________________
ભગવાન મહાવીર ૦ ૫૯ મુક્ત એવું જે ચિત્ર રજૂ થાય છે તેમાં તો મહાવીર માત્ર કરુણા અને સત્પુરુષાર્થની મૂર્તિરૂપે જ દેખાય છે.
પ્રાચીનમાં પ્રાચીન કહી શકાય એવા જે આચારાંગમાં તેમના ઉદ્ગારો સચવાયા છે અને ભગવતી આદિ ગ્રંથોમાં તેમના જે વિશ્વસનીય સંવાદો મળી આવે તે બધા ઉપરથી મહાવીરનું ટૂંકું જીવન આ પ્રમાણે આલેખી શકાય :
તેમને વારસામાં જ ધર્મસંસ્કાર મળ્યા હતા અને છેક નાની ઉંમરથી જ નિર્પ્રન્થ પરંપરાની અહિંસાવૃત્તિ તેમનામાં વિશેષ રૂપે આર્વિભાવ પામી હતી. આ વૃત્તિને તેમણે એટલે સુધી વિકસાવી હતી કે તેઓ પોતાને નિમિત્તે કોઈના – સૂક્ષ્મ જંતુ સુધ્ધાંના દુઃખમાં ઉમેરો ન થાય એ રીતે જીવન જીવવા મથ્યા. એ મંથને તેમને એવું અપરિગ્રહ વ્રત કરાવ્યું કે તેમાં કપડાં અગર ઘરનો આશ્રય સુધ્ધાં વર્જ્ય ગણાયો. મહાવીર જ્યારે દેખો ત્યારે એક જ વાત સંભળાવતા દેખાય છે કે દુનિયામાત્ર દુ:ખી છે. પોતાની સુખસગવડ માટે દુઃખ ન વધારો. બીજાના સુખમાં ભાગીદાર ન બનો, પણ બીજાનું દુઃખ હળવું કરવા કે નિવારવા સતત પ્રયત્નશીલ રહો.’ મહાવી૨ એકની એક એક જ વાત અનેક રૂપે કહે છે. તેઓ પોતાના સંપર્કમાં આવનાર હરકોઈને કહે છે કે મન, વાણી અને દેહની એકતા સાધો. ત્રણેનું સંવાદી સંગીત પેદા કરો. જે વિચારો તે જ બોલો અને તે પ્રમાણે જ વર્તો અને જે વિચારો તે પણ એવું કે તેમાં ક્ષુદ્રતા કે પામરતા ન હોય. પોતાના અંતરના શત્રુઓને જ શત્રુ લેખો અને તેને જીતવાની જ વીરતા બતાવો.’ મહાવીર કહે છે કે જો એ બાબતમાં એક નિમેષમાત્રનો પ્રમાદ થશે તો જીવનનો મહામૂલો સદંશ દિવ્ય અંશ એળે જ જશે અને કદી નહિ લાધે.’
-
મહાવીરે જે તત્ત્વજ્ઞાન વારસામાં મેળવેલું અને જે આચર્યું તે ટૂંકમાં એટલું જ છે કે જડ અને ચેતન બે તત્ત્વો મૂળથી જ જુદાં છે. દરેક બીજા ઉપર પ્રભાવ પાડવા મથે છે. તેને લીધે જ કર્મવાસનાની આસુરી વૃત્તિઓ અને ચેતના તેમજ સત્પુરુષાર્થની દેવી વૃત્તિઓ વચ્ચે દેવાસુરસંગ્રામ સતત ચાલે છે. પણ છેવટે ચેતનાનું દેખતું મક્કમ બળ જ જડ વાસનાના આંધળા બળને જીતી શકે. આ તત્ત્વજ્ઞાનની ઊંડામાં ઊંડી સમજણે તેમનામાં આધ્યાત્મિક સ્પંદન પેદા કર્યું હતું અને તેથી જ તેઓ માત્ર વીર ન રહેતાં મહાવીર બન્યા. એમના સમગ્ર ઉપદેશમાં આ મહાવીરતાની એક જ છાપ દેખાય છે. એમની જાત કઈ હતી ? એમનું જન્મસ્થાન ક્યાં હતું ? માતાપિતા અને બીજા સ્નેહીઓ કોણ અને કેવાં હતાં ? ગરીબ કે સમૃદ્ધ ? આવા સ્થૂળ જીવનને લગતા પ્રશ્નો ઊઠવા સ્વાભાવિક છે. એમાં અનેક અતિશયોક્તિઓ હોવાની, રૂપકો આવવાનાં, પણ જીવનશુદ્ધિમાં અને માનવતાના ઉત્કર્ષમાં ઉપકારક થઈ શકે એવી તેમની જીવનરેખા તો ઉપર મેં જે આછીઆછી આલેખી તે જ છે, અને આજે હું મહાવીરના એ જ જીવનભાગ ઉપર ભાર આપવા ઇચ્છું છું, જેમાં આપણા જેવા અનુયાયી ગણાતા ભક્તો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org