SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ અહિંસા અને અમારિ ૦ ૨૨૫ રાજાએ એ માર્ગનું ભારે અનુસરણ કર્યું હતું અને પોતાના પિતામહની અહિંસાની ભાવનાને એણે પોતાની ઢબે અને પોતાની રીતે બહુ જ પોષી હતી. રાજાઓ, રાજકુટુંબો અને મોટા મોટા અધિકારીઓ અહિંસાના પ્રચાર ત૨ફ ઝૂકેલા હોય તે ઉપરથી બે વાત જાણવી સહેલ છે : એક તો એ કે અહિંસાપ્રચારક સંઘોએ પોતાના કાર્યમાં કેટલી હદ સુધી પ્રગતિ કરી હતી કે જેની અસર મહાન સમ્રાટો સુધી થઈ હતી; અને બીજી વાત એ કે લોકોને અહિંસાતત્ત્વ કેટલું રુચ્યું હતું અથવા તેમનામાં દાખલ થયું હતું કે જેને લીધે તેઓ આવા અહિંસાની ઘોષણા કરનારા રાજાઓને માન આપતા. કલિંગરાજ આર્હત સમ્રાટ ખારવેલે પણ એ માટે ખૂબ કર્યું હોય તેમ તેની કારકિર્દી ઉ૫૨થી લાગે છે. વચ્ચે વચ્ચે બલિદાનવાળા યજ્ઞના યુગો માનવપ્રકૃતિમાંથી ઉદયમાં આવતા ગયા એમ ઇતિહાસ સ્પષ્ટ કહે છે, છતાં એકંદર રીતે જોતાં હિંદુસ્તાન અને તેની બહાર એ બંને અહિંસાપ્રચારક સંઘોના કાર્યે જ વધારે સફળતા મેળવી છે. દક્ષિણ અને ઉત્તર હિંદુસ્તાનના મધ્યકાલીન જૈન અને બૌદ્ધ રાજાઓ તેમજ રાજકુટુંબો અને અમલદારોનું પહેલું કાર્ય અહિંસાના પ્રચારનું જ રહ્યું હોય તેમ માનવાને ઘણાં કારણો છે. પશ્ચિમ હિંદુસ્તાનના પ્રભાવશાળી રાજ્યકર્તા પરમ આર્હત કુમારપાળની અહિંસા તો એટલી બધી જાણીતી છે કે ઘણાને આજે તે અતિશયતાવાળી લાગે છે. મોગલસમ્રાટ અકબરનું મન હરણ કરનાર ત્યાગી જૈન ભિક્ષુ હીરવિજયસૂરિના અને ત્યાર પછીના તેમના અનુગામી શિષ્યોના બાદશાહો પાસેથી અહિંસા પરત્વે મેળવેલાં ફરમાનો હમેશને માટે ઇતિહાસમાં અમર રહે તેવાં છે. આ ઉપરાંત ઠાકરડાઓ, જમીનદારો, લાગવગવાળા અમલદારો અને ગામના આગેવાન પટેલો તરફથી પણ હિંસા ન કરવાનાં મળેલાં વચનો જો આપણે મેળવી શકીએ અને મળી આવે તો આ દેશમાં અહિંસાપ્રચારક સંઘે અહિંસાનું વાતાવરણ ઊભું કરવા કેટલો પુરુષાર્થ કર્યો છે એની કાંઈક કલ્પના આવે. અહિંસાપ્રચારના એક સચોટ પુરાવા તરીકે આપણે ત્યાં પાંજરાપોળની સંસ્થા ચાલી આવે છે. આ પરંપરા કયારથી અને કોની દ્વારા અસ્તિત્વમાં આવી એ ચોક્કસ કહેવું કઠણ છે, છતાં ગુજરાતમાં એનો પ્રચાર અને એની પ્રતિષ્ઠા જોતાં એમ માનવાનું મન થઈ જાય છે કે પાંજરાપોળની સંસ્થાને વ્યાપક કરવામાં કદાચ કુમારપાળનો અને તેના ધર્મગુરુ આચાર્ય હેમચંદ્રનો મુખ્ય હાથ હોય. આખાયે કચ્છ, કાઠિયાવાડ અને ગૂજરાતનું તેમજ રજપુતાનાના અમુક ભાગનું કોઈ એવું જાણીતું શહેર કે સારી આબાદીવાળો કસબો નહિ મળે કે જ્યાં પાંજરાપોળ ન હોય. ઘણે સ્થળે તો નાનાં ગામડાંઓમાં પણ પ્રાથમિક નિશાળોપ્રાઇમરી સ્કૂલ)ની પેઠે પાંજરાપોળની શાખાઓ છે. આ બધી પાંજરાપોળો મુખ્યપણે પશુઓને અને અંશતઃ પંખીઓને પણ બચાવવાનું અને તેમની સારસંભાળ રાખવાનું કામ કરે છે. આપણી પાસે અત્યારે ચોક્કસ આંકડા નથી, પણ મારી સ્થૂળ અટકળ એવી છે કે દર વર્ષે એ પાંજરાપોળો પાછળ જૈનો પચાસ For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.001071
Book TitleJain Dharma ane Darshan
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages349
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy