________________
૧૩૪ • જૈન ધર્મ અને દર્શન સાંવત્સરિક આત્મનિરીક્ષણમાં સ્થાન નથી પામતો ? જો હા, તો આ વાતે કોણ વિચાર કરશે ? સાધુઓ કે વહીવટકર્તાઓ કે બંને ? જો એકે પૂર્ણ જવાબદાર ન હોય તો સુપર્વો આવે કે જાય તેથી સમાજનું શું વળવાનું?
દેવદ્રવ્યનો ઉદ્દેશ સુંદર છે, એ વિશે તો મતભેદ છે જ નહિ; પણ એ ઉદ્દેશ સાધી શકાય તે કરતાં વધુ પ્રમાણમાં એકઠું થયેલું દેવદ્રવ્ય જ્યાં ત્યાં એક અથવા બીજે રૂપે પડ્યું રહે, તેનો કોઈ સામાજિક હિતમાં ઉપયોગ થઈ જ ન શકે અને છેવટે કાં તો એ સ્થાવર મિલકતરૂપે રહે અને કાં તો જ્યારે ત્યારે જેના તેના હાથે ભરખાઈ જાય – આ સ્થિતિ શું પુનર્વિચારણા નથી માગતી? શું વિદ્વાન ગણાતા અને વિદ્વાન છે એવા ત્યાગીઓનું તેમજ ડાહ્યા ગણાતા વ્યાપારી શ્રાવકોનું માનસ આમાંથી કોઈ ઉકેલ શોધવાની શક્તિ જ નથી ધરાવતું ? જો એમ હોય તો પજુસણ કે સંવત્સરીપર્વ આવે ને જાય એ બધું પથ્થર ઉપર પાણી ઢોળ્યા બરાબર છે. સમાજ તો જ્યાં હતો
ત્યાં જ છે, અગર સમયની દૃષ્ટિએ તુલનાત્મક વિચાર કરીએ તો પ્રથમથીયે પાછો પડ્યો છે એમ માનવું જોઈએ.
તત્ત્વજ્ઞાન અને ધર્મનું શિક્ષણ આપતી નાનીમોટી અનેક પાઠશાળાઓ છે, કેટલાંક ગુરુકુળો ને બ્રહ્મચર્યાશ્રમો પણ છે, અનેક છાત્રાલયો પણ છે. એમાં ત્યાગીઓ, પંડિત અને અત્યારના સુશિક્ષિત ગણાતા મહાશયોનો પૂરેપૂરી હાથ છે; અને તેમ છતાં તેમાં ધાર્મિક અને તાત્ત્વિક શિક્ષણ લેનારની દશા જોઈએ છીએ ત્યારે એમ માનવાનું મન થઈ જાય છે કે જેટલા પ્રમાણમાં જેણે વધારે ધર્મશિક્ષણ લીધું તે તેટલા પ્રમાણમાં વધારે પાકો મૌલવી કે મુલ્લા. અત્યારે અપાતું ધર્મનું તેમજ તત્ત્વનું જ્ઞાન એને લેનારમાં કોઈ નવો વિચાર પ્રેરdય નથી અને “નમો તિમિલે અંધારામાંથી અજવાળામાં લઈ જા એવી મનોદશાને બદલે “જ્યોતિષો મા તમો સમય એવી મનોદશા સર્જે છે! કોઈપણ સાચો સમજનાર અને નિર્ભય ધર્મતત્ત્વજ્ઞ ઉપર કહેલ એવી સંસ્થાઓનું અને તેમાં શીખતા વિદ્યાર્થીઓનું માનસ જોશે તો તેને જણાયા વિના નહિ રહે કે એમાં વિચારનું નૂર જ નથી. જો આ સ્થિતિ સમાજની હોય તો હજાર-હજાર આત્મનિંદા કે આત્મગહનું મૂલ્ય અજાગલસ્તન કરતાં વધારે લેખાશે ખરું?
છેલ્લાં પંચોતેર વર્ષમાં સમાજે યુગના ધક્કાથી મોડે મોડે પણ આનાકાની સાથે શાસ્ત્ર પ્રકાશન શરૂ કર્યું. એમાં ઘણી બાબતોમાં પ્રગતિ પણ થઈ, છતાં આજે એ પ્રકાશન પાછળ સમાજનું જેટલું ધન અને બળ ખર્ચાય છે તે પ્રમાણમાં કાંઈ સુધારો કે નવીનતા થઈ છે કે નહિ એ શું વિચારવા જેવું નથી ? છે તેવાં જ પુસ્તકો ક્ષ સ્થાને મીક્ષા રાખી માત્ર સારા કાગળ ને સારા ટાઈપો અગર સારું બાઇન્ડિંગ કરી છાપવામાં આવે
તો શું આ યુગમાં એ પ્રતિષ્ઠા પામશે? શું એના સંપાદક તરીકેના નામ સાથે પંડિતો, , પંન્યાસ, સૂરિ અને સૂરિસમ્રાટોની ઉપાધિઓ માત્રથી એનું મૂલ્ય કે ઉપયોગિતા વધી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org