________________
યોગદૃષ્ટિ સમુચ્ચય
था:१
टी (१) तत्र शिष्टानामयं समयो यदुत "शिष्टाः क्वचिदिष्टे वस्तुनि प्रवर्तमानाः सन्त इष्टदेवतानमस्कारपूर्वकं प्रवर्तन्ते" । अयमप्याचार्यो न हि न शिष्ट इति, अतस्तत्समयप्रतिपालनाय । तथा चोक्तम्
शिष्टानामेषसमयस्ते सर्वत्र शुभे किल ।
प्रवर्तन्ते सदैवेष्ट-देवतास्तवपूर्वकम् ॥१॥ इत्यादि । (२) तथा “श्रेयांसि बहुविघ्नानि, भवन्ति" इति, उक्तं च
श्रेयांसि बहुविघ्नानि, भवन्ति महतामपि ।।
अश्रेयसि प्रवृत्तानां, क्वापि यान्ति विनायकाः ॥१॥ इति ॥
इदं प्रकरणं तु सम्यग्ज्ञानहेतुत्वाच्छ्योभूतम् । अतो "मा भूद् विघ्न" इति विघ्नविनायकोपशान्तये। (३) तथा प्रेक्षावतां प्रवृत्त्यर्थं प्रयोजनादिप्रतिपादनार्थं च । तथा चोक्तम् -
सर्वस्यैव हि शास्त्रस्य, कर्मणो वापि कस्यचित् । यावत्प्रयोजनं नोक्तम्, तावत्तत्केन गृह्यते ॥१॥ न चाप्यविषयस्येह, शक्यं वक्तुं प्रयोजनम् । काकदन्तपरीक्षादेस्तत्प्रयोगाप्रसिद्धितः ॥२॥ अस्येदं फलमित्येवं, योग: सम्बन्ध उच्यते ।
तदुक्त्यन्तर्गतत्वेन, न पृथक् कैश्चिदिष्यते ॥३॥ इत्यादि ॥ વિવેચન :- (૧) “શિષ્ટ પુરુષો કોઈ પણ ઈષ્ટકાર્યમાં પ્રવર્તતા છતા ઈષ્ટદેવને નમસ્કાર કરવા પૂર્વક જ પ્રવૃત્તિ કરે છે” આવા પ્રકારનો શિષ્ટપુરુષોનો આ આચાર જ છે એટલે કે મહાત્મા પુરુષોનો સહજસિદ્ધ આ આચાર છે કે કોઇપણ ઇષ્ટકાર્યમાં પ્રવૃત્તિ કરતાં પ્રારંભમાં ઇષ્ટદેવને નમસ્કાર કરવા પૂર્વક જ પ્રવૃત્તિ કરવી. યોગદષ્ટિસમુચ્ચય નામના આ મહાગ્રંથનો આરંભ કરનાર આ આચાર્ય પણ શિષ્ટ નથી એમ નહીં અર્થાત્ શિષ્ટ જ છે. આ કારણથી શિષ્ટ પુરુષોના આચારનું પાલન કરવા સારુ પ્રારંભમાં મંગલાચરણ કરે છે. અન્યશાસ્ત્રોમાં પણ કહ્યું છે કે “શિષ્ટ પુરુષોનો આ આચાર જ છે કે તેઓ સર્વ શુભ કાર્યમાં ઈષ્ટદેવને નમસ્કાર કરવા પૂર્વક જ પ્રવૃત્તિ કરે છે.” મંગલાચરણનું આ એક કારણ (શિષ્ટાચારનું પાલન) પ્રથમ સમજાવ્યું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org