________________
ગાથા : ૧
યોગદષ્ટિ સમુચ્ચય
(૨) મંગલાચરણનું બીજું કારણ એ છે કે “કલ્યાણકારી કાર્યો સદા બહુવિઘ્નોવાળાં હોય છે.” માટે કલ્યાણકારી એવા આ મહાગ્રંથના આરંભમાં વિઘ્નોના વિધ્વંસ માટે પણ મંગલાચરણ કરવું જોઈએ. આ માટે અન્યત્ર પણ કહ્યું છે કે “મહાત્મા પુરુષોને પણ
લ્યાણકારી કાર્યો બહુવિદનવાળાં હોય છે. અને અકલ્યાણકારી કાર્યોમાં પ્રવર્તેલાઓને” તો વિનો (આપોઆપ) ક્યાંય ચાલ્યાં જાય છે. “આ કલિકાલનો દુષ્યભાવ કહી શકાય” તેથી વિદ્ગવિનાશ માટે પણ મંગલાચરણ કરવું જોઈએ. મંગલાચરણનું આ (વિપ્નવિનાશ એ) બીજુ કારણ સમજાવ્યું.
(૩) મંગલાચરણનું ત્રીજું કારણ એ છે કે વિદ્વાન્ માણસોની પ્રવૃત્તિને માટે પણ પ્રારંભમાં મંગલાચરણ કરવું જોઇએ અને પ્રયોજનાદિ પણ પ્રતિપાદન કરવાં જોઇએ, કારણ કે વિદ્વાન્ પુરુષો (એટલે કે વિચાર પૂર્વક કાર્ય કરનારાઓ) જે ગ્રંથમાં મંગલપ્રયોજન-વિષય અને સંબંધ હોતા નથી તેવા ગ્રંથોમાં પ્રવેશ કરતા નથી.
પ્રયોજન = આ ગ્રંથ શા માટે બનાવ્યો ? બનાવવાનું કારણ શું ? વિષય = આ ગ્રંથમાં કયો વિષય ચર્ચાશે ? શું સમજાવાશે ? સંબંધ = આ ગ્રંથમાં સમજાવાતો વિષય કયા ગ્રંથોના આધારે સમજાવાશે ?
ગ્રંથના આરંભમાં આ ત્રણે બાબતો પણ જણાવવી જરૂરી છે. તો જ પોતાને આવશ્યક અને ઉપયોગી લાગવાથી વિદ્વાન્ પુરુષો તે તે ગ્રંથને ભણે, વાંચે, વંચાવે, અને જ્ઞાન પ્રસારણ કરે. માટે પ્રથમ શ્લોકમાં મંગલાદિ ચારે કહેવાં જોઇએ. અન્ય શાસ્ત્રોમાં પણ કહ્યું છે કે –
સર્વે શાસ્ત્રોમાં અથવા કોઇ પણ વિવક્ષિત કાર્યમાં પ્રયોજન આદિ જ્યાં સુધી કહેવામાં આવ્યું ન હોય ત્યાં સુધી તે શાસ્ત્ર અથવા તે કાર્ય કોના વડે સ્વીકારાય ? અર્થાત્ તે શાસ્ત્રને કોણ વાંચે ? કોઈ વાંચે નહીં. તથા તે કાર્યને કોઈ કરે નહીં.
જે શાસ્ત્ર વિષય વિનાનું હોય છે. તેનું પ્રયોજન કહેવું શક્ય નથી. જેમ કાગડાને દાંત હોતા જ નથી, તો તેની પરીક્ષાદિના પ્રયોગોની પણ અપ્રસિદ્ધિ છે. સારાંશ કે દાંત હોય તો તેની પરીક્ષા કરવાનું પ્રયોજન સંભવી શકે કે તે દાંત સફેદ છે કે શ્યામ છે ? અણીદાર છે કે સ્થૂલ છે ? સવિષ છે કે નિર્વિષ છે ? ઇત્યાદિ પરીક્ષા તો જ સંભવે કે જો દાંત રૂપ વિષય હોય તો, પરંતુ જ્યાં દાંત જ નથી = અર્થાત્ અવિષય છે ત્યાં પરીક્ષાના પ્રયોગો થતા નથી. તેમ જે શાસ્ત્રોમાં અભિધેયરૂપ વિષય ન હોય તે શાસ્ત્રોની પરીક્ષાદિના પ્રયોગો કેમ સંભવે ? માટે ગ્રંથમાં વિષય અવશ્ય કહેવો જોઇએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org