SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦ • જૈન ધર્મ અને દર્શન પ્રાપ્ત થાય છે, કારણ કે, આ આખા દેશમાં એક જ જાતિ અને એક જ કુટુંબમાં ઘણી વાર ઉક્ત ચારેય પુરુષો અથવા તેમાંથી એક કરતાં વધારે પુરુષોની પૂજા અને માન્યતા પ્રચલિત હતી અને અત્યારે પણ છે. તેથી એ પૂજ્ય પુરુષોના આદર્શો મૂળમાં ભિન્ન ભિન્ન હોવા છતાં પાછળથી તેમાં અરસપરસ ઘણી આપલે થઈ છે અને કોઈ વાર એકનો તો કોઈ વાર બીજાનો પ્રભાવ અરસપરસ પડ્યો છે. આવી વસ્તુસ્થિતિ હોવા છતાં પણ આ સ્થળે તો ધર્મવીર મહાવીરના જીવન સાથે કર્મવીર કૃષ્ણના જ જીવનની સરખામણી કરવા ધારી છે; અને આ બંને મહાન પુરુષોના જીવનપ્રસંગની સરખામણી પણ આ સ્થળે માત્ર અમુક ભાગ પૂરતી જ કરવા ધારી છે. સમગ્ર જીવનવ્યાપી સરખામણી અને ચારેય પુરુષોની સાથે સાથે વિસ્તૃત સરખામણી જે સમય અને સ્વાથ્યની અપેક્ષા રાખે છે તે આજે નથી. તેથી અત્રે બહુ જ પરિમિત રૂપમાં સરખામણી કરવા ધારી છે. મહાવીરના જન્માક્ષણથી માંડી કેવલજ્ઞાનની પ્રાપ્તિ સુધીના જીવનના કેટલાક બનાવો કૃષ્ણના જન્મક્ષણથી માંડી કંસવધ સુધીના કેટલાક બનાવો સાથે સરખાવવા ધાર્યા છે. આ સરખામણી મુખ્યપણે ત્રણ દૃષ્ટિબિંદુઓ લક્ષ્યમાં રાખી કરવામાં આવેલી છે : (૧) પહેલું તો એ કે “બંનેના જીવનની ઘટનાઓમાં સંસ્કૃતિભેદ શો છે?” – એ તારવવું. (૨) બીજું એ કે એ ઘટનાઓના વર્ણનનો પરસ્પર એકબીજા ઉપર કાંઈ પ્રભાવ પડ્યો છે કે નહિ? અને એમાં કેટકેટલો ફેરફાર કે વિકાસ સધાયો છે?” – એની પરીક્ષા કરવી. (૩) ત્રીજું દૃષ્ટિબિન્દુ એ છે કે લોકોમાં ધર્મભાવના જાગ્રત રાખવા તેમજ સંપ્રદાયના પાયા મજબૂત કરવા મુખ્યપણે કઈ જાતના સાધનનો ઉપયોગ કથાગ્રંથોમાં કે જીવનવૃત્તાંતોમાં થતો? – તેનું પૃથક્કરણ કરવું અને ઔચિત્ય વિચારવું. પરસંપ્રદાયનાં શાસ્ત્રોમાં પણ મળી આવતાં નિર્દેશો અને વર્ણનો ઉપર કહેલ દૃષ્ટિબિન્દુઓથી કેટલીક ઘટનાઓની નોંધ કરીએ તે પહેલાં અહીં એક બાબત ખાસ નોંધી લેવી યોગ્ય છે, જે વિચારકોને કૌતુકવર્ધક છે, એટલું જ નહિ, પણ જે અનેક ઐતિહાસિક રહસ્યોના ઉદ્દઘાટન અને તેના વિશ્લેષણ વાતે તેમની પાસેથી સતત અને અવલોકનપૂર્ણ મધ્યસ્થ પ્રયત્નની અપેક્ષા રાખે છે. તે બાબત એ છે કે બૌદ્ધ પિટકોમાં જ્ઞાતપુત્ર તરીકે ભગવાન મહાવીરનો અનેક વાર સ્પષ્ટ નિર્દેશ આવે છે, પણ તેમાં રામ કે કૃષ્ણ કોઈનો નિર્દેશ નથી. કાંઈક પાછળના બૌદ્ધ જાતકોમાં (જુઓ દશરથજાતક નં. ૪૬૧) રામ અને સીતાની કથા આવે છે, પણ તે વાલ્મીકિના વર્ણન કરતાં તદ્દન જુદી જાતની છે, કેમકે એમાં સીતાને રામની બહેન તરીકે વર્ણવેલ છે. કૃષ્ણની કથાનો નિર્દેશ તો કોઈપણ પાછળના બૌદ્ધ ગ્રંથમાં સુધ્ધાં અદ્યાપિ અમારા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001071
Book TitleJain Dharma ane Darshan
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages349
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy