Book Title: Siddhachakra Varsh 06 - Pakshik From 1937 to 1938
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
શ્રી સિદ્ધચક્ર
૨૨
તો પછી આ પર્યુષણાની સાંવત્સરિકની વખતે તો કોઈપણ પ્રકારે ઉપશમ કર્યા સિવાય અને ઉપશમ કરાવ્યા સિવાય આત્માને કલ્યાણમાર્ગે જવાનું બનવાનું જ નથી. માટે પર્યુષણાના દિવસોમાં સકલસંઘે પરસ્પર ખમતખામણાં કરવાં અને તે દ્વારાએ વૈવિરોધ રહિત સ્વચ્છ અંતઃકરણ કરવાં કે જેથી ભવાન્તરે આપણે બીજા જીવોને કે બીજા જીવો આપણને નુકશાન કરનારા ન થતાં, હરકોઈ પ્રકારે ફાયદો કરનારા જ થાય. આસ્તિકમાત્ર આ વાત તો સારી રીતે સમજી શકે તેમ છે કે વૈરવિરોધનાં મુખ્યતાએ કારણો જર-જોરૂ-જમીનમાન-માયા-લોભ વિગેરે છે અને તે જર-જોરૂજમીન વિગેરે આત્માના અંગત પદાર્થો નથી, પરન્તુ તે દ્વારાએ જે કર્મો બાંધવામાં આવે, તે તો આત્માના અંગત રૂપ છે, અને આત્માના અંગતગુણોને પણ
નાશકરનારા છે.
ક્ષમાપનાથી આત્માને ઉચ્ચત્તમ બનાવો.
ધ્યાન રાખવું કે પ્રતિવર્ષ સામાન્ય સામુદાયિક રીતિએ પ્રતિક્રમણઆદિ કરતાં સર્વ જીવોને અને વિશેષે કરીને શ્રમણસંઘને અને ચતુર્વિધસંઘને ખમાવવામાં આવે છે, પરન્તુ વૈરવિરોધને વોસીરાવવાને માટે આત્માના અધિકપ્રયત્નની જરૂ૨ છે. જો એમ ન હોય તો બ્રાહ્મી સુન્દરીના જીવે તથા મલ્લિનાથજીના જીવે પૂર્વભવમાં પ્રતિક્રમણ કર્યાં ન્હોતાં ? અગર ગુરુની કે સાધુની આશાતનાના મિચ્છામિ દુક્કડં દીધા ન્હોતા ? અગર ક્રોધ માન માયા લોભ આદિના મિચ્છામિ દુક્કડં કર્યા ન્હોતા
તા. ૧૫-૧૦-૧૯૩૭
? એવું તો હતું જ નહિ, છતાં તે મિચ્છામિદુક્કડં આદિને જે વિશેષપણે સંસ્કારિત કરવાની જરૂર હતી તે તે જીવોએ ન કર્યા અને તેથી જ તેઓને સ્ત્રીવેદાદિકરૂપે તે તે ઈર્ષ્યા માયા વિગેરેના ફલો ભોગવવાં પડ્યાં. ધ્યાન રાખવું કે ચરમશરીરી અને ત્રિલોકનાથ તીર્થંકર જેવા જીવોને પણ મિચ્છામિ દુક્કડં કરતાં પૂર્વભવમાં વિશેષ સંસ્કારની જરૂર હતી, તો પછી સામાન્ય ભવ્યજીવો આવા પર્યુષણ સરખા ઉત્તમોત્તમ પર્વમાં મિચ્છામિ દુક્કડં માત્રથી સંતોષ માનતા વિશેષે કરીને ચતુર્વિધસંઘને ખમતખામણાના ઉચ્ચત્તમ સંસ્કારોથી આત્માને ઓતપ્રોત કરે તેમાં કહેવું શું ?
નહિં
આવી રીતે પર્યુષણાનું ત્રીજું કૃત્ય સંઘને પરસ્પર ખામણાનું જણાવી ચોથા અઠ્ઠમતપ નામના કર્ત્તવ્યને અંગે કંઈક જણાવીશું.
તપસ્યા એ ક્લેશ નથી.
જૈનશાસ્ત્રકારો ફરમાવે છે કે દરેક સંસારી આત્મા સ્વરૂપે કરીને સિદ્ધસ્વરૂપે છે. એટલે દરેક આત્મા અનંતજ્ઞાન-અનંતદર્શન અનંતસુખ અને અનંતવીર્ય આદિગુણોવાળો છે, છતાં તે આત્માને કર્મનાં આવરણો લાગેલાં હોવાથી જેમ રત્નની ચારે બાજુ લાગેલો મેલ રત્નના તેજનો પ્રકાશ ન થવા દે, તેવી રીતે આત્માના યથાવત્ સ્વરૂપને પ્રગટ થવા દેતા નથી. યાદ રાખવું કે બાળપણમાં શરીરના કોઈપણ ભાગમાં લાગેલી ચોટ રૂઝાઈ જાય છે, અને એનું ચિન્હ કે નામ નિશાન પણ જુવાનીમાં હોતું