________________
૨૦૨૦ જૈન ધર્મ અને દર્શન
સુધી તો એ સંસ્થામાં ઘટાડો નહોતો જ થયો, કદાચ વધારો થયો હશે. સાધુસંસ્થામાં સ્ત્રીઓને સ્થાન કાંઈ ભગવાન મહાવીર જ પહેલાં નથી આપ્યું. તેમના પહેલાંય ભિક્ષુણીઓ જૈન સાધુસંઘમાં હતી અને બીજા પરિવ્રાજક પંથોમાં પણ હતી, છતાં એટલું તો ખરું જ કે ભગવાન મહાવીરે પોતાના સાધુસંઘમાં સ્ત્રીઓને ખૂબ અવકાશ આપ્યો અને એની વ્યવસ્થા વધારે મજબૂત કરી. એનું પરિણામ બૌદ્ધ સાધુસંઘ ઉપર પણ થયું. બુદ્ધ ભગવાન સાધુસંઘમાં સ્ત્રીઓને સ્થાન આપવા ઇચ્છતા ન હતા, પણ તેમને છેવટે સાધુસંસ્થામાં એમણે સ્થાન આપવું પડ્યું. આ તેમના પરિવર્તનમાં જૈન સાધુસંસ્થાની કાંઈક અસર અવશ્ય છે એમ વિચાર કરતાં લાગે છે.
સાધુસંસ્થા મૂળમાં હતી તો એક, પણ પછી અનેક કારણે તે વહેંચાતી ગઈ. શરૂઆતમાં દિગંબર અને શ્વેતાંબર એવા બે મુખ્ય ભેદ પડ્યા. પછી દરેક ભેદની અંદર બીજા અનેક નાનામોટા ફાંટા પડતા જ ચાલ્યા. જેમ જેમ જૈન સમાજ વધતો ગયો, ચોમેર દેશમાં તેનો વિસ્તાર થતો ગયો અને નવનવી જાતો તથા લોકો તેમાં દાખલ થતા ગયા, તેમ તેમ સાધુસંસ્થા પણ વિસ્તરતી ગઈ અને ચોમેર ફેલાતી ગઈ. એ સંસ્થામાં જેમ અસાધારણ ત્યાગી અને અભ્યાસી થયા છે, તેમ હંમેશાં ઓછોવત્તો શિથિલાચારીનો વર્ગ પણ થતો આવ્યો છે. પાસસ્થા, કુસીલ, જહાછંદ વગેરેનાં જે અતિ જૂનાં વર્ણનો છે તે સાધુસંસ્થામાં શિથિલાચારી વર્ગ હોવાને પુરાવો છે. કયારેક એક રૂપમાં તો ક્યારેક બીજા રૂપમાં, પણ હમેશાં આચારવિચારમાં મોળો અને ધ્યેયશૂન્ય શિથિલ વર્ગ પણ સાધુસંસ્થામાં થતો જ આવ્યો છે. જ્યારે જ્યારે શિથિલતા વધી ત્યારે વળી કોઈ તેજસ્વી આત્માએ પોતાના જીવન દ્વારા એમાં સુધારો પણ કર્યો છે. ચૈત્યવાસીઓ થયા અને તેમનું સ્થાન ગયું પણ ખરું. વળી જતીઓ જોરમાં આવ્યા અને આજે તેઓ નામશેષ જેવા છે. જે એક વા૨ના સુધારકો અને શાન, ત્યાગ તેમજ કર્તવ્ય દ્વારા સાધુસંસ્થાને જીવિત રાખનારા હતા તેમના જ વંશજો બેચાર પેઢીમાં પાછા સ્ખલનાઓ કરનારા થાય અને વળી કોઈ એ સ્ખલનાઓ સામે માથું ઊંચકનાર આવી ઊભો રહે. આ બગાડાસુધારાનું ધ્રુવચક્ર જેમ બીજી સંસ્થાઓમાં તેમ સાધુસંસ્થામાં પણ પહેલેથી આજ સુધી ચાલ્યું આવ્યું છે. એનો જુદો ઇતિહાસ તારવવો હોય તો તે જૈન સાહિત્યમાંથી પ્રમાણપૂર્વક તારવી શકાય તેમ છે.
સાધુ એટલે સાધક. સાધક એટલે અમુક ધ્યેયની સિદ્ધિ માટે સાધના કરનાર, તે ધ્યેયનો ઉમેદવાર. જૈન સાધુઓનું ધ્યેય મુખ્યપણે તો જીવનશુદ્ધ જ નક્કી કરવામાં આવેલું છે. જીવનને શુદ્ધ કરવું એટલે તેનાં બંધનો, તેનાં મળો, તેના વિક્ષેપો અને તેની સંકુચિતતાઓ ટાળવી. ભગવાને પોતાના જીવન મારફત સમજદા૨ને એવો પદાર્થપાઠ શીખવ્યો છે કે જ્યાં સુધી પોતે પોતાનું જીવન અંતર્મુખ થઈ તપાસી ન લે, શોધી ન લે, પોતે વિચાર અને વર્તનમાં સ્થિર ન થાય, પોતે પોતાના ધ્યેય પરત્વે સ્પષ્ટ ભાન
****
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org