________________
હવે “આત્મખ્યાતિ'માં અમૃતચંદ્રજીએ આ અદ્ભુત ચમત્કારિક અમૃત કળશ (૧૪૪) અનન્ય ભાવાવેશથી લલકાર્યો છે - “કારણકે અચિંત્ય શક્તિ સ્વયમેવ ચિત્માત્ર ચિંતામણિ આ (આત્મા) દેવ છે, એટલે “સર્વાર્થસિદ્ધાત્મતાએ' કરીને અર્થાત્ સર્વ અર્થ જ્યાં છે એવા સર્વાર્થ સિદ્ધ આત્મપણાએ કરીને જ્ઞાની અન્યના પરિગ્રહથી શું કરે ?” (આ કળશ નીચેની ગાથાનું સૂચન કરે છે). આ ગ્રંથમાં સર્વત્ર ગાથા “આત્મખ્યાતિ અને “આત્મખ્યાતિ'ના વિશિષ્ટ અંગભૂત સમયસાર કળશ કાવ્યોનું પરિટ્યુટ વિવેચન આ લેખકે “અમૃત જ્યોતિ' મહાભાષ્યમાં કર્યું છે.
જ્ઞાની પરને કેમ નથી ગ્રહતો ? તેનું આ ગાથામાં (૨૦૭) પરમર્ષિ કુંદકુંદાચાર્યજીએ સ્પષ્ટીકરણ, કર્યું છે - “આત્માને આત્માનો પરિગ્રહ નિયત વિજાણતો ક્યો બુધ પરદ્રવ્ય હારું આ દ્રવ્ય હોય છે એમ કહે વારુ ?” આ ગાથાના ભાવનું અનુપમ તત્ત્વ તલસ્પર્શી સૂક્ષ્મતમ મીમાંસન “આત્મખ્યાતિ'માં કરતાં પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજી પ્રકાશે છે - “કારણકે નિશ્ચય કરીને જ્ઞાની- જે જ જેનો સ્વભાવ છે, તે તેનો
સ્વ છે. તે તેનો સ્વામી છે, એમ ખરતર તત્ત્વદૃષ્ટિના અવખંભથી આત્માને આત્માનો પરિગ્રહ જનિયમથી વિજાણે છે. તેથી નથી મ્હારું આ સ્વ, નથી હું આનો સ્વામી એમ પરદ્રવ્ય નથી પરિગ્રહતો.” એથી હું પણ તે (પરદ્રવ્ય) પરિગ્રહતો નથી, “પરિગ્રહ જે મ્હારો હોય, તો હું અજીવતા પામી જઉં, કારણકે હું જ્ઞાતા જ છું, તેથી પરિગ્રહ હારો નથી.” (ગાથા (૨૦૮), ગાથા (૨૦૯)). “ભલે છેદાઓ, વા ભેદાઓ, વા લઈ જવાઓ, વા વિપ્રલય પામો, વા જ્યાં ત્યાં જાઓ !' તથાપિ હું પરદ્રવ્ય પરિગ્રહતો
પરદ્રવ્ય મ્હારું સ્વ, નથી હું પરદ્રવ્યનો સ્વામી, પરદ્રવ્ય જ પરદ્રવ્યનું સ્વ છે, પરદ્રવ્ય જ પરદ્રવ્યનો સ્વામી છે, હું જ મ્હારૂં સ્વ છું, હું જ મ્હારો સ્વામી છું, એમ જાણું છું.” (આત્મખ્યાતિ).
હવે વિશેષથી પરિગ્રહ ત્યાગની શાનીની પ્રવૃત્તિ દર્શાવતી નીચેની ગાથાઓના ભાવનું સૂચન કરતો આ ઉપસંહાર - ઉત્થાનિકારૂપ અનુસંધિ સમયસાર કળશ (૧૪૫) પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજી પરમ આત્મભાવ ઉલ્લાસથી સંગીત કરે છે. આ જ પ્રકારે (૨૧૧-૨૧૨-૨૧૩) ગાથા માટે સમજી લેવું. હવે (૨૧૪) ગાથામાં આચાર્યજી પ્રકાશે છે - “આ આદિક વિવિધ સર્વ ભાવોને જ્ઞાની નથી ઈચ્છતો, સર્વત્ર નિરાલંબ જ તે નિયત જ્ઞાયક ભાવ હોય છે. આનો ભાવ “આત્મખ્યાતિમાં અમૃતચંદ્રજી પરિસ્યુટ વિવર્યો છે.
હવે જ્ઞાનનો ઉપભોગ પરિગ્રહરૂપ નથી એવા નીચેની ગાથાના ભાવનું સૂચન કરતો અમૃત કળશ (૧૪૬) અમૃતચંદ્રજીએ અનન્ય આત્મભાવની “ઉદ્ધત' - ઉદ્દામ મસ્તીમાં લલકાર્યો છે - “પૂર્વબદ્ધ નિજકર્મના વિપાક થકી જ્ઞાનીને જો ઉપભોગ હોય છે તો ભલે હો ! પણ રાગવિયોગને લીધે તે પરિગ્રહ ભાવને પામતો નથી.” આ અમૃત કળશથી સૂચિત (૩૧૫) ગાથામાં આચાર્યજી પ્રકાશે છે - “ઉદય ભોગ ઉત્પન્ન છે તે જ્ઞાની તેની નિત્ય વિયોગબુદ્ધિથી અનાગત ઉદય કાંક્ષા કરતો નથી.' આ પરમાર્થગંભીર ગાથાનો અપૂર્વ ભાવ “આત્મખ્યાતિ'માં અમૃતચંદ્રજીએ નિખુષ ન્યાયયુક્તિથી પરિટ્યુટ વિવેચ્યો છે. આ “આત્મખ્યાતિ'માં ઉક્ત ભાવનું સમર્થન કરતો સારસમુચ્ચયરૂપ અમૃત સમયસાર કળશ (૧૪) અમૃતચંદ્રજી પરમભાવોલ્લાસથી લલકારે છે - “વેદ્ય - વેદક વિભાવના ચલત્વથી કાંક્ષિત જ નિશ્ચયથી વેદાતું નથી, તેથી વિદ્વાનું કાંઈ જ કાંતો નથી, સર્વતઃ જ અતિવિરક્તિ પ્રત્યે જાય છે.” તે આ પ્રકારે – (૨૧૭) મી ગાથામાં આચાર્યજી પ્રકાશે છે - “બંધ - ઉપભોગ નિમિત્ત એવા (૧) સંસાર - દેહ (૨) વિષયી અધ્યવસાન ઉદયોમાં જ્ઞાનીને રાગ ઉપજતો નથી જ. આનો ભાવ આત્મખ્યાતિ'માં અમૃતચંદ્રજીએ પ્રકાશ્યો છે અને જેટલા શરીર વિષયી તેટલા ઉપભોગ નિમિત્તો છે, જેટલા બંધ નિમિત્તો તેટલા રાગ-દ્વેષ-મોહાદિ છે અને જેટલા ઉપભોગ નિમિત્તો તેટલા સુખ-દુઃખાદિ છે : હવે આમાં - સર્વેમાં પણ શાનિનો રાગ છે નહિ - નાના દ્રવ્ય સ્વભાવત્વથી ઢંકોત્કીર્ણ એક જ્ઞાયક ભાવસ્વભાવ તેને તતુ પ્રતિષેધ (રાગ પ્રતિષધ) છે માટે આ ઉક્તનો સારસમુચ્ચયરૂપ અમૃત સમયસાર કળશ (૧૪૮) અમૃતચંદ્રજી સંગીત કરે છે – “જ્ઞાનીને નિશ્ચય કરીને કર્મ રાગરસની રિક્તતાએ કરીને (ખાલીપણાએ, શૂન્યતાએ) પરિગ્રહભાવ પામતું નથી, અહીં રાગમુક્તિ અકષાયિત વસ્ત્રમાં સ્વીકૃતા જ અહીં બહાર લોટે છે.” ઈ.