Book Title: Siddhachakra Varsh 06 - Pakshik From 1937 to 1938
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
શ્રી સિદ્ધચક્ર
૨૩
નથી, છતાં જુવાનીના લોહિના જોરને ધીમું પડવાનું થાય છે ત્યારે વૃદ્ધદશામાં તે ચોટને સ્થાને જરૂર કલતર થાય છે. તેવી રીતે વર્તમાનભવમાં પણ ભવાંતરમાં કરેલાં કર્મો ભોગવવાં પડે છે. આ વાત જેઓ જન્મકર્મની પરંપરાને જાણનારા સમજનાર અને માનનારા છે તેઓને સમજવી મુશ્કેલ નથી. એટલું જ નહિ, પણ જેઓ આસ્તિકમતના છે, અગર પરમપદને માનવાવાળા છે, તે સર્વને એમ તો માનવું જ પડશે કે આત્માનું સ્વરૂપ શુદ્ધતમજ છે અને તે સ્વરૂપ કર્મદ્વારાએ જ આવરાયેલું છે અને જન્મથી કોઈપણ વીતરાગ અગર સર્વજ્ઞ હોતો જ નથી, તેથી દરેક આસ્તિકમતવાળાએ એમ માનવું જ પડશે કે ભવાંતરોમાં કરેલાં કર્મોથી જ જીવનું સ્વરૂપ આવરાયેલું છે. આ ઉપરથી એક વાત નક્કી થઈ કે સર્વજ્ઞપણાને નહીં પામેલો દરેક જીવ જ્ઞાનાદિગુણોને રોકનારા કર્મોરૂપી પાપથી ઘેરાયેલો જ છે અને તેથી બૌધ્ધો કે જેઓ મનુાં ભોયળ મુન્ના મળુળ સવળામાં મળુળત્તિ અસિ મનુÍાયણ મુળી અર્થાત્ મનોજ્ઞભોજન ખાઈને મનોજ્ઞશયનાસનમાં બેસીને મનોહર મકાનમાં રહ્યો થકો મુનિ મનોહર ધ્યાન કરે. આવું કહીને જેઓ લોકોને તપસ્યાથી ત્રાસ કરાવવા પૂર્વક ઈન્દ્રિયોના વિષયોમાં લીન કરે છે અને પોતે લીન થાય છે, એટલું જ નહિ પણ તેની સાથે તપસ્યાના ત્રાસનો બચાવ કરતા જણાવે છે કે શું તપસ્યા કરનાર
તા. ૧૫-૧૦-૧૯૩૭
મહાત્માએ પોતાના આત્માને ભવાંતરમાં મહાપાપો કરનારા માને છે કે જેથી મહાત્માઓને ભવાન્તરના પાપોના ક્ષયને માટે તપસ્યા કરવાની
જરૂર પડે છે.
આમ
બોલે છે. એતો સીધી જ વાત છે કે રોગે ઘેરાયેલાને જ ઔષધની જરૂર હોય, અને તેવી રીતે જેઓ ભવાન્તરના પાપી હોય તેઓને જ તપસ્યા કરીને પાપ તોડવાની જરૂર પડે. એમ કહીને સ્પષ્ટ કરે છે કે બૌદ્ધમત સિવાયના જે જે મતવાળાઓ તપસ્યાને માનનારા છે તે સર્વ વ્હાય તો મતને પ્રવર્તાવનાર હોય હાય તે મતને અનુસરનારા હોય, પણ તે સર્વ ભવાન્તરના પાપીઓ જ છે. આવી હકીકત ખુદ એમના બુદ્ધ મહાત્માએ રાજગૃહીના પર્વત ઉપર ભગવાન્ મહાવીર મહારાજ કે જેઓને તેઓ ‘નિમાંંથનાયપુત્ત’ એટલે નિગ્રંથ જ્ઞાતપુત્ર તરીકે ઓળખાવે છે. હેમના સાધુઓ કે જેઓ મકાનમાં આસનો સ્થાપીને (આ આસન સ્થાપવાની વાત બૌદ્ધના મૂલ આગમમાં નિગ્રંથજ્ઞાતપુત્રના શિષ્યોને અંગે ચાલેલી છે અને તે ઉપરથી નક્કી થાય છે કે નિગ્રંથજ્ઞાતપુત્રના તે સાધુઓ દિગમ્બરની માન્યતા પ્રમાણે વસ્ત્ર વગરના તો ન્હોતા) આતા૫ના કરતા હતા તેમના તે તપને તોડવા માટે જણાવેલી છે, પરન્તુ તે બુધ્ધે એટલો વિચાર નહીં કર્યો કે જે જે જીવો બોધિસત્ત્વ થયા નથી તે તે દરેક જીવો કર્મથી ઘેરાયેલા જ છે.