________________
૩. ભગવાન નેમિનાથ અને કૃષ્ણ
નેમિનાથ અને રાજુમતી વિશે જૈનો ઘણું જાણતા હશે. નાનાં બાળકો પણ કંઈ ને કંઈ તો જાણતાં હશે, છતાં મને આ વિષય ઉપર કંઈક કહેવાનું મન થયું છે. હું બનારસમાં હતો ત્યારે દુષ્કાળના ખબરો છાપામાં વાંચતો અને ઢોરોના મરવાના ખબરો સાંભળીને મને અતિશય ઉકળાટ થતો હતો. માણસો તો મરે છે, છતાં આપણું ધ્યાન મૂંગા ઢોર પ્રત્યે વધુ ખેંચાય છે. એ વખતે હું હેમચન્દ્રાચાર્ય ઉપરના એક પુસ્તકની અંગ્રેજી પ્રસ્તાવના સાંભળતો હતો, ત્યારે નેમિનાથનો ઉલ્લેખ આપ્યો. એટલે મને ત્યારથી આ વિષય ઉપર બોલવાનો વિચાર આવ્યો હતો.
નેમિનાથ વિશે તમે કાંઈ કહો ત્યારે તમારે કૃષ્ણ વિશે પણ જાણવું જોઈએ.. નેમિનાથ અને કૃષ્ણ એ બેને આપણા આદર્શો તરીકે રાખીએ તો આપણે આખી આર્યસંસ્કૃતિ સમજ્યા છીએ એમ કહેવાય.
એ બંનેનો જન્મ યદુકુળમાં થયો હતો. નેમિનાથનો જન્મ આજથી છાશી હજાર વર્ષ પહેલાં થયો હતો એમ જૈન પરંપરા કહે છે. બ્રાહ્મણપરંપરા કૃષ્ણનો જન્મ પાંચ હજાર વર્ષ પહેલાં થયો એમ કહે છે. જો નેમિનાથ અને કૃષ્ણ કાકાના દીકરા ભાઈ હોય તો આ જૈન પરંપરાનો ખ્યાલ ભૂલભરેલો ગણવો જોઈએ. મને લાગે છે કે નેમિનાથ છાશી હજાર વર્ષ પહેલાં નહિ, પણ પાર્શ્વનાથથી થોડા સમય પહેલાં જ થઈ ગયા હોવા જોઈએ. એટલે સમયની બાબતમાં જૈન પરંપરા ઉપર બહુ ભાર મૂકવા જેવું મને લાગતું નથી.
યદુવંશ એ મથુરાની આસપાસ ફૂલ્યોફાલ્યો હતો. વસુદેવના પુત્ર કૃષ્ણ અને વસુદેવના ભાઈ સમુદ્રતિજ્યના પુત્ર એ નેમિનાથ. જૈન પરંપરામાં નેમિનાથની સાથે કૃષ્ણનું પણ ઘણું વર્ણન આવે છે. બ્રાહ્મણ પરંપરામાં કૃષ્ણનું વર્ણન ઘણું છે, છતાં તેમાં નેમિનાથનો ઉલ્લેખ પણ નથી એ આશ્ચર્ય ઉપજાવે તેવી વાત છે.
મથુરામાં કૃષ્ણ ઉપર આફત આવતાં તે નવી રાજધાની દ્વારિકામાં સ્થાપે છે. નેમિનાથનો ઉછેર અને જુવાની દ્વારિકામાં થયો હોય તેમ જણાય છે. નેમિનાથ અને રાજુમતીનું જીવન એ જૈન પરંપરાની ત્યાગવૃત્તિનો નમૂનો છે. તેઓ પરણવા ઇચ્છતાં નહોતાં, છતાં બીજાની સમજાવટથી પરણવા તૈયાર થાય છે. લગ્ન વખતે કતલ થનારાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org