________________
વિરપરંપરાનું અખંડ પ્રતિનિધિત્વ • ૮૭ પોષતી નિર્યુક્તિ આદિ ચતુરંગીના અસ્વીકારમાં એણે કરી અને છેવટની અક્ષમ્ય ભૂલ એ ફિરકાના મુખ્યપણે ક્રિયાકાંડના સમર્થનમાંથી ફલિત થયેલ ચિંતન-મનનના નાશમાં આવી જાય છે. જે સૈકાઓ દરમિયાન ભારતવર્ષમાં આશ્ચર્યજનક દાર્શનિક ચિંતન, મનન અને તાર્કિક રચનાઓ ધોધબંધ થતી હતી એ જમાનામાં શ્વેતાંબર અને દિગંબર વિદ્વાનો પણ એ અસરથી મુક્ત રહી ન શક્યા અને તેમણે થોડો પણ સમર્થ ફાળો જૈન સાહિત્યને અર્પે તે જ જમાનામાં શરૂ થયેલ અને ચોમેર વિસ્તરેલ સ્થાનકવાસી ફિરકાએ દાર્શનિક ચિંતન-મનનની દિશામાં અને તાર્કિક કે બીજા કોઈ પણ યોગ્ય સાહિત્યની રચનામાં પોતાનું નામ નથી નોંધાવ્યું – એ વિચાર ખરેખર સ્થાનકવાસી ફિરકા માટે નીચું જોવડાવનાર છે. આ બધી દૃષ્ટિએ સ્થાનકવાસી ફિરકાને વીરપરંપરાનું અખંડ પ્રતિનિધિત્વ અગર તો અપેક્ષાકૃત વિશિષ્ટ પ્રતિનિધિત્વ ધરાવનાર કહી ન શકાય. તેથી હવે બાકીના બે ફિરકાઓ વિશે જ વિચારવાનું પ્રાપ્ત થાય છે.
આપણે ઉપર જોઈ ગયા કે દિગંબર ફિરકાએ અસલી આમિક સાહિત્યને અવગણવામાં, તેનો બહિષ્કાર કરવામાં માત્ર વિદ્યાના કેટલાક અંશો ગુમાવવા પૂરતી જ ભૂલ નથી કરી, પણ એ સાથે એણે વીરપરંપરાના ઘણા આચાર અને વિચારોનો વારસો પણ ગુમાવ્યો છે. આગમિક સાહિત્ય છોડવા સાથે એના હાથમાંથી પંચાંગીના પ્રવાહને સાચવવા, રચવા અને પોષવાનો સોનેરી અવસર જ ચાલ્યો ગયો. એ તો એક અબાધ્ય સત્ય છે કે મધ્યકાળમાં કેટલીક શતાબ્દીઓ દરમિયાન માનનીય દિગંબર ગંભીર વિદ્વાનોના હાથથી રચાયેલ દાર્શનિક, તાર્કિક અને અન્ય પ્રકારનું વિવિધ સાહિત્ય એવું છે કે તે માત્ર હરકોઈ જૈનને જ નહિ પણ હરકોઈ ભારતીય સાહિત્ય અને સંસ્કૃતિના અભ્યાસીને માન ઉત્પન્ન કરે તેવું છે, તેમ છતાં ઐતિહાસિક દૃષ્ટિએ એ કબૂલ કરવું જોઈએ કે જો દિગંબર પરંપરાએ આગમિક અને પંચાંગી સાહિત્ય સાચવી, તેનું સંવર્ધન અને વ્યાખ્યાન કે વિવરણ પોતાની જ ઢબે કર્યું હોત તો એ પરંપરાના ગંભીર વિદ્વાનોએ ભારતીય સાહિત્ય અને જૈન સાહિત્યને એક સંમાનવર્ધક ભેટ આપી હોત. ખેર, આ ઉપરથી એકંદરે મારો અભિપ્રાય કેવળ ઐતિહાસિક દષ્ટિએ પણ એ બંધાયો છે કે શાસ્ત્રોની બાબતમાં વીરપરંપરાનું જો કાંઈ પણ અખંડ પ્રતિનિધિત્વ આજે જોવા મળતું હોય તો તે શ્વેતાંબર પરંપરાને જ આભારી છે. હું જ્યારે દિગંબર પરંપરાની પુષ્ટિ અને તેના સમન્વયની દૃષ્ટિએ પણ શ્વેતાંબરીય પંચાંગી સાહિત્ય જોઉં છું ત્યારે મને ચોખું લાગે છે કે એ સાહિત્યમાં દિગંબર પરંપરાની પોષક થાય એવી અખૂટ સામગ્રી છે. અમુક મુદ્દા પરત્વે મતભેદ થતાં તેને એકાન્તિક આગ્રહનું રૂપ અપાતાં જે હાનિ દિગંબર પરંપરાને ઉઠાવવી પડી છે તેનો ખ્યાલ એ પંચાંગી સાહિત્યને તટસ્થભાવે વાંચ્યા સિવાય આવી ન શકે. જો એ સાહિત્યમાંનાં અમુક વિધાનો દિગંબર પરંપરાને બંધબેસતાં આવે તેમ ન હતું, તો તે પરંપરાના વિદ્વાનો, એ વિધાનો વિશે – એ સાહિત્યને છોડ્યા સિવાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org