________________
તપ અને પરીષહ : ૨૨૧ સાધ અને બીજાઓ એ વડે બેમાંથી કશું જ ન સાધે ત્યારે એમાં ખામી તપ-પરીષહની કે એના આચરનારની ? ઉત્તર એ જ છે કે ખામી એના આચરનારની.
આપણે આપણા એ વારસાનો ઉપયોગ રાષ્ટ્રના અભ્યદય અર્થે કાં ન કરીએ? રાષ્ટ્રના અભ્યદય સાથે આપણે આધ્યાત્મિક શાંતિ મેળવવી હોય તો વચ્ચે કોણ આડું આવે છે? પણ ન નાચનારીને આંગણું વાંકું – એ ન્યાયે આપણાં આળસી અંગો આપણી પાસે એમ કહેવરાવે છે કે અમે દેશકાર્યમાં શી રીતે પડીએ? રાષ્ટ્રપ્રવૃત્તિ એ તો ભોગભૂમિકા છે અને અમે તો આધ્યાત્મિક કલ્યાણ સાધવા માગીએ છીએ. ભોગભૂમિકામાં પડીએ તો એ શી રીતે સધાય? ખરેખર, આ કથનની પાછળ પુષ્કળ અજ્ઞાન રહેલું છે. જેનું મન સ્થિર હોય, જેને કરી છૂટવું હોય એને માટે રાષ્ટ્રીય પ્રવૃત્તિ અને આધ્યાત્મિક કલ્યાણ વચ્ચે કશો જ વિરોધ નથી. જેમ શરીર ધારણ કરવા છતાં એનાથી આધ્યાત્મિક કલ્યાણ સાધવું શક્ય છે તેમ ઇચ્છા અને આવડત હોય તો રાષ્ટ્રીય પ્રવૃત્તિ કરવા છતાં આધ્યાત્મિક કલ્યાણ સાધવું શક્ય છે, અને જો ઇચ્છા અને આવડત ન હોય તો આધ્યાત્મિક કલ્યાણને નામે તપ તપવા છતાં તેનું પરિણામ ઊલટું જ આવે - જેવું આજે દેખાય છે.
બાવીસ પરીષહોમાં ભૂખ-તૃષા, ટાઢ-તડકો, જીવ-જંતુ, માન-અપમાન વગેરેનાં સંકટો મુખ્ય છે. એ સંકટોથી પોતાને વધારેમાં વધારે ટેવાયેલ માનનાર એક મોટો શ્રમણવર્ગ દેશને સદૂભાગ્યે મોજૂદ છે. સરકાર અને સમાજના અન્યાય સામે થનાર અહિંસક અને સત્યપ્રિય યોદ્ધાઓમાં એ જ ગુણોની વધારે અપેક્ષા રહે છે. આ ગુણો જૈનવર્ગને વારસાગત જેવા છે. એટલે જ્યારે દેશને અન્યાયના વિજય માટે સૈનિકોની જરૂર હોય ત્યારે તે ધર્મયુદ્ધમાં એ પરીષહસહિષ્ણુઓ જ મોખરે હોવા જોઈએ. એમ તો કોઈ નહિ કહે કે દેશની સ્વતંત્રતા તેમને નથી જોઈતી કે નથી ગમતી, અગર તો એ સ્વતંત્રતા મળ્યા પછી તેઓ પરદેશમાં ચાલ્યા જશે. વળી એમ પણ કોઈ નહિ કહી શકે કે આવી શાંત સ્વતંત્રતા વધારેમાં વધારે સહન કર્યા વિના મળી શકે. જો આમ છે તો આપણી ફરજ સ્પષ્ટ છે કે આપણે – ખાસ કરી તપ અને પરીષહ સહવાની શક્તિ ધરાવનારા – દેશકાર્યમાં વધારે ભોગ આપીએ.
લડાઈ મારવાની નહિ પણ જાતે ખમવાની છે. જેલો હોય કે બીજું સ્થળ હોય, આજનું યુદ્ધ બધે જ સહન કરવા માટે છે. જે સહન કરવામાં એક્કો અને તપ તપવામાં મજબૂત તે જ આજનો ખરો સેવક. બહેન હો કે ભાઈ હો, જે ખમી ન જાણે તે આજ ફાળો આપી ન શકે. જૈન ત્યાગીવર્ગ અને ગૃહસ્થવર્ગ બીજાને મારવામાં નહિ, પણ જાતે સહન કરવામાં પોતાને ચડિયાતો માને છે અને બીજા પાસે મનાવે છે. એટલે તેની આજના યુદ્ધ પરત્વે તેમાં ઝુકાવવાની બેવડી ફરજ ઊભી થાય છે. કોઈ સાચો આચાર્ય કે સામાન્ય મુનિ કલાલને અને પીનારને સમજાવતાં – શાંતિ અને પ્રેમથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org