SearchBrowseAboutContactDonate
Page Preview
Page 263
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૪ • જૈન ધર્મ અને દર્શન સમાજથી સાવ વિમુખ બનાવી કદી સગણ સાધી શકે જ નહિ. સદ્દગુણનો અર્થ જ એ છે કે ગમે તેવી અથડામણો અને ગમે તેવા સંઘર્ષ વચ્ચે પણ બીજા પ્રત્યેનું વલણ મધુર જ બનાવી રાખવું, તેમાં કડવાશ આવવા ન દેવી. માણસ સાવ એકલો હોય તો તેની વૃત્તિની મધુરતા કે કટુતાની કસોટી થઈ ન શકે અને તે પોતે પણ એમ નક્કી ન કરી શકે કે જેને તે સદ્ગણ માની રહ્યો છે તે વખત આવતાં સદ્ગણ જ સિદ્ધ થશે. એ જ નિયમ દોષને પણ લાગુ પડે છે. કોઈ વ્યક્તિ ક્રૂરતા, લોભ કે ભોગવૃત્તિમાં રસ ધરાવતી હોય અને તે સમાજથી સાવ છૂટી પડે તો તે કદી પોતાની નવી રસવૃત્તિને તૃપ્ત કરી શકશે નહિ. સત્ય બોલવું અને આચરવું એ સદ્દગુણ છે અને અસત્યાચરણમાં દોષ છે, પણ જો મનુષ્ય એકલો હોય તો તે સત્ય કે અસત્યનું આચરણ કેવી રીતે અને કોના પ્રત્યે કરે ? તેથી એ નિઃશંકપણે ફલિત થાય છે કે ઈતર ગત સાથેના માણસના સંબંધમાં જ ગુણદોષની વૃદ્ધિ કે હાનિની શક્યાશક્યતા સમાયેલી છે. મહાન પુરુષો પૃથ્વીના પટના કોઈપણ ભાગ ઉપર ક્યારેય પણ થઈ ગયેલ અને અત્યારે વર્તમાન એવા મહાન પુરુષોની જીવનકથા એટલે સંક્ષેપમાં કહીએ તો તેમનો તેમની આસપાસના જગત પ્રત્યેનો દૃષ્ટિકોણ અને જીવનવ્યવહાર જે રીતે ભગવાન મહાવીરે વારસામાં મળેલ સંસ્કારોને ઈતર જગત પ્રત્યેના પોતાના બંધુત્વમય અને વિશાળ દૃષ્ટિકોણ વડે તેમજ કોમળ અને મધુર આચરણથી ઉદાત્ત બનાવ્યા અને તેના પરિણામે માનવજાતિના અભ્યદય અને નિઃશ્રેયસની દૃષ્ટિએ કાલાબાધિત મૂળભૂત સિદ્ધાંતો ઈતર પયગંબરોની પેઠે પ્રરૂપ્યા, તે જ સૂચવે છે કે તેમનો જીવનહેતુ વ્યક્તિ અને સમાજના સંબંધને કલ્યાણમય બનાવવાનો હતો. તેમણે જેમ સમાજના આશ્રયથી સ્વપુરુષાર્થ દ્વારા સગુણ વિકસાવવાની કળા સિદ્ધ કરી હતી, તેમ તેમણે પોતાના એ સદ્ગણ ઉપાર્જનની કૃતાર્થતા સમાજના ક્ષેમમાં જ માની હતી. પવિત્ર અગલિકા દીર્ઘદૃષ્ટિ મહર્ષિઓએ યુગ યુગના નવ સમાજને દીવાદાંડીરૂપ બને એવા ઉદ્દેશથી વર્ષાવાસનું એક અઠવાડિયું એવી રીતે યોર્યું છે કે તેમાં આપણે ભગવાન મહાવીરની પુણ્યકથા સાંભળવા અને તેના મર્મ ઉપર વિચાર કરવા પૂરો અવકાશ મેળવી શકીએ. ભગવાને પોતાની કઠોર સાધના દ્વારા જે સત્યો અનુભવ્યા હતા અને તેમણે પોતે જ જે સત્યોને સમકાલીન સામાજિક પરિસ્થિતિ સુધારવા અમલમાં મૂક્યાં હતાં અને લોકો એ પ્રમાણે જીવન ઘડે એ હેતુથી જે સત્યોનો સમર્થ પ્રચાર કર્યો હતો, તે સત્યો સંક્ષેપમાં ત્રણ છે : (૧) બીજાના દુઃખને પોતાનું દુઃખ લેખી જીવનવ્યવહાર ઘડવો, જેથી જીવનમાં સુખશીલતા અને વિષમતા હિંસક તત્ત્વો પ્રવેશ ન પામે. (૨) પોતાની સુખસગવડનો, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001071
Book TitleJain Dharma ane Darshan
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages349
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy