________________
આજના સાધુઓ નવીન માનસને ઘેરી શકે ? • ૧૭૫ પ્રત્યાઘાતી બળો આગળ આવવાં લાગ્યાં. જૈન સમાજના નવા માનસ સાથે જૂના માનસની અથડામણી થવા લાગી. એ ઘટના તો આખી દુનિયાના સાધારણ નિયમ પ્રમાણે જ હતી, તેથી તેમાં કાંઈ નવાઈ પામવા જેવું ન જ હોય. પણ અહીં જૈન સમાજની એક ખાસ પ્રકૃતિ વિચારવા જેવી છે. તે એ કે જ્યારે આપણે જૈન સમાજનું જૂનું માનસ' એમ કહીએ છીએ ત્યારે સાધુઓનું માનસ એટલું જ ખરી રીતે સમજવું જોઈએ. બેશક કટ્ટર સ્વભાવના અને દુરાગ્રહી જૈન ગૃહસ્થ સ્ત્રીપુરુષો હતાં અને આજે પણ છે, છતાં જૈન સમાજનું સૂક્ષ્મ નિરીક્ષણ કરનાર વાસ્તે એ વાત ભાગ્યે જ અજાણી હશે કે જૈન ગૃહસ્થ સ્ત્રીપુરુષોની દોરવણીનાં સૂત્રો ખરી રીતે સાધુઓના જ હાથમાં રહેલાં છે. આનો અર્થ એ નહિ કે તમામ ગૃહસ્થવર્ગે કોઈ એક ક્ષણે પોતાનું નેતૃત્વ સાધુવર્ગને આપી દીધું છે, પણ આનો અર્થ એટલો જ છે કે જૂની પરંપરા પ્રમાણે એમ મનાતું આવેલું છે કે ભણતર અને ત્યાગમાં તો સાધુઓ જ વધે. ગૃહસ્થો ભણે તોય ધંધા પૂરતું. બધા વિષયોનું અને બધી બાજુથી જ્ઞાન તો સાધુઓમાં જ સંભવે. ત્યાગ તો સાધુઓનું જીવન જ રહ્યું. આવી પરંપરાગત શ્રદ્ધાને લીધે જાણે કે અજાણે ગૃહસ્થવર્ગ સાધુઓના કથનથી દોરવાતો આવ્યો છે અને વ્યાપારધંધા સિવાયના કોઈપણ વિચારણીય પ્રદેશમાં સાધુઓ જ માત્ર વધારે સારી સલાહ આપી શકે એમ પરાપૂર્વથી મનાતું આવ્યું છે. એટલે જ્યારે કોઈ નવી પરિસ્થિતિ ઊભી થાય ત્યારે જૂનો ઘરેડપંથી વર્ગ ક્ષોભ પામે કે અકાળાય તે વખતે પણ સીધી કે આડકતરી રીતે સાધુઓનું માનસ જ એ ક્ષોભનું પ્રેરક નહિ તો પોષક હોય જ છે. જો એવા ક્ષોભને યણે કોઈ સમર્થ વિચારક સાધુઓ ઘરેડપંથી શ્રાવકોને યોગ્ય સલાહ આપે તો તો ખાતરીથી એ ક્ષોભ જલદી શમે. અજ્ઞાન, સંકુચિતતા, પ્રતિષ્ઠાભય કે બીજા ગમે તે કારણે સાધુઓ નવીન શિક્ષણ, નવીન પરિસ્થિતિ અને તેના બળનું મૂલ્ય આંકી નથી શકતા. તેને પરિણામે તેઓ નવીન પરિસ્થિતિનો વિરોધ ન કરે તોય જ્યારે ઉદાસીન રહે છે ત્યારે ઘરેડપંથી શ્રદ્ધાળુ શ્રાવકો એમ માની લે છે કે મહારાજ સાહેબ આવી બાબતમાં ચૂપ રહે છે, વાસ્તે આ નવીન પ્રકાશ કે નવીન પરિસ્થિતિ સમાજ વાસ્તે ઈષ્ટ ન જ હોવી જોઈએ. તેથી તેઓ વગર વિચાર્યું પણ પોતાની નવી પેઢી સામે થાય છે. એમાંય કોઈ પ્રભાવશાળી સાધુઓ હાથ નાખે છે ત્યારે બળતામાં ઘી હોમાઈ એક હોળી પ્રગટી પ્રચંડ કડાકો થતો સંભળાય છે. સાધુ સમાજમાં જણાતી જડતા
જૈન સમાજમાં પણ આવા કડાકા મુખ્યપણે શ્વેતાંબર મૂર્તિપૂજકમાં જ સંભળાય છે. દિગંબર સમાજમાં તેમના સદ્દભાગ્યે સાધુઓ રહ્યા જ ન હતા. અલબત્ત, તે સમાજમાં હમણાં હમણાં થોડા નગ્ન સાધુઓ નવા થયા છે, જે જૂની ઘરેડના જ છે; તેમજ એ
સમાજમાં અતિ સાંકડા મનનો પંડિત, બ્રહ્મચારી અને વર્ગીવર્ગ પણ છે. એ બધા દિગંબર Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org