ્થા મહાવીર અને બુદ્ધના ભિક્ષુસંઘ જેવી તંત્રબદ્ધ અથવા વ્યવસ્થિત નથી. ગુરુપદ ધરાવતી હજારો સ્ત્રીઓ આજે પણ મહાવીર અને બુદ્ધના ભિક્ષુસંઘમાં વર્તમાન છે; જ્યારે રામ અને કૃષ્ણના ઉપાસક સંન્યાસી–વર્ગમાં એ વસ્તુ નથી. રામ અને કૃષ્ણના મુખેથી સાક્ષાત્ ઉપદેશાવેલ કોઈ પણ શાસ્ત્ર હોવા વિશેનાં પ્રમાણો નથી; જ્યારે મહાવીર અને બુદ્ધના મુખેથી સાક્ષાત્ ઉપદેશામેલ થોડા પણ ભાગો નિર્વિવાદ અસ્તિત્વ ધરાવે છે. રામ અને કૃષ્ણને નામે ચડેલાં શાસ્ત્રો સંસ્કૃત ભાષામાં છે, જ્યારે મહાવીર અને બુદ્ધના ઉપદેશો. તત્કાલીન પ્રચલિત લોકભાષામાં છે. સરખામણીની મર્યાદિતતા અને તેનાં દૃષ્ટિબિન્દુઓ
હિન્દુસ્તાનમાં સાર્વજનિક પૂજા પામેલ ઉપરના ચાર મહાન પુરુષોમાંથી કોઈપણ એકના જીવન વિશેનો વિચાર કરવો હોય કે તેના સંપ્રદાય, તત્ત્વજ્ઞાન અને કાર્યક્ષેત્રનો વિચાર કરવો હોય તો બાકીના ત્રણેયને લગતી તે તે વસ્તુનો વિચાર સાથે જ કરવો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org