SearchBrowseAboutContactDonate
Page Preview
Page 272
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન દૃષ્ટિએ બ્રહ્મચર્ય-વિચાર • ૨૬૩ તો આસવનિરોધનો જ – સમાવેશ નથી થતો, પણ તેવા સંપૂર્ણ સંયમમાં શ્રદ્ધા, જ્ઞાન, ક્ષમાદિ સ્વાભાવિક વૃત્તિઓના વિકાસનો સુધ્ધાં સમાવેશ થઈ જાય છે. તેથી પહેલી વ્યાખ્યા પ્રમાણે બ્રહ્મચર્ય એટલે કામક્રોધાદિ દરેક અસદુવૃત્તિને જીવનમાં ઉદ્દભવતી અટકાવી શ્રદ્ધા, ચેતના, નિર્ભયતા આદિ સદ્દવૃત્તિઓ-ઊર્ધ્વગામી ધર્મો–ને જીવનમાં પ્રગટાવી તેમાં તન્મય થવું તે. - સાધારણ લોકોમાં બ્રહ્મચર્ય શબ્દનો જે અર્થ જાણીતો છે અને જે ઉપર વર્ણવેલા સંપૂર્ણ સંયમનો માત્ર એક અંશ જ છે તે અર્થ બ્રહ્મચર્ય શબ્દની બીજી વ્યાખ્યામાં જૈન શાસ્ત્રોએ પણ સ્વીકારેલ છે. તે વ્યાખ્યા પ્રમાણે બ્રહ્મચર્ય એટલે મૈથુનવિરમણ અર્થાત્ કામસંગનો-કામાચારનો–અબ્રહ્મનો ત્યાગ. આ બીજા અર્થમાં બ્રહ્મચર્ય શબ્દ એટલો બધો પ્રસિદ્ધ થઈ ગયો છે કે બ્રહ્મચર્ય અને બ્રહ્મચારી કહેવાથી દરેક જૈન તેનો અર્થ સામાન્ય રીતે એટલો જ સમજે છે કે મૈથુનસેવનથી દૂર રહેવું તે બ્રહ્મચર્ય અને જીવનના બીજા અંશોમાં ગમે તેવો અસંયમ હોવા છતાં માત્ર કામસંગથી છૂટો રહેનાર હોય તે બ્રહ્મચારી. આ બીજો અર્થ જ વ્રત-નિયમો સ્વીકારવામાં ખાસ લેવાય છે અને તેથી જ્યારે કોઈ ગૃહત્યાગ કરી ભિક્ષુ થાય અગર ઘરમાં રહી મર્યાદિત ત્યાગ સ્વીકારે ત્યારે બ્રહ્મચર્યનો નિયમ અહિંસાના નિયમથી જુદો પાડીને જ લેવામાં આવે છે. ૨. અધિકારી સ્ત્રીપુરુષો અ) સ્ત્રી કે પુરુષ જાતિનો જરાયે ભેદ રાખ્યા સિવાય બંનેને એક સરખી રીતે બ્રહ્મચર્ય માટે અધિકારી માનવામાં આવ્યાં છે. તે માટે ઉંમર, દેશ, કાલ વગેરેનો કશો અહિંસા પાળવાની પ્રતિજ્ઞા २. 'तथ्य खलु पढमे भन्ते महव्वए पाणाइवायाओ वेरमणं, सव्वं भन्ते पाणाइवायं पच्चक्खामि, से सुहुमं वा बायरं वा तसं वा थावरं वा नेव सयं पाणे अइवाएज्जा, नेवन्नेहि पाणे अइवायाविज्जा, पाणे अइवायंते वि अन्ने न समणुजाणामि तिविहं तिविहेणं मणेणं वायाए कायेणं न करेमि न कारवेभि करंत पि अन्नं न समणुजाणामि, तस्स भंते पडिक्कमामि निन्दामि गरिहामि अप्पाणं वोसिरामि ।' બ્રહ્મચર્યના પાલનની પ્રતિજ્ઞા 'अहावरे चउत्थे भन्ते महव्वए मेहुणाओ वेरमणं, सव्वं भंते मेहुण पच्चक्खामि, से दिव्यं वा माणुसं वा तिरिक्खजोणियं वा नेव सयं मेहुणं सेविज्जा, नेवोहि मेहुणं सेवावेज्जा, मेहुणं सेवंते वि अन्ने न समणुजाणामि, जावज्जीवाए तिविह तिविहेणं मणेणं वायाए कायेणं न करेमि न कारवेभि करतंपि अन्नं न समणुजाणामि, तस्स भंते पडिक्कमामि निन्दामि, गरिहामि अप्पाणं वोसिरामि । से मेहुणे चउव्विहे पन्नत्ते तं जहा - दव्वओ, खित्तओ, कालओ, भावओ । दव्वओ णं मेहुणे रूवसहगएसु वा । खित्तओ णं मेहुणे उड्ढलाए वा अहोलोए वा तिरियलोए वा । कालओ एंमेहुणे दिवा वा राओ वा । भावओ ण मेहुणे रागेण वा दोसेण वा -' – પક્ષસૂત્ર પૃ. ૮ તથા ૨૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001071
Book TitleJain Dharma ane Darshan
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages349
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy