________________
ધર્મવીર મહાવીર અને કર્મવીર કૃષ્ણ - ૫૧ ઉપર જે કાંઈ વિવેચના કરવામાં આવી છે તે શરૂઆતમાં કોઈપણ અતિશ્રદ્ધાળુ સામ્પ્રદાયિક ભક્તને આઘાત પહોંચાડે એ દેખીતું છે. કારણ એ છે કે સાધારણ ઉપાસક અને ભક્ત જનતાની પોતાના પૂજ્ય પુરુષ તરફની શ્રદ્ધા બુદ્ધિશોધિત કે તર્કપરિમાર્જિત નથી હોતી. એવી જનતાને મન શાસ્ત્રમાં લખાયેલ દરેક અક્ષર સૈકાલિક સત્યરૂપ હોય છે અને વધારામાં જ્યારે એ શાસ્ત્રને ત્યાગી ગુરુ કે વિદ્વાન પંડિત વાંચે કે સમજાવે છે ત્યારે તો એ ભોળી જનતાના મન ઉપર શાસ્ત્રના અક્ષરાર્થના યથાર્થપણાની છાપ વજલેપ જેવી થઈ જાય છે. આવી સ્થિતિમાં શાસ્ત્રીય વર્ણનોની પરીક્ષા કરવાનું કામ અને પરીક્ષાપૂર્વક તેને સમજાવવાનું કામ ઘણું જ અઘરું થઈ જાય છે. તે વિશિષ્ટ વર્ગના લોકોના ગળે ઊતરતાં પણ લાંબો વખત લે છે અને ઘણા ભોગો માગે છે. આવી સ્થિતિ માત્ર જૈન સંપ્રદાયની જ નથી, પણ દુનિયા ઉપરના દરેક સંપ્રદાયની લગભગ એક જ સ્થિતિનો ઇતિહાસ આપણી સામે છે.
આ યુગ વિજ્ઞાનનો છે. એમાં દેવી ચમત્કારો અને અસંગત કલ્પનાઓ પ્રતિષ્ઠા પામી શકે નહિ એટલે અત્યારની દૃષ્ટિએ પ્રાચીન મહાપુરુષોનાં ચમત્કાપ્રધાન જીવન વાંચીએ ત્યારે તેમાં ઘણું અસંબદ્ધ અને કાલ્પનિક દેખાય એ તદ્દન સ્વાભાવિક છે. પરંતુ જે યુગમાં એ વૃત્તાંતો લખાયાં, જે લોકોએ લખ્યાં, જે લોકો વાસ્તે લખ્યાં અને જે ઉદ્દેશથી લખ્યાં તે યુગમાં આપણે દાખલ થઈ તે લખનાર અને સાંભળનારનું માનસ તપાસી, તેમના લખવાના ઉદ્દેશનો વિચાર કરી, ગંભીરપણે જોઈએ તો આપણને ચોખ્ખું દેખાશે કે એ પ્રાચીન અને મધ્યયુગમાં મહાન પુરુષોનાં જીવનવૃત્તાંતો જે રીતે આલેખાયેલાં છે તે જ રીતે તે વખતે કારગત હતી. આદર્શ ગમે તેવો ઉચ્ચ હોય અને તેને કોઈ અસાધારણ વ્યક્તિએ બુદ્ધિશુદ્ધ કરી જીવનગણ્ય કર્યો હોય, છતાં સાધારણ લોકો એ અતિ સૂક્ષ્મ અને અતિ ઉચ્ચ આદર્શને બુદ્ધિગમ્ય કરી શકતા નથી અને છતાં સૌની એ આદર્શ તરફ ભક્તિ હોય છે : સૌ એને ઈચ્છે છે અને પૂજે છે.
આવી સ્થિતિ હોવાથી સાધારણ લોકોની એ આદર્શ પ્રત્યેની ભક્તિ અથવા તો ધર્મભાવના જાગ્રત રાખવાને ધૂળ માર્ગ સ્વીકારવો પડે છે, જેવું લોકમાનસ તેવી કલ્પના કરી તેમના સામે એ આદર્શ મૂકવો પડે છે. લોકોનું મન સ્થળ હોઈ ચમત્કારપ્રિય હોય અને દેવદાનવોના પ્રતાપની વાસનાવાળું હોય ત્યારે તેમની સામે સૂક્ષ્મ અને શુદ્ધતર આદર્શને પણ ચમત્કાર અને દેવી પાસના વાઘા પહેરાવીને મૂકવામાં આવે તો જ સાધારણ લોકોને સાંભળવો ગમે અને તેમને ગળે ઊતરે. આ કારણથી તે યુગમાં ધર્મભાવના જાગ્રત રાખવા તે વખતના શાસ્ત્રકારોએ મુખ્યપણે ચમત્કારો અને અદ્દભુતતાઓનાં વર્ણનનો આશ્રય લીધેલો છે. વળી, પોતાની જ પડોશમાં ચાલતા અન્ય સંપ્રદાયોમાં જ્યારે દેવતાઈ વાતો અને ચમત્કારી પ્રસંગોની ભરમાર હોય ત્યારે પોતાના સંપ્રદાયના લોકોને તે તરફ જતા અટકાવી પોતાના સંપ્રદાય તરફ આકર્ષી રાખવાનો For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International