________________
૩૩. ગૃહસ્થીધર્મીને નિર્વાણ
સંભવી શકે ખરો ?
અધ્યાત્મસાધના દ્વારા નિર્વાણના અંતિમ ધ્યેયને પહોંચવા માટે સંન્યાસી દશા આવશ્યક મનાઈ છે. બીજી બાજુ ગૃહસ્થાશ્રમ પાળવા માટે પણ એ દશા પ્રાપ્ત થઈ શકે છે એવું પણ સ્વીકારાયું છે. ત્યાગપૂર્ણ ગૃહસ્થાશ્રમ હું સમજી શકું છું, પણ અંતકાળ સુધી પણ જેઓ સ્ત્રીસંગ- રૂ૫ ગૃહસ્થ ધર્મ આચરતા હોય છે, દાખલા તરીકે સંત તુકારામ, તેવા સંતો શું નિર્વાણદશાને પહોંચી શકે ખરા ? જેઓ પોતાની સંતતિ દ્વારા નવસર્જનની વૃત્તિમાંથી છૂટ્યા નથી તેઓ પોતાના સર્જનતંતુરૂપ પુનર્જન્મોમાંથી કેવી રીતે છૂટી શકે?
ઉત્તરઃ પ્રશ્ન આંતરિક અને બાહ્ય ધર્મો તેમજ તેવા આશ્રમોની કઢંગી સમજણમાંથી ઊભો થયો છે. ખરી રીતે અધ્યાત્મસાધના, નિર્વાણ, સંન્યાસ આશ્રમ, ત્યાગ અને ગૃહસ્થાશ્રમ જેવા શબ્દોના દેખીતા વ્યાવહારિક અર્થ વચ્ચેનું અંતર વિવેકથી તપાસીએ તો તુકારામના દાખલામાં અસંગતિ જણાવાને કોઈ કારણ નથી. પ્રશ્રકારે એમ માની લીધું છે કે તુકારામ મોટા સંત હતા તો તે ગૃહસ્થાશ્રમમાં પૂરા સંન્યસ્ત પણ હોવા જોઈએ અને તેઓ તેવા સંન્યસ્ત હોય તો સંતતિજનનયોગ્ય વાસના કેવી રીતે સંભવે ? પરંતુ તુકારામ ગમે તેટલા વિચારક, વિશ્લેષણકાર, ભક્ત અને ત્યાગી હોય, તો પણ તેઓ સંન્યાસની પૂર્ણ દશાએ પહોંચ્યા હોય એમ કહી શકાય ? અને
જ્યારે તેમનામાં સંતતિજનનયોગ્ય વાસનાનો સદૂભાવ માનવામાં આવ્યો હોય ત્યારે તેઓ સંન્યાસની કે ત્યાગની આંતરિક પૂર્ણ દશાએ પહોંચ્યા હોય એવી માન્યતાને તો અવકાશ જ રહેતો નથી.
ગૃહસ્થાશ્રમમાં ત્યાગ અને સંન્યાસ ખરા અર્થમાં સંભવે છે અવશ્ય, પણ જેટલા પ્રમાણમાં ભોગવાસના શમી કે ક્ષીણ થઈ હોય તેટલા જ પ્રમાણમાં ત્યાગ અને સંન્યાસનો વાસ્તવિક વિકાસ થાય છે. જો ગૃહસ્થાશ્રમમાં કોઈ પોતાની વાસનાઓને તદ્દન નિર્મળ કરે તો જ એનામાં પૂર્ણ ત્યાગ પૂર્ણ સંન્યાસ હોઈ શકે. એ જ રીતે બાહ્ય દષ્ટિએ ત્યાગી, સંન્યાસી કે સાધુનો આશ્રમ સ્વીકાર્યા છતાં તેનામાં વાસનાનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org