________________
૨૧૮ • જૈન ધર્મ અને દર્શન મળી આવે છે કે જેને ખાસ વ્રતનિયમોનું બંધન નથી હોતું. વ્રતનિયમ આચરનાર અને સરલ ઈમાનદાર જીવન ગાળનાર કોઈ કોઈ ઘણી વાર એવા તમને મળશે કે જેમનામાં વધારે વિચાર અને જ્ઞાનની જાગૃતિ ન હોય. આમ છતાં વ્રતનિયમ, ચારિત્ર અને જ્ઞાન એ ત્રણનો યોગ એક વ્યક્તિના જીવનમાં શક્ય છે, અને જો એ યોગ હોય તો જીવનનો વધારે અને વધારે વિકાસ સંભવે છે; એટલું જ નહિ, પણ એવા યોગવાળા આત્માનો જ વધારે વ્યાપક પ્રભાવ બીજા ઉપર પડે છે, અથવા તો એમ કહો કે એવો જ માણસ બીજાઓને દોરી શકે છે; જેમ મહાત્માજી. આ જ કારણથી ભગવાને તપ અને પરીષહોમાં એ ત્રણ તત્ત્વો સમાવ્યાં છે. તેમણે જોયું કે મનુષ્યનો જીવનપંથ લાંબો છે, તેનું ધ્યેય અતિ દૂર છે, તે ધ્યેય જેટલું દૂર છે તેટલું જ સૂક્ષ્મ છે અને તે ધ્યેયે પહોંચતાં વચ્ચે મોટી મુસીબતો ઊભી થાય છે, એ માર્ગમાં અંદરના અને બહારના બંને દુશ્મનો હુમલો કરે છે, એનો પૂર્ણ વિજય એકલા વ્રતનિયમથી, એકલા ચારિત્રથી, કે એકલા જ્ઞાનથી શક્ય નથી. આ તત્ત્વ ભગવાને પોતાના જીવનમાં અનુભવ્યા બાદ જ એમણે તપ અને પરીષહોની એવી ગોઠવણ કરી કે તેમાં વ્રતનિયમ, ચારિત્ર અને જ્ઞાન એ ત્રણેનો સમાવેશ થઈ જાય. એ સમાવેશ એમણે પોતાના જીવનમાં શક્ય કરી બતાવ્યો.
મૂળમાં તો તપ અને પરીષહ એ ત્યાગી તેમજ ભિક્ષુજીવનમાંથી જ ઉત્પન્ન થયેલાં છે – જોકે એનો પ્રચાર અને પ્રભાવ તો એક અદના ગૃહસ્થ સુધી પણ પહોંચેલો છે. આર્યાવર્તના ત્યાગી જીવનનો ઉદ્દેશ આધ્યાત્મિક શાંતિ જ હતો. આધ્યાત્મિક શાંતિ એટલે ક્લેશોની અને વિકારોની શાંતિ. આર્ય ઋષિઓને મન ક્લેશોનો વિજય એ જ મહાન વિજય હતો. તેથી જ તો મહર્ષિ પતંજલિ તપનું પ્રયોજન બતાવતાં કહે છે કે ‘તપ જોશોને નબળાં પાડવા અને સમાધિના સંસ્કારો પુષ્ટ કરવા માટે છે. તપને પતંજલિ ક્રિયાયોગ કહે છે, કારણ કે એ તપમાં વ્રતનિયમોને જ ગણે છે, તેથી પતંજલિને ક્રિયાયોગથી જુદો જ્ઞાનયોગ સ્વીકારવો પડ્યો છે. પરંતુ જેન તપમાં તો ક્રિયાયોગ અને જ્ઞાનયોગ બંને આવી જાય છે, અને એ પણ સ્મરણમાં રાખવું જોઈએ કે બાહ્ય તપ, જે ક્રિયાયોગ જ છે, તે અત્યંતર તપ એટલે જ્ઞાનયોગની પુષ્ટિ માટે જ છે. ને એ જ્ઞાનયોગની પુષ્ટિ દ્વારા જ જીવનના અંતિમ સાધ્યમાં ઉપયોગી છે, સ્વતંત્રપણે નહિ.
આ તો તપ અને પરીષહોના મૂળ ઉદ્દેશની વાત થઈ, પણ આપણે જોવું જોઈએ કે આટઆટલા તપ તપનાર અને પરીષહો સહનાર સમાજમાં હોવા છતાં આજ સુધીમાં સમાજે ક્લેશ-કંકાસ અને ઝઘડા-વિખવાદની શાંતિ કેટલી સાધી છે? તમે સમાજનો છેલ્લાં ફક્ત પચીસ જ વર્ષનો ઇતિહાસ લેશો તો તમને જણાશે કે એક બાજુ તપ કરવાની વિવિધ સગવડો સમાજમાં ઊભી થાય છે અને વધતી જાય છે અને બીજી બાજુ ક્લેશ, કંકાસ અને વિખવાદના કાંટા વધારે ને વધારે ફેલાતા જાય છે. આનું કારણ એ નથી કે આપણે ત્યાં તપ અને ઉદ્યાપનો વધ્યાં એટલે જ ક્લેશ કંકાસ વધ્યો, પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org