________________
ધાર્મિક શિક્ષણ - ૧૭૧ આગ્રહ ન રાખતાં તે પણ એક વિચાર છે, જાણવા જેવો છે, અને અમુક જમાનાના, અમુક સંપ્રદાયના વિદ્વાનો અમુક વખત સુધી આ રીતે માનતા આવ્યા છે એમ ધારીને જ એ વિચાર શીખવવો જોઈએ. આ પ્રમાણે દૃષ્ટિ વિશાળ બની એટલે એ વિષય પરત્વે બીજા આચાર્યોના વિચાર ઉપર પણ ઉદાર ભાવે લક્ષ આપી શકાશે, અને એક વિષય પરત્વે ધાર્મિક કોષમાં સમાતી બધી જ માન્યતાઓ સમતોલપણે જાણવાની તક રહેશે. પરિણામે સર્વશપણું હોઈ શકે કે નહિ એવી અને બીજી બાબતોમાં માત્ર એક વિચારનો પૂર્વગ્રહ ન બાંધતાં તે મુદ્દા ઉપર ભિન્ન ભિન્ન દર્શનોમાં મળતાં બધાં જ મંતવ્યો સમતોલપણે જાણી અને વિચારી શકાશે. દષ્ટિ ઉદાર થઈ એટલે તેનો જ્ઞાનનો દરવાજો પહોળો થયો, તેનું સાહિત્ય અપાર બન્યું અને તેને માત્ર દુરાગ્રહને લીધે જ અમુક સાહિત્યમાં ગોંધાઈ રહેવાની સ્થિતિ પ્રાપ્ત થઈ હતી તે પણ ગઈ. પછી ધાર્મિક શિક્ષણ લેનાર જો દશવૈકાલિક શીખતો હશે તો તે સ્થાનકવાસી કે શ્વેતાંબર દેરાવાસી હોવા છતાંય ધમ્મપદ, ગીતા અને બાઈબલ આદિ વાંચવાનો; અને જો તે વિદ્યાર્થી બ્રાહ્મણ હોઈ વેદ કે ઉપનિષદ શીખતો હશે તો તેની દષ્ટિ અવેસ્તા, કુરાન અને જૈન કે બૌદ્ધ આગમ તરફ પણ જશે.
ધાર્મિક શિક્ષણમાં બુદ્ધિસ્વાતંત્ર્ય અને તર્કશક્તિને સંપૂર્ણ છૂટ હોવી જોઈએ. ધર્મ એ નાનીસૂની કે સાંકડી વસ્તુ નથી. મનુષ્ય મહાન બનવા જ ધર્મનું શરણ લે છે, એટલે ધર્મના પ્રદેશમાં તો બુદ્ધિની સ્વતંત્રતા અને તર્કને વધારેમાં વધારે છૂટ હોવી જોઈએ. જેમ ઊગતા બાળકના શરીરને રૂંધવામાં આવે તો તે તેના જીવનને ગૂંગળાવે છે અને શરીરના વિકાસને તદ્દન પુષ્ટિ આપવામાં આવે તો તેથી શરીર વધે છે અને મજબૂત બને છે, એ જ રીતે બુદ્ધિની સ્વતંત્રતા અને તર્કશક્તિની છૂટથી ધર્મ વિકસે છે, તેના તરફની રુચિ વધે છે. શરૂઆતમાં અમુક તત્ત્વો ડગમગવા લાગે, તેથી કાંઈ ધર્મનો નાશ થતો નથી; ઊલટું તેમાં સુધારો અને ઉમેરો જ થાય છે. ધર્મ એ માત્ર મર્યાદિત કે જડ વસ્તુ નથી; એ તો અમર્યાદિત અને જીવંત વસ્તુ છે. એટલે જેમ જેમ બુદ્ધિને છૂટ તેમ તેમ ધાર્મિક ગણાતી માન્યતાઓ અને વિષયો વધારે ચર્ચાવાનાં, વધારે સ્પષ્ટ થવાનાં અને કસાવાનાં. આ તત્ત્વ શિક્ષણમાં આવવાથી ઘણા જૂના વિષયો ચાળણીમાં ચળાશે એ વાત ખરી, પણ તેથી તો ઊલટું તેનું સ્વરૂપ વધારે ચોખ્ખું બનશે. સત્યને શંકાનો ભય શાનો? એને લીધે ધાર્મિક શિક્ષણ પામેલ મોટી ઉમરે એના તરફ આદર
બતાવવાના.
ધાર્મિક શિક્ષણમાં જિજ્ઞાસા નિરંકુશ રહેવી જોઈએ, એટલે કે કોઈપણ વિષય પરત્વે શક્ય હોય એટલું બધું જ્ઞાન મેળવવાની વિદ્યાર્થીમાં ઇચ્છા ઉત્પન્ન કરવી જોઈએ અને એ ઈચ્છાને શિક્ષકોએ પૂર્ણ પ્રયત્નથી સંતોષવી જોઈએ. આમ કરવા માટે કોઈપણ વિષયનું ધાર્મિક શિક્ષણ આપતાં માત્ર મર્યાદા તરીકે ભલે અમુક પુસ્તક પસંદ કરવામાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org