SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૮ • જૈન ધર્મ અને દર્શન ફળદ્રુપ નીવડે. માટે બ્રહ્મચર્યાશ્રમમાંથી જ સીધો સંન્યાસાશ્રમ સ્વીકારવામાં, અથવા તો બ્રહ્મચર્ય અને સંન્યાસ બંને આશ્રમોનું એકીકરણ કરવામાં જ જીવનનો મુખ્ય આદર્શ આવી જાય છે. આ મતભેદ જમાનાજૂનો છે અને એની રસભરી તેમજ તીખી ચર્ચાઓ. પણ શાસ્ત્રોમાં મળે છે. આવી સ્થિતિ છતાં એટલું તો જાણવું જ જોઈએ કે બૌદ્ધ અને જૈન સંપ્રદાયની સામાન્ય જનતા ચતુરાશ્રમધર્મનું નામ આપ્યા સિવાય પણ તે ધર્મને જીવનમાં તો પાળે જ છે. એ જ રીતે બ્રાહ્મણ સંપ્રદાયમાં એકાશ્રમધર્મનો સ્વીકાર ન હોવા છતાં પણ એ ધર્મને સ્વીકારનાર વ્યક્તિઓના દાખલા મળી જ આવે છે. આટલી તો સંન્યાસના પ્રારંભની ઉંમર પરત્વે વાત થઈ. હવે એની પૂર્ણાહુતિ તરફ વળીએ. બ્રાહ્મણસંન્યાસ સ્વીકાર્યા પછી તે જીવનપર્યત ધારણ કરવો જ પડે છે; જીવનના અંત પહેલાં તેનો અંત આવતો નથી. બૌદ્ધ અને જૈન સંન્યાસ નાની ઉંમરમાં પણ સ્વીકારવામાં તો આવે છે, પણ બંને વચ્ચે તફાવત છે. તે તફાવત એ છે કે, બૌદ્ધ વ્યક્તિ સંન્યાસ લેતી વખતે જીવનપર્યંતનો સંન્યાસ લેવા બંધાયેલ નથી. તે અમુક માસનો સંન્યાસ લે, અને તેમાં રસ પડે તો તેની મુદત વધારતો જાય અને કદાચ આજીવન સંન્યાસ પાળવાની પ્રતિજ્ઞા પણ લે. અને જો રસ ન પડે તો સ્વીકારેલી ટૂંક મુદત પૂર્ણ થતાં જ તે પાછો ઘેર ગૃહસ્થાશ્રમમાં આવે. એટલે કે બૌદ્ધસંન્યાસ એ માનસિક સ્થિતિ ઉપર અવલંબિત છે. સંન્યાસ લેનારને એ મારફત સંતોષ લાધે તો તેમાં આજીવન રહે અને એ જીવનના નિયમો સામે ઊભવાની શક્તિ ન હોય તો પાછો ઘેર પણ ફરે; જ્યારે જનસંન્યાસમાં એમ નથી. એમાં તો એકવાર – પછી ભલે પાંચ કે આઠ વર્ષની ઉમરે અથવા તો એંશી વર્ષની ઉંમરે – સંન્યાસ લીધો એટલે તે મરણની છેલ્લી ક્ષણ સુધી નભાવવો જ પડે. ટૂંકમાં જૈનદીક્ષા એ આજીવન દીક્ષા છે. એમાંથી પ્રતિજ્ઞા પ્રમાણે તો જીવતાં સુધીમાં છટકી શકાય જ નહિ. બ્રાહ્મણ સંપ્રદાયમાં બાળ અને તરુણ ઉંમરે પરમહંસનું વિધાન ખાસ ન હોવાથી એમાં સંન્યાસ છોડી પાછા ઘેર ભાગવાના દાખલાઓ વિરલ બને છે; અને જ્યારે એવા દાખલાઓ બને પણ છે ત્યારે એ સંન્યાસ છોડી પાછા ફરનારની પ્રતિષ્ઠા એ સમાજમાં ખાસ નથી હોતી. જૈન સમાજમાં બાલ્ય અને જુવાનીની અવસ્થામાં સુધ્ધાં – વળી ખાસ કરી આ જ અવસ્થાઓમાં – સંન્યાસ આપવાનું કાર્ય પ્રશસ્ત મનાવાથી અને એ કામને વધારે ટેકો અપાવાથી, એકંદર રીતે સંન્યાસ છોડી ઘેર પાછા ફરનારા પ્રમાણમાં વધારે મળી આવે છે. જે દીક્ષા છોડી પાછા ફરેલા હોય છે તેઓનું પાછું સમાજમાં માનપૂર્વક રહેવું અને જીવવું લગભગ મુશ્કેલ થઈ જાય છે. ફરી તે વ્યક્તિ દીક્ષા લે તોપણ એક વાર દીક્ષા છોડ્યાનું શરમિંદું કલંક તેના કપાળે અને ભક્તોની ખાનગી ચર્ચામાં રહી જ જાય છે. સંયમ પાળવાની પોતાની અશક્તિને લીધે અથવા તો બીજા કોઈપણ કારણસર જે માણસ ઘેર પાછો ફરે, અને જે વૈવાહિક જીવન ગાળવા માગે તેને તો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001071
Book TitleJain Dharma ane Darshan
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages349
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy