SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ આજના સાધુઓ નવીન માનસને દોરી શકે ? • ૧૮૧ આ ઉપરાંત બે મુદ્દા એવા છે કે જે સાધુશિક્ષણ અને નવશિક્ષણ વચ્ચે ભારે દીવાલ હોવાની સાબિતી પૂરી પાડે છે. એક તો એ કે પંથ ને વાડામાં ઊછરેલું તેમ જ પોષાયેલું સાધુ-માનસ સ્વાભાવિક રીતે જ એવું બીકણ હોય છે કે તે, ભાગ્યજોગે કોઈ કાણા કે બાકોરાથી પ્રકાશ મેળવે તોય ખુલ્લંખુલ્લા પોતાની પરંપરા વિરુદ્ધ કશું જ ઉચ્ચારતાં મરણનું દુઃખ અનુભવે છે – જેવી રીતે જન્મથી પરદામાં પોષાયેલ સ્ત્રીમાનસ પ્રથમ ખુલ્લામાં પગ મૂકતાં; જ્યારે નવશિક્ષણ પામતો વિદ્યાર્થી એ ભયથી તદ્દન મુક્ત હોય છે તે જે જાણે અગર માને છે તે બેધડક કહી શકે છે. તેને સાધુની પેઠે નથી ગૂંગળાવું પડતું કે નથી દંભ સેવવો પડતો. બીજો મુદ્દો પણ ભારે અગત્યનો છે. તે એ કે નવશિક્ષણ પામતી આજની પ્રજાનાં - તરુણ-તરુણીઓને માત્ર આ દેશનાં જ વિવિધ સ્થળો અને વિવિધ જાતિઓ વચ્ચે જવાની તક નથી, પણ તેઓને પરદેશના વિશાળ પ્રદેશને સ્પર્શવાની પણ તક સુલભ થઈ છે. સેંકડો યુવકો જ નહિ, પણ યુવતીઓ અને કુમારીઓ સુધ્ધાં યુરોપ અને અમેરિકા ખંડમાં જાય છે. જેવાં તેઓ જહાજ ઉપર ચડી અનંત આકાશ અને અપાર સમુદ્ર તરફ નજર નાખે છે, તેવાં જ તેમનાં જન્મસિદ્ધ બંધનો છેક નાબૂદ ન થાય તોય તદ્દન ઢીલાં થઈ જાય છે. પરદેશભ્રમણ અને પરજાતિઓના સહવાસથી તેમજ વિદેશી શિક્ષણસંસ્થાઓ અને અદૂભૂત પ્રયોગશાળાઓ તથા પુસ્તકાલયોના પરિચયથી તેમનું માનસ હજારો વર્ષની તીવ્રતમ ગ્રંથિઓને પણ ભેદવા મથે છે અને એમને બધું જ નવી દૃષ્ટિએ જોવાવિચારવાની વૃત્તિ થઈ આવે છે. આ રીતે આપણે જોયું કે જેઓને જૈન પ્રજા પોતાના ગુરુ તરીકે, પોતાના નાયક તરીકે અને પોતાને દોરનાર તરીકે માનતી આવી છે, તેમનું માનસ કઈ જાતનું સંભવિત છે; અને હવે છેલ્લા કેટલાક દશકાઓ થયાં જે નવીન પેઢી નવશિક્ષણ પ્રહણ કરી રહી છે અને જેને વાસ્તે એ શિક્ષણ મેળવવું અનિવાર્ય છે, તેનું માનસ કઈ રીતે ઘડાય છે? જો આ બે પ્રકારનાં માનસના ઘડતર પાછળનો ભૂંસી કે સાંધી ન શકાય એટલો મોટો ભેદ હોય તો અત્યારે જે ભૂકંપ સમાજમાં અનુભવાય છે તેને અસ્વાભાવિક કે માત્ર આગંતુક કયો બુદ્ધિમાન કહેશે ? ત્યારે હવે આપણી સામે પ્રશ્ન ઊભો થાય છે કે જૈન સમાજના વર્તમાન ભૂકંપને શમવાનો કોઈ માર્ગ છે? જવાબ હકાર અને નકાર બેય છે. વર્તમાન ભૂકંપ શમવાના માર્ગ આજની અને હવે પછીની પેઢી નવીન શિક્ષણના દરવાજે તાળાં લગાડી પોતાનામાં આવેલા નવશિક્ષણના સંસ્કારોને છેક ભૂંસી નાખે તો એ ભૂકંપ શમે ખરો. એ જ રીતે કાં તો સાધુવર્ગ પોતાની સંકીર્ણ દૃષ્ટિમર્યાદા મોકળી કરી નવશિક્ષણનાં દ્વારોમાં પ્રવેશ કરે તોય એ ભૂકંપ શમવાની સંભાવના ખરી. નવશિક્ષણનાં દ્વારોમાં પ્રવેશ કર્યા વિના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001071
Book TitleJain Dharma ane Darshan
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages349
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy