________________
૩૯. જન જન
ઘણા જૂના કાળથી બે જાતની ભાવના આપણે ત્યાં ચાલી આવે છે. એક તો, આ શરીર અશુચિ છે, અનિત્ય છે, નકામું છે, દુનિયા દુઃખમય છે, એમાં ક્યાંય સુખ કે સૌન્દર્ય નથી એ ભાવના; અને બીજી ભાવના તે આ સંસાર દુઃખમય નહિ પણ સુખમય છે, જીવવાલાયક છે, સૌંદર્યથી ભરેલો છે, આનંદમય છે તે ભાવના.
આમાં પહેલી ભાવનાનો વિકાસ થવાથી જીવન ક્લેશમય જ નહિ, પણ કૃત્રિમ પણ બનતું ગયું છે. સુત્રધાતાત્ – એ સૂત્ર મુજબ દેશમાં દુનિયાને અને જીવનને દુઃખમય, અશુચિ, અનિત્ય વર્ણવતું સાહિત્ય ખૂબ વધ્યું છે, પણ હું આ ભાવનાને અપનાવવામાં અને બિનજરૂરી રીતે જીવનને નિરાશા અને ક્લેશમય બનાવવામાં નથી માનતો.
બીજી ભાવના તો એમ કહે છે કે દુનિયામાં સઘળે સુખ જ છે. જેને એક જણ દુઃખ કહે છે તે જ બીજાને મન સુખ છે. દુઃખને છોડવું, એનો ત્યાગ કરવો એ એક વાત છે, અને પહેલાંથી જ સર્વત્ર દુઃખ માની લેવું એ બીજી વાત છે. દુઃખ છે ક્યાં? એ પણ એક સવાલ છે. એક વ્યક્તિ શરીરને ખરાબ ગણીને એની ઉપેક્ષા કરે છે અને છતાં પાંચ માળના મહેલમાં રહે છે; એ શું સમજવું ? જન્મે તો હું પહેલી ભાવનામાં જ ઊછર્યો છું, પણ તત્ત્વચિંતન પછી મારી એ ભાવના બદલાઈ ગઈ છે, અને તેથી જગતમાં ક્યાંય દુઃખ નથી એ મારો અનુભવ છે. જરાક રમૂજમાં કહેવું હોય તો કહી શકાય કે આ સભા સુંદર છે, આ સ્વાગત સુંદર છે, કાકાસાહેબ વિદ્યામૂર્તિ છે અને આ સત્કાર સમારંભમાં હું મારી જાતને અધન્ય નથી માનતો, તમો પણ ધન્ય છો ! દેહ દેવળમાં અખંડ દીવડો, તેજેથી મારું મનડું ડોલે' – એ કાવ્યપંક્તિ આવા અવસરે સાચી પડતી લાગે છે. જૈનો અને અસ્પૃશ્યતા.
નાની ઉંમરમાં મહાવીર અને પછી બુદ્ધ વિશે વાંચ્યું હતું, મહંમદ અને જિસસ વિશે વાંચ્યું હતું, પણ એ કોઈ મારી સામેના ન હતા, એ બધા પરોક્ષ હતા. કાશીમાં ભણતો હતો ત્યારે બંગભંગના દેશવ્યાપી ઉગ્ર આંદોલન વખતે, એક પુરુષે આફ્રિકામાં કરી બતાવેલ સફળ સત્યાગ્રહના કાળની વાતો વાંચી. પછી આ દેશમાં એ મહાપુરુષે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org